બીસીસીઆઈ પ્રમુખની જેમ વિરાટ કોહલીને મળીશઃ સૌરવ ગાંગુલી
ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને મળવા પર સૌરવ ગાંગુલી બીસીસીઆઈના પ્રમુખની જેમ વાત કરશે. પૂર્વ ભારતીય કેપ્ટન અને નવા ચૂંટાયેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના પ્રમુખ સૌરવ ગાંગુલીએ અહીં સોમવારે કહ્યું, 'હું વિરાટ કોહલીને 24 ઓક્ટોબરે મળીશ.
Trending Photos
કોલકત્તાઃ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને મળવા પર સૌરવ ગાંગુલી બીસીસીઆઈના પ્રમુખની જેમ વાત કરશે. પૂર્વ ભારતીય કેપ્ટન અને નવા ચૂંટાયેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના પ્રમુખ સૌરવ ગાંગુલીએ અહીં સોમવારે કહ્યું, 'હું વિરાટ કોહલીને 24 ઓક્ટોબરે મળીશ. જ્યારે હું મળીશ તો તેની સાથે એ રીતે વાત કરીશ જે રીતે બીસીસીઆઈ પ્રમુખ કરે છે.'
બાંગ્લાદેશ વિરુદ્ધ આગામી 3 મેચોની આંતરરાષ્ટ્રીય ટી20 સિરીઝમાં કેપ્ટન વિકાટ કોહલી રમશે કે નહીં? તેના જવાબમાં બીસીસીઆઈના ચૂંટાયેલા નવા પ્રમુખ સૌરવ ગાંગુલીએ કહ્યું, 'હું વિરાટ સાથે વાત કરીશ. તે તેના પર છે કે સિરીઝમાં રમશે કે નહીં.' મહત્વનું છે કે બાંગ્લાદેશે ભારત વિરુદ્ધ ઈન્દોર અને કોલકત્તામાં બે ટેસ્ટ રમવાની છે.
ઉલ્લેખનીય છે કે તે પ્રકારની માહિતી આવી રહી હતી કે બાંગ્લાદેશ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય ટી20 સિરીઝમાં વિરાટ રમશે નહીં, જ્યારે ત્યારબાદ રમાનારી બે મેચોની ટેસ્ટ સિરીઝમાં વાપસી કરશે. મહત્વનું છે કે કેપ્ટન વિરાટ કોહલીએ ભારતીય ટીમ દ્વારા રમેલી અંતિમ 56 આંતરરાષ્ટ્રીયમાથી 48 મેચ રમી છે.
રોહિત અને ઉમેશ યાદવની કરી પ્રશંસા
ઓપનર તરીકે રોહિત શર્માની ઈનિંગની ચર્ચા કરતા ગાંગુલીએ કહ્યું, 'હું રોહિત માટે ખુશ છું. મારે કંઇ કહેવાની જરૂર નથી. તે મોટો બેટ્સમેન છે. અમે જાણીએ છીએ કે તે શું કરવામાં સક્ષમ છે.' સાઉથ આફ્રિકા વિરુદ્ધ સિરીઝમાં રોહિત શર્મા અત્યાર સુધી બેવડી સદી સહિત 529 રન બનાવી ચુક્યો છે. મીડિયા સાથે વાત કરતા પૂર્વ ક્રિકેટરે ઉમેશ યાદવની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું, તે શાનદાર ખેલાડ છે. તે ઓછા ઉછાળ વાળી ભારતીય પિચો પર પણ વિકેટ સરળતાથી લે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે