ENG vs IND: દર્શકો માટે ખુશીના સમાચાર! ભારત-ઈંગ્લેન્ડ સિરીઝમાં પ્રક્ષકોને મળી શકે છે સ્ટેડિયમમાં પ્રવેશ

બીસીસીઆઈએ આશા વ્યક્ત કરી છે કે દર્શકોની એન્ટ્રી પર સરકાર તરફથી લીલીઝંડી મળી જશે. કોરોના વચ્ચે દેશમાં પ્રથમવાર હશે જ્યારે કોઈ ઈવેન્ટમાં દર્શકોની હાજરી જોવા મળશે. 

ENG vs IND: દર્શકો માટે ખુશીના સમાચાર! ભારત-ઈંગ્લેન્ડ સિરીઝમાં પ્રક્ષકોને મળી શકે છે સ્ટેડિયમમાં પ્રવેશ

નવી દિલ્હીઃ આગામી ભારત-ઈંગ્લેન્ડ (ENG vs IND) ટેસ્ટ સિરીઝ દરમિયાન સ્ટેડિયમમાં દર્શકો જોવા મળી શકે છે. બીસીસાઆઈ (BCCI) એ 50 ટકા દર્શકોની એન્ટ્રી માટે સરકાર સાથે વાતચીત શરૂ કરી છે. કોરોના વચ્ચે આ પ્રથમવાર હશે જ્યારે દર્શકોની હાજરીમાં મુકાબલો રમાશે. મહત્વનું છે કે કોરોના વાયરસને કારણે આઈપીએલ-2020 નું આયોજન યૂએઈમાં કરવામાં આવ્યું હતું. 

મંગળવારે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝની પ્રથમ બે મેચો માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. ઈંગ્લેન્ડ સિરીઝની પ્રથમ બે ટેસ્ટ મેચ માટે 18 સભ્યોની ટીમમાં કેપ્ટન વિરાટ કોહલી, ઈશાંત શર્મા અને હાર્દિક પંડ્યાની વાપસી થઈ છે. તો ઓલરાઉન્ડર અક્ષર પટેલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. 

પ્રથમ બે ટેસ્ટ માટે ભારતીય ટીમઃ વિરાટ કોહલી (કેપ્ટન), અંજ્કિય રહાણે, રોહિત શર્મા, શુભમન ગિલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, રિદ્ધિમાન સાહા, હાર્દિક પંડ્યા, કેએલ રાહુલ (ફીટ હશે તો), રિષભ પંત, જસપ્રીત બુમરાહ, ઈશાંત શર્મા, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર, આર અશ્વિન, કુલદીપ યાદવ, વોશિંગટન સુંદર, અક્ષર પટેલ. 

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝનો કાર્યક્રમ
5-9 ફેબ્રુઆરી, પ્રથમ ટેસ્ટ, ચેન્નઈ
13-17 ફેબ્રુઆરી, બીજી ટેસ્ટ, ચેન્નઈ
24-28 ફેબ્રુઆરી, ત્રીજી ટેસ્ટ (ડે-નાઇટ), અમદાવાદ
4-8 માર્ચ, ચોથી ટેસ્ટ, અમદાવાદ

ટી20 સિરીઝનો કાર્યક્રમ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટી20 સિરીઝ માર્ચ મહિનામાં રમાશે. જેની પ્રથમ મેચ 12 માર્ચ, બીજી 14 માર્ચ, ત્રીજી 16 માર્ચ, ચોથી 18 માર્ચ અને પાંચમી તથા અંતિમ ટી20 મેચ 20 માર્ચે રમાશે. આ બધી મેચનું આયોજન અમદાવાદમાં થશે.

વનડે સિરીઝનો કાર્યક્રમ
ટેસ્ટ અને ટી20 સિરીઝ બાદ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચોની વનડે સિરીઝ રમાવાની છે. આ સિરીઝની તમામ મેચ પુણેમાં રમાશે. વનડે સિરીઝની પ્રથમ મેચ 23 માર્ચે રમાશે. ત્યારબાદ 26 માર્ચે બીજી અને 28 માર્ચે ત્રીજી વનડે મેચ રમાશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news