કિંજલ દવે, ગીતા રબારી, સાંઈરામ દવેની ધાબા પર ધિંગામસ્તી, પતંગો ઉડાવી... જુઓ ઉત્તરાયણની ખાસ તસવીરો
દેશભરમાં ઉત્સાહ સાથે આજે ઉત્તરયણના પર્વની ઉજવણી થઈ રહી છે.ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી દેશવાસીઓને ઉત્તરાયણપર્વની શુભેચ્છા પાઠવી. પ્રધાનમંત્રીએ કહ્યું ઉત્તરાયણનું પર્વ લોકોનો ઉત્સાહ વ્યક્ત કરવાનું પર્વ છે. 2021ની ઉત્તરાયણ તમામ દેશવાસીઓ માટે આરોગ્ય વર્ધક રહે
ઝી મીડિયા/બ્યૂરો :આસ્થા અને ઉલ્લાસના સરવાળા સમાન ઉત્તરાયણનું પર્વ ગુજરાતભરમાં ઉજવાઈ રહ્યું છે. ઉત્તરાયણના પર્વ નિમિત્તે પતંગબાજો વચ્ચે 'અવકાશી યુદ્ધ' જામ્યો છે. 'લપેટ... લપેટ...ના ગગનભેદી નાદથી માહોલ ગૂંજી ઉઠ્યો. આ ઉપરાંત આજે ઊંધિયું-જલેબીની જ્યાફત જાણે સોનામાં સુગંધ ઉમેરવાનું કામ કરી રહી છે. અમદાવાદમાં દિલ્હી ચકલા, કાલુપુર ટંકશાલ, રાયપુર, પાલડી, મણીનગર, સેટેલાઇટ, એસજી હાઇ વે સહિતના વિસ્તારોમાં બુધવાર રાત્રે 9 વાગ્યા સુધી પતંગ-ફિરકીની છેલ્લી ઘડીની ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. સરકારની ગાઈડલાઈન મુજબ ઉતરાયણ (uttarayan) નો તહેવાર ઉજવવામાં લોકોને જ કોઈ રસ રહ્યો નથી. કોરોના મહામારીને કારણે લોકડાઉન જાહેર થતા બધા જ તહેવાર કોરોનાની ઝપટમાં આવી ગયા છે. ત્યારે ગુજરાતીઓનો મનપસંદ તહેવાર પણ મંદીના માહોલમાં ગરકાવ થઈ ગયો છે. પોલીસની ડ્રોન વચ્ચે આજે આકાશમાં પતંગ ઉડશે. સોશિયલ ડિસ્ટન્સ અને પરિવારના સભ્યો સિવાય સમુહ એકઠા થવા પર પ્રતિબંધના લીધે ગુ્રપમાં પતંગોત્સવ માણવા ઇચ્છુક યુવા વર્ગમાં નિરાશા જોવા મળી રહી છે.અમદાવાદમાં ઉત્તરાયણ જેટલું જ મહત્ત્વ વાસી ઉત્તરાયણનું હોય છે અને તેની પણ મંગળવારે ઉલ્લાસપૂર્વક ઉજવણી થશે. આમ,ભાગદોડ-તણાવભર્યા જીવન વચ્ચે આગામી બે દિવસ રણમાં મીઠી વીરડી સમાન રહેશે.
વડોદરામાં ઉત્તરાયણની ધામધૂમથી ઉજવણી
સમા વિસ્તારમાં સોલંકી પરિવારે તકી અનોખા અંદાજમાં ઉજવણી
ડીજે પર પ્રતિબંધ હોવાથી અગાશી પર ઢોલ નગારા વગાડાયા
રાજકોટમાં હાસ્યકલાકાર સાંઈરામ દવેએ ધાબા પર પતંગ ચગાવી
પવન ન હોવાથી મહેસાણાવાસીઓ ધાબા પર બેસીને નાસ્તો કરવા લાગ્યા
અમદાવાદમાં કિંજલ દવેએ ધાબે પતંગ ચગાવી
લોકગાયિકા ગીતા રબારી પણ ઉત્તરાયણના ઉત્સાહમાં જોડાયા
Trending Photos