મહિનો બદલાતા જ સોના-ચાંદીના ભાવમાં તેજી આવી, સતત ત્રીજા દિવસે વધ્યા ભાવ
તહેવારોને પગલે સોના (gold price) નો ઉપયોગ વધવાથી તેની માંગમાં પણ વધારો થયો છે. જેને કારણે સોનાના ભાવ સતત ઉપરની તરફ વધી રહ્યાં છે
ઝી મીડિયા/બ્યૂરો :ઓક્ટોબર મહિનો સોના-ચાંદીના ભાવ માટે બહુ ખાસ ન રહ્યો, પરંતુ નવેમ્બર મહિનો આવતા જ સોના-ચાંદીની ચમકમાં તેજીથી વધારો થયો છે. ગત ત્રણ દિવસોની અંદર સોનાના ભાવમાં 1500 રૂપિયાથી વધુનો વધારો નોંધાયો છે. તહેવારોને પગલે સોના (gold price) નો ઉપયોગ વધવાથી તેની માંગમાં પણ વધારો થયો છે. જેને કારણે સોનાના ભાવ સતત ઉપરની તરફ વધી રહ્યાં છે. આગામી એક કે બે સપ્તાહમાં સોનાના ભાવમા ભારે ઉછાળો જોવા મળી શકે છે તેવુ એક્સપર્ટસનું કહેવુ છે. શરાફા બજારમાં સતત ત્રીજા દિવસે શુક્રવારે તેજી રહી. વૈશ્વિક માર્કેટમાં બહુમૂલ્ય ધાતુઓની કિંમતમાં તેજીની સાથે દિલ્હી શરાફા બજારમાં સોનુ 791 રૂપિયા ઉછળીને 51717 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયુ છે. એચડીએફસી સિક્યોરિટીઝે આ માહિતી આપી છે. ગત કારોબારી સત્રમાં સોનુ 50926 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર બંધ થયું.
આ રહ્યો આજનો સોનાનો ભાવ
મજબૂત હાજિર માંગને કારણે સટોડિયાએ તાજા સોદાની લેવાલી કરી, જેનાથી વાયદા બજારમાં શુક્રવારે સોનાની કિંમત 185 રૂપિયાની તેજીની સાથે 52240 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયું.
10 ગ્રામ સોનુ કેટલામાં પડશે?
મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં ડિસેમ્બર મહિનામાં ડિલીવરીવાળા સોના વાયદાની કિંમત 185 રૂપિયા એટલે કે 0.36 ટકાની તેજીની સાથે 52240 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. તેમાં 12975 લોટ માટે કારોબાર કરવામાં આવ્યો.
સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ તેજી
સોનાની જેમ ચાંદીની કિંમતમાં પણ 2147 રૂપિયાના ઉછાળ સાથએ 64578 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયું. ગત સત્રમાં ચાંદી 62431 રૂપિયા કિલો પર બંધ થઈ હતી. માર્કેટના વિશ્લેષકોનુ કહેવુ છે કે, વેપારીઓની તાજા લેવાલીથી સોનાની કિંમતોમાં તેજી આવી.
Trending Photos