Video: પટેલ પાવર! મેચ બાદ હર્ષલ પટેલે કહ્યું- 'એવું લાગે છે કે મેન ઓફ ધ મેચ એવોર્ડ હવે પટેલો વચ્ચે રહેશે'

હર્ષલ પટેલે રાંચીમાં ડેબ્યૂ કર્યું હતું અને 25 રન આપી 2 વિકેટ ઝડપી હતી. તેણે ભારતને સાત વિકેટથી જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સાથે જ છેલ્લી બે ટી20 ઈન્ટરનેશનલ મેચોમાં બંને મેન ઓફ ધ મેચ એવોર્ડ પટેલ સરનેમવાળા ક્રિકેટરને મળ્યા. જેના પર અક્ષર અને હર્ષલની મજાક મસ્તી જોવા મળી.

Video: પટેલ પાવર! મેચ બાદ હર્ષલ પટેલે કહ્યું- 'એવું લાગે છે કે મેન ઓફ ધ મેચ એવોર્ડ હવે પટેલો વચ્ચે રહેશે'

નવી દિલ્હી: ભારતે ત્રીજી ટી20 ઈન્ટરનેશનલ મેચ 73 રનથી જીતી લીધી. ભારતે ઈડન ગાર્ડન્સની બેટિંગ માટેની પિચ પર કમાલની રમતનું પ્રદર્શન કર્યું અને 7 વિકેટના ભોગે 184 રન કર્યા. 185ના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલે્ડની ટીમની શરૂઆત ખુબ જ ખરાબ રહી. અક્ષર પટેલે 9 રન આપીને 3 વિકેટ ચટકી લીધી. ન્યૂઝીલેન્ડ શરૂઆતમાં જ મળેલા આ ઉપરાઉપરી ઝટકાથી બહાર આવી શક્યું નહીં અને 17.2 ઓવરમાં 111 રન બનાવીને આખી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ. 

હર્ષલ પટેલે રાંચીમાં ડેબ્યૂ કર્યું હતું અને 25 રન આપી 2 વિકેટ ઝડપી હતી. તેણે ભારતને સાત વિકેટથી જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સાથે જ છેલ્લી બે ટી20 ઈન્ટરનેશનલ મેચોમાં બંને મેન ઓફ ધ મેચ એવોર્ડ પટેલ સરનેમવાળા ક્રિકેટરને મળ્યા. જેના પર અક્ષર અને હર્ષલની મજાક મસ્તી પણ જોવા મળી. બીસીસીઆઈની વેબસાઈટ પર જારી કરાયેલા એક વીડિયોમાં અક્ષરે હર્ષલને તેના પ્રદર્શન વિશે પૂછ્યું. 

હર્ષલે કહ્યું કે 'આ અદ્વિતીય અનુભવ છે. હું તમને જણાવું. મને આશા નહતી કે ડેબ્યૂ મેચ આટલી સારી જશે કારણ કે આ અગાઉ મારી કોઈ પણ ડેબ્યૂ મેચ સારી ગઈ નહતી. પરંતુ મે મારી સ્કિલ્સનો સારો ઉપયોગ કર્યો અને પરિણામ પણ આપણા પક્ષમાં રહ્યું અને અમે મેચ જીતી ગયા. મને નથી ખબર, આપણે હજુ એ નક્કી તો નથી કર્યું પરંતુ એવું લાગે છે કે મેન ઓફ ધ મેચ એવોર્ડ હવે પટેલો વચ્ચે રહેશે.'

— BCCI (@BCCI) November 22, 2021

જેના જવાબમાં અક્ષર પટેલે હસતા હસતા કહ્યું કે એવું લાગે છે કે પટેલ બધુ લઈને જાય છે. મે પ્લેયર ઓફ ધ મેચ લીધુ. તમે પ્લેયર ઓફ ધ મેચ પણ લીધો અને આજે ગેમ ચેન્જર પણ લઈ લીધુ તો તમે નક્કી કરીને આવ્યા હતા કે કઈકને કઈ તો લઈને જ જઈશ. જવાબમાં હર્ષલ પટેલે પણ મરક મરક હસતાં કહ્યું કે બોણી વગર પાછા નથી જવું. 

પહેલી ટી20 ઈન્ટરનેશનલ મેચમાં સૂર્યકુમાર યાદવ મેન ઓફ ધ મેચ બન્યો હતો. ભારતે જયપુરમાં રમાયેલી આ મેચમાં 165 રનના લક્ષ્યાંકને 5 વિકેટ ગુમાવીને મેળવ્યો હતો. રવિવારે પૂરી થયેલી સિરીઝ નવા કોચ અને નવા કેપ્ટનની જોડી માટે પણ શાનદાર શરૂઆત બની રહી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news