ભારતના પાકમાં ડેવિસ કપ રમવા પર સરકાર નિર્ણય ન કરી શકેઃ કિરણ રિજિજૂ

ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા ઓસિયાના ક્ષેત્ર ગ્રુપ એ ડેવિસ કપ મુકાબલો 14 અને 15 સપ્ટેમ્બરે ઇસ્લામાબાદમાં રમાશે, પરંતુ જમ્મૂ કાશ્મીરથી કલમ 370 હટાવ્યા બાદ બંન્ને દેશો વચ્ચે વધતા તણાવને કારણે તેના પર અનિશ્ચિતતાનો માહોલ બનેલો છે. 

ભારતના પાકમાં ડેવિસ કપ રમવા પર સરકાર નિર્ણય ન કરી શકેઃ કિરણ રિજિજૂ

નવી દિલ્હીઃ રમત પ્રધાન કિરણ રિજિજૂએ સોમવારે કહ્યું કે, ભારતને પાકિસ્તાનમાં આાગમી મહિને રમાનારા ડેવિસ કપ મુકાબલામાં ભાગ લેવો જોઈએ કે નહીં તેના પર સરકાર નિર્ણય ન કરી શકે, કારણ કે આ દ્વિપક્ષીય સ્પર્ધાન નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા ઓસિયાના ક્ષેત્ર ગ્રુપ એ ડેવિસ કપ મુકાબલો 14 અને 15 સપ્ટેમ્બરે ઇસ્લામાબાદમાં રમાશે, પરંતુ જમ્મૂ કાશ્મીરથી કલમ 370 હટાવ્યા બાદ બંન્ને દેશો વચ્ચે વધતા તણાવને કારણે તેના પર અનિશ્ચિતતાનો માહોલ બનેલો છે. 

રિજિજૂએ રતમ તથા યુવા કલ્યાણ મંત્રાલયના એક કાર્યક્રમથી અલગ કહ્યું, 'જો આ દ્વિપક્ષીય રમત સ્પર્ધા હોય તો પછી ભારતે પાકિસ્તાન વિરુદ્ધ રમવું જોઈએ કે નહીં, તે રાજકીય નિર્ણય બની જાત. પરંતુ ડેવિસ કપ દ્વિપક્ષીય સ્પર્ધા નથી અને તેનું આયોજન એક વિશ્વ રમત સંસ્ખા કરે છે.' તેમણે કહ્યું, 'ભારત ઓલિમ્પિક ચાર્ટરને માને છે અને તેના પર તેના હસ્તાક્ષર છે, તેથી ભારત સરકાર કે રાષ્ટ્રીય મહાસંઘ તે નિર્ણય ન કરી શકે કે ભારતે તેમાં ભાગ લેવો જોઈએ કે નહીં.'

અખિલ ભારતીય ટેનિસ સંઘ (એઆઈટીએ) આ મુકાબલાના તટસ્થ સ્થળ પર કરાવવા ઈચ્છતું હતું પરંતુ પાકિસ્તાન ટેનિસ સંઘે રવિવારે સ્પષ્ટ કરી દીધું કે તે સ્થળ બદલવા પર સહમત થશે નહીં, કારણ કે ઇસ્લામાબાદમાં પહેલાથી તૈયારીઓ ચાલી રહી છે. આઈટીએફ પાસે સ્થળ બદલવાની માગ કરતા એઆઈટીએ બંન્ને વચ્ચે તણાવ અને સુરક્ષા ચિંતાઓ કારણ દર્શાવ્યું હતું. 

ભારતની કોઈપણ ડેવિસ કપની ટીમ 1964 બાદ પાકિસ્તાનના પ્રવાસે ગઈ નથી તથા મુંબઈમાં 2008ના આતંકી હુમલા બાદ બંન્ને દેશો વચ્ચે દ્વિપક્ષીય ક્રિકેટ સિરીઝ પણ રમાઇ નથી. પાકિસ્તાને 2017મા પોતાના પાંચમાથી ચાર ઘરેલૂ મુકાબલા ઇસ્લામાબાદમાં રમ્યા હતા. આ વચ્ચે તેણે કોરિયા, થાઇલેન્ડ, ઉઝ્બેકિસ્તાન અને ઈરાનની યજમાની કરી હતી. 

હોંગકોંગે 2017મા પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો ઇનકાર કરી દીધો હતો, જેથી પાકિસ્તાનની ટીમને વોકઓવર મળી ગયું હતું. પાકિસ્તાન છેલ્લે 2016મા તટસ્થ સ્થળ પર રમ્યું હતું જ્યારે તેણે કોલંબોમાં ચીનની યજમાની કરી હતી. પાકિસ્તાને 2015મા પોતાની બંન્ને મેચ તટસ્થ સ્થળ પર રમી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news