કુંવારા બાપ બનવા જઈ રહેલા હાર્દિક પંડ્યાએ કર્યો વધુ એક ધડાકો

ભારતીય ટીમના વિસ્ફોટક બોલર હાર્દિક પંડ્યા (Hardik Pandya) પિતા બનવા જઈ રહ્યાં છે. હાલમાં જ તેણે આ વાતની માહિતી ફેન્સને આપી હતી. પંડ્યાનું કહેવુ છે કે, તેના માતાપિતાને પણ આ વાતની જાણકારી ન હતી કે તે મોડલ નતાશા સ્ટેનકોવિક (Natasha Stankvoic) સાથે સગાઈ કરવા જઈ રહ્યો છે. નવા વર્ષની શરૂઆતમાં હાર્દિક પંડ્યાએ નતાશા સાથે સગાઈ કરી હોવાની માહિતી આપી હતી. દૂબઈમાં આયોજિત એક નાનાકડા સમારોહમાં કૃણાલ પંડ્યા (Krunal Pandya) અને તેની પત્ની હાજર રહ્યા હતા. 

Updated By: Jun 5, 2020, 09:08 AM IST
કુંવારા બાપ બનવા જઈ રહેલા હાર્દિક પંડ્યાએ કર્યો વધુ એક ધડાકો

ઝી મીડિયા/બ્યૂરો :ભારતીય ટીમના વિસ્ફોટક બોલર હાર્દિક પંડ્યા (Hardik Pandya) પિતા બનવા જઈ રહ્યાં છે. હાલમાં જ તેણે આ વાતની માહિતી ફેન્સને આપી હતી. પંડ્યાનું કહેવુ છે કે, તેના માતાપિતાને પણ આ વાતની જાણકારી ન હતી કે તે મોડલ નતાશા સ્ટેનકોવિક (Natasha Stankvoic) સાથે સગાઈ કરવા જઈ રહ્યો છે. નવા વર્ષની શરૂઆતમાં હાર્દિક પંડ્યાએ નતાશા સાથે સગાઈ કરી હોવાની માહિતી આપી હતી. દૂબઈમાં આયોજિત એક નાનાકડા સમારોહમાં કૃણાલ પંડ્યા (Krunal Pandya) અને તેની પત્ની હાજર રહ્યા હતા. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

🤍🥰 @hardikpandya93

A post shared by Nataša Stanković✨ (@natasastankovic__) on

ક્રિકબઝ સાથેની વાતચીત દરમિયાન હાર્દિક પંડ્યાએ કહ્યું કે, માતાપિતાને સગાઈ વિશે કોઈ માહિતી ન હતી. એટલું કે, કુણાલ પંડ્યાને પણ બે દિવસ પહેલા જ મેં જણાવ્યું હતું કે, હું નતાશા સાથે સગાઈ કરવાનું વિચારી રહ્યો છું. નતાશા એ યુવતી છે, જેને મેં મેળવી છે. જેણે મને જીવન વિશે ઘણું બધુ શીખવાડ્યું છે અને એક સારી વ્યક્તિ બનાવી છે. હવે હું ખુદથી આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યો છું. હું ખુદને એક તરફ રાખીને કોઈ વ્યક્તિને પ્રાથમિકતા આપવાનું શીખ્યો છું. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Not only today, everyday is valentines with you! Happy valentines everyone ❤️ Share love As much as you can !

A post shared by Hardik Pandya (@hardikpandya93) on

નતાશા સાથે પહેલી મુલાકાત વિશે હાર્દિક પંડ્યાએ કહ્યું કે, જ્યારે હું નતાશાને પહેલીવાર મળ્યો હતો ત્યારે મને ખબર ન હતી કે હું આખરે કોણ છું. હાર્દિકે રવિવારે જ ઈન્સ્ટાગ્રામના માધ્યમથી જણાવ્યું કે, તે પિતા બનનાર છે. તેણે કહ્યું કે, મારી અને નતાશાની જિંદગીની સફર બહુ જ સારી રહી છે. હવે બધું સારુ થવાનું છ. અમારા નાનકડા પરિવારમાં એક નવા સદસ્યની એન્ટ્રી થવાની છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર