Asia Cup 2018 : ભારત-પાકિસ્તાન મેચ પહેલાં જાણી લો રસપ્રદ આંકડા
અત્યાર સુધી ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપમાં 12 મેચો રમવામાં આવી છે
Trending Photos
નવી દિલ્હી : ગયા વર્ષની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ પછી ભારત અને પાકિસ્તાન એશિયા કપ 2018માં ફરી એકબીજાની સામે હશે. પાકિસ્તાન તો હોંગકોંગ સામે મળેલી જબરદસ્ત હિટને પગલે સુપર ફોરમાં પહોંચી ગયું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈપણ ફોર્મેટમાં રમાયેલી મેચ મહત્વની હોય છે. ભારતીય ટીમ છ વાર આ ખિતાબ જીતીને ટુર્નામેન્ટની સૌથી સફળ ટીમ બની ગઈ છે. અત્યાર સુધી ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપમાં 12 મેચો રમવામાં આવી છે. આ મેચમાંથી ભારત છ મેચ જીત્યું છે અને પાંચ મેચ હાર્યું છે. આ મેચમાંથી એક મેચ વરસાદને પગલે રદ થઈ છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ થવાની છે ત્યારે અમુક આંકડા પર નજર ફેરવતા રસપ્રદ હકીકત જાણવા મળે છે.
- મોહમ્મદ આમિરે છેલ્લી છ વન-ડેમાં માત્ર એક વિકેટ લીધી છે. આમિરે 45 ઓવર ફેંકીને 163 રન આપ્યા છે. તેની ઇકોનોમી 3.62ની રહી છે.
- રોહિત શર્મા એ ત્રણ ખેલાડીઓમાંથી એક છે જેણે પાકિસ્તાન વિરૂદ્ધ એશિયા કપમાં ત્રણ વાર પચાસ કે એનાથી વધારે રન બનાવ્યા છે. રોહિતનો સ્કોર રહ્યો છે શૂન્ય, નોટઆઉટ 58, 22, 68 અને 56.
- કે.એલ. રાહુલની વન-ડેમાં 2017થી બોલિંગ સરેરાશ 8.71ની રહી છે. તેણે આઠ મેચમાં માત્ર 61 રન બનાવ્યા છે. તેનો મહત્તમ સ્કોર 17નો રહ્યો છે. 2016માં ઝિમ્બાબ્વે વિરૂદ્ધ ડેબ્યુ સિરિઝમાં રાહુલે 196 રન બનાવ્યા હતા. 100 નોટઆઉટ, 33 અને 63 નોટઆઉટ.
- પાકિસ્તાનમાં યુએઇમાં રમાયેલી તમામ 9 વન ડે મેચ જીતી છે. તેણે છેલ્લે 2015માં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ હારનો સામનો કર્યો હતો.
- શોએબ મલિકની ભારત વિરૂદ્ધ વન-ડેમાં સરેરાશ 47.46ની છે. મલિકે ભારત વિરૂદ્ધ 39 ઇનિંગમાં 1661 રન બનાવ્યા છે. આમાં ચાર શતક પણ શામેલ છે. અન્ય ટીમો વિરૂદ્ધ મલિકે 32.5ની સરેરાશથી 5363 રન બનાવ્યા છે. આમાં 5 શતક પણ શામેલ છે.
- શોએબ મલિકે એશિયા કપની ત્રણ મેચોમાં ભારત વિરૂદ્ધ 307 રન બનાવ્યા છે. ભારત-પાકિસ્તાન વચ્ચે કોઈપણ ખેલાડી માટે આ મહત્તમ રન છે. રોહિત શર્માના 5 ઇનિંગમાં બનાવેલા 204 રન ચોથા નંબર પણ સૌથી વધારે રન છે જે કોઈપણ ભારતીયે પાકિસ્તાન વિરૂદ્ધ બનાવ્યા હોય.
- ફખર માત્ર 19 ઇનિંગમાં ત્રણ શતક અને છ અર્ધશતક લગાવી ચૂક્યો છે. સૌથી ખાસ વાત તો એ છે કે તેનો સ્ટ્રાઇક રેટ 101થી પણ વધારે છે. ઝિમ્બાબ્વે વિરૂદ્ધ તે નોટઆઉટ 117 અને નોટઆઉટ 210 રનની ઇનિંગ રમી ચૂક્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે