મહિલા ક્રિકેટઃ ઓસ્ટ્રેલિયન ટીમે રચ્યો ઈતિહાસ, ન્યૂઝીલેન્ડને હરાવી વનડેમાં મેળવી સતત 21મી જીત
ઓસ્ટ્રેલિયન મહિલા ટીમે ત્રીજી અને અંતિમ વનડેમાં ન્યૂઝીલેન્ડની ટીમને 232 રને પરાજય આપ્યો છે. આ જીતની સાથે ઓસ્ટ્રેલિયન ટીમે ઈતિહાસ રચી દીધો છે.
Trending Photos
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડને ત્રીજી અને અંતિમ વનડેમાં 232 રને સજ્જડ પરાજય આપીને રેકોર્ડ જીત હાસિલ કરી છે. આ ઓસ્ટ્રેલિયાની ન્યૂઝીલેન્ડ પર વનડેમાં સૌથી મોટી જીત છે. પહેલા બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ પાંચ વિકેટ ગુમાવી 325 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. મેગ લેનિંગના સ્થાને આગેવાની કરી રહેલા રિચેલ હાયનેસે ઓસ્ટ્રેલિયા માટે 96 અને એલિસા હીલીએ 87 રન ફટકાર્યા હતા.
રિચેલે 104 બોલનો સામનો કરી 10 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. હીલીએ 87 બોલનો સામનો કર્યો અને 13 બાઉન્ડ્રી અને એક સિક્સ ફટકારી હતી. ન્યૂઝીલેન્ડની મહિલા ટીમ 27 ઓવર રમ્યા બાદ પણ 100નો આંકડો પાર ન કરી શકી અને 93 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમની સ્થાર ખેલાડી સોફી ડિવાઇન અને એમિલા કેર પ્રથમ બોલ પર શૂન્ય રને આઉટ થઈ હતી. તેના માત્ર બે બેટ્સમેન બે આંકડાના સ્કોરને પાર કરી શક્યા હતા.
ટીમ માટે સૌથી વધુ રન એમી સ્ટારવેટે બનાવ્યા. તેણે 41 રનની ઈનિંગ રમી હતી. આ સિવાય મેડી ગ્રીને 22 રનનું યોગદાન આપ્યું હતું. ઓસ્ટ્રેલિયા માટે મેગન શટ, જેસ જોનાસે, એશ્લે ગાર્ડનર અને સોફી મોલીનેયુક્સે બે-બે વિકેટ ઝડપી હતી.
This team is something else!
— cricket.com.au (@cricketcomau) October 7, 2020
રેકોર્ડની કરી બરોબરી
આ જીતની સાથે મહિલા ટીમે પોતાની પુરૂષ ટીમની બરાબરી કરી લીધી છે. આ ઓસ્ટ્રેલિયા મહિલા ટીમની વનડેમાં સતત 21મી જીત છે અને રિકી પોન્ટિંગની પુરૂષ ઓસ્ટ્રેલિયન ટીમે પણ સતત 21 વનડેમાં જીત હાસિલ કરી છે. ઓસ્ટ્રેલિયન મહિલા ટીમે 12 માર્ચ 2018થી આ વિજય યાત્રા શરૂ કરી છે. આ દરમિયાન તેણે ભારત, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, શ્રીલંકા અને ફરી ન્યૂઝીલેન્ડને ત્રણ મેચોની વનડે સિરીઝમાં ક્લીનસ્વિપ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે