IND vs SA: કેપ્ટન વિરાટ કોહલીના વખાણ કરતા બોલ્યો રહાણે, ‘600ની પીચ ન હતી, પરંતુ...’
India vs South Africa: ટીમ ઇન્ડિયાના વાઇસ કેપ્ટન અજીક્ય રહાણેએ કહ્યું કે, પૂણેની પીચ 600 રનની લાયક નથી, પરંતુ વિરાટ અને જાડેજાએ ટીમને આ સ્કોર પર પહોચાડ્યા હતા.
Trending Photos
પૂણે: આ સમયે ક્રિકેટમાં ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી ફુલ ફોર્મમાં ચાલી રહ્યો છે. દક્ષિણ આફ્રિકા સામે મહારાષ્ટ્ર કિક્રેટ સંઘ (એમસીએ) સ્ટેડિયમમાં રમાઇ રહેલી ટેસ્ટ મેચના બીજા દિવસે પહેલી ઇન્ગિંગમાં ભારતે 601 રનનો પહાડી સ્કોર ઉભો કરી દીઘો હતો, પરંતુ અજિક્ય રહાણેનું માનવું છે, કે પિચ બેસ્ટમેન માટે વધારે સારી નથી, મેચ બાદ રહાણેએ કહ્યું કે પીચ બેસ્ટમેન માટે વધારે અનુકુળ નથી, પરંતુ કેપ્ટન વિરાટ કોહલી અને જાડેજાએ દમદાર બેટીંગ કરીને ભારતને 600રન જેટલો કરવો સહેલો નથી.
શુ કહ્યું રહાણેએ
રહાણેએ કહ્યું કે, હુ સમજુ છુ કે જે રીતે અમે બેટિંગ કરી તેના વખાણ થવા જોઇએ, શરૂાઆતમાં પિચ પર ફાસ્ટ બોલરોને મદદ મળી રહી હતી, મયંકે સારી બેટીંગ કરી હતી. અમે 600 નહિ પણ 500 રન બનાવવાનું વિચારી રહ્યા હતા, પરંતિ દે રીતે વિરાટ અને જાડેજાએે બેટીંગ કરી તેની મદદથી સ્કોર સહેલાઇથી 600 થઇ ગયો હતો.
600 વાળી પીચ નથી
રહાણેએ કહ્યુ કે, પિચ 600 રન વાળી નથી, હુ અને કોહલી એક સાથે બેટિગ કરવાનું પસંદ કરીએ છીએ, અમને ખબર હતી કે, અમે એક બેસ્ટમેન ઓછો રમાડી રહ્યા છીએ, માટે સારી પાર્ટનરશીપ કરવી જરૂરી હતી. હું સમજુ છું કે આ પાર્ટનરશીપ ખુબ જ મહત્વની હતી. ફાસ્ટ બોલરો જો યોગ્ય સ્થાને બોલિંગ કરે તો તેમને સારી મદદ મળી શકે છે.
જુઓ LIVE TV
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે