બીસીસીઆઈની ઓફિસ પણ બંધ, ઘરેથી કામ કરશે કર્મચારી


કોરોના વાયરસ મહામારીના ખતરાથી પોતાના કર્મચારીઓને સુરક્ષિત રાખવાના હેતુથી બીસીસીઆઈએ પણ મંગળવારથી પોતાની ઓફિસ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. 

બીસીસીઆઈની ઓફિસ પણ બંધ, ઘરેથી કામ કરશે કર્મચારી

નવી દિલ્હીઃ કોવિડ-19 મહામારીને કારણે બીસીસીઆઈ મંગળવારથી મુંબઈ સ્થિત પોતાના મુખ્યાલયને બંધ કરી દેશે. ક્રિકેટ બોર્ડે પોતાના કર્મચારીઓને ઘરેથી કામ કરવાનું કહ્યું છે. ક્રિકેટની તમામ ગતિવિધિઓ આગામી નોટિસ સુધી પહેલા જ સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી અને તેવામાં માહિતી સામે આવી કે કર્મચારીઓને ઘરેથી કામ કરવાનું કહેવામાં આવ્યું છે. 

બોર્ડના શીર્ષ સૂત્રોએ ગોપનીયતાની શરત પર જણાવ્યું, 'બીસીસીઆઈના કર્મચારીઓને આજે જાણ કરવામાં આવી છે કે કોવિડ-19 મહામારીને કારણે વાનખેડે સ્ટેડિયમ સ્થિત મુખ્યાલય બંધ રહેશે. તમામ કર્મચારીઓને ઘરેથી કામ કરવાનું કહેવામાં આવ્યું છે.'

બીસીસીઆઈએ પહેલા આઈપીએલને 15 એપ્રિલ સુધી સ્થગિત કર્યો હતો, જ્યારે ઇરાની કપ અને મહિલા ચેલેન્જર ટ્રોફી સહિત તમામ ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ પણ ટાળી દેવામાં આવી છે. ભારતમાં અત્યાર સુધી કોરોના વાયરસના 114 કેસ સામે આવ્યા છે, જ્યારે બે લોકોના મોત થયા છે. વિશ્વ સ્તર પર પણ આ બીમારીથી 6 હજાર કરતા વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 1,60,000થી ઉપર પહોંચી ગઈ છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news