IND vs ENG: દર્શકો માટે ખુશખબર, ઈંગ્લેન્ડ સામે સિરીઝમાં સ્ટેડિયમમાં મળશે પ્રવેશ

IND vs ENG: 4 મેચોની સિરીઝની શરૂઆતી બે ટેસ્ટ મેચ ચેન્નઈમાં રમાશે. પ્રથમ ટેસ્ટ મેચ 5 ફેબ્રુઆરીથી તો બીજી ટેસ્ટ 13 ફેબ્રુઆરીથી રમાશે. ત્રીજી અને ચોથી ટેસ્ટનું આયોજન અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં થશે. 

IND vs ENG: દર્શકો માટે ખુશખબર, ઈંગ્લેન્ડ સામે સિરીઝમાં સ્ટેડિયમમાં મળશે પ્રવેશ

ચેન્નઈઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને તમિલનાડુ ક્રિકેટ સંઘ (TNCA) એ ઈંગ્લેન્ડ (India vs England) વિરુદ્ધ ચાર મેચોની સિરીઝની બીજી મેચમાં એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં 50 ટકા દર્શકોને આવવાની મંજૂરી આપી છે. 

તમિલનાડુ ક્રિકેટ એસોસિએશનના એક અધિકારીએ સોમવારે પીટીઆઈ-ભાષાને તેની જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, મીડિયાને પણ સ્ટેડિયમમાં પ્રેસ બોક્સમાં બન્ને ટેસ્ટ મેચોને કવર કરવાની મંજૂરી આપવામાં આવશે. કોવિડ-19ના નવા દિશા-નિર્દેશ જારી થયા બાદ આ મુદ્દા પર ટીએનસીએના સભ્યો વચ્ચે ચર્ચા થઈ હતી. 

ટીએનસીએ અને બીસીસસીઆઈ (BCCI) અધિકારીઓ વચ્ચે યોજાયેલી બેઠકમાંતેની મંજૂરી આપવામાં આવી છે. નવા દિશા-નિર્દેશોમાં રમત સ્થળોમાં દર્શકોને પ્રવેશની મંજૂરીની જોગવાઈ છે. ટીએનસીએ અધિકારીએ પીટીઆઈ-ભાષાને કહ્યું, રમત સ્થળોને લઈને કોવિડ-19 સાથે જોડાયેલી કેન્દ્ર સરકારના નવા દિશા-નિર્દેશોમાં દર્શકોને મંજૂરી મળવા અને રાજ્ય સરકારની રવિવારે જાહેર થયેલી એસઓપી બાદ અમે ભારત-ઈંગ્લેન્ડ (ENG vs IND) વચ્ચે રમાનારી બીજી ટેસ્ટ માટે દર્શકોને મંજૂરી આપવા પર ચર્ચા કરી હતી. 

તેમણે કહ્યું, બીસીસીઆઈ અને ટીએનસીએ દ્વારા તમામ પ્રોટોકોલનું પાલન કરતા બીજી ટેસ્ટ માટે 50 ટકા દર્શકોને મંજૂરી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એમએ ચિદમ્બરમ સ્ટેડિયમની ક્ષમતા 50 હજાર છે. સિરીઝની પ્રથમ ટેસ્ટ શુક્રવારથી શરૂ થઈ રહી છે જ્યારે બીજી મેચ 13 ફેબ્રુઆરીથી રમાશે. 

ત્રીજી અને ચોથી ટેસ્ટ માટે પહેલા જ દર્શકોને મંજૂરી મળી ગઈ છે. સિરીઝની ત્રીજી અને ચોથી ટેસ્ટ મેચ અમદાવાદમાં રમાશે. અધિકારીએ તે પણ કહ્યું કે, મીડિયાને સ્ટેડિયમના પ્રેસ બોક્સથી બન્ને મેચોને કવર કરવાની મંજૂરી મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news