IND vs ENG: ભારતમાં ક્રિકેટની વાપસી, તમે આ જગ્યાએ LIVE જોઈ શકશો પ્રથમ ટેસ્ટ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે કાલથી પ્રથમ ટેસ્ટ મેચનો પ્રારંભ થવાનો છે. કોરોના કાળ બાદ ભારતમાં પ્રથમવખત આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ રહી છે.
Trending Photos
ચેન્નઈઃ ભારત અને ઈંગ્લેન્ડ (IND vs ENG) વચ્ચે ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં શુક્રવારથી રમાશે. આ મેચ જ્યાં ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટ (Joe Root) ના કરિયરની 100મી ટેસ્ટ છે તો ભારતીય ટીમ માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે જીત જરૂરી છે. કોરોના વાયરસને કારણે 11 મહિના બાદ ભારત પ્રથમ વખત ક્રિકેટ મેચની યજમાની કરી રહ્યું છે.
ભારત (IND) અને ઈંગ્લેન્ડ (ENG) વચ્ચે સિરીઝની પ્રથમ ટેસ્ટ ક્યારે રમાશે?
ભારત (IND) અને ઈંગ્લેન્ડ (ENG) વચ્ચે સિરીઝની પ્રથમ ટેસ્ટ 5 ફેબ્રુઆરીથી રમાશે.
ભારત (IND) અને ઈંગ્લેન્ડ (ENG) વચ્ચે સિરીઝની પ્રથમ ટેસ્ટ ક્યાં રમાશે?
ભારત (IND) અને ઈંગ્લેન્ડ (ENG) વચ્ચે સિરીઝની પ્રથમ ટેસ્ટ ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં રમાશે.
ભારત (IND) અને ઈંગ્લેન્ડ (ENG) વચ્ચે સિરીઝની પ્રથમ ટેસ્ટ ક્યારે શરૂ થશે?
ભારત (IND) અને ઈંગ્લેન્ડ (ENG) વચ્ચે સિરીઝની પ્રથમ ટેસ્ટ ભારતીય સમયાનુસાર સવારે 9.30 કલાકે શરૂ થશે. ટોસ સવારે 9 કલાકે થશે.
ભારત (IND) અને ઈંગ્લેન્ડ (ENG) વચ્ચે સિરીઝનું લાઇવ પ્રસારણ ક્યાં થશે?
તમે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝ સ્ટાર સ્પોર્ટસ પર લાઈવ જોઈ શકશો. આ સિવાય ઓનલાઇન હોટસ્ટાર+ડિઝ્ની પર જોઈ શકશો.
ટીમ આ પ્રકારે છે..
ભારતઃ ભારત: વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (વાઇસ-કેપ્ટન), રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, રિષભ પંત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, જસપ્રીત બુમરાહ, ઇશાંત શર્મા, મોહમ્મદ સિરાજ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, હાર્દિક પંડ્યા, મયંક અગ્રવાલ, કેએલ રાહુલ, રિદ્ધિમાન સાહા, શાર્દુલ ઠાકુર.
ઈંગ્લેન્ડઃ ઇંગ્લેન્ડ: જો રૂટ (કેપ્ટન), જેક ક્રાઉલી, ડોમિનિક સિબ્લી, રોરી બર્ન્સ, ઓલી પોપ, ડેન લોરેન્સ, બેન સ્ટોક્સ, જોસ બટલર (વિકેટકીપર), બેન ફોક્સ, મોઈન અલી, ક્રિસ વોક્સ, જોફ્રા આર્ચર, જેમ્સ એન્ડરસન, સ્ટુઅર્ટ બ્રોડ, ડોમિનિક બેસ, જેક લીચ, એલી સ્ટોન.
મેચ સમયઃ ભારતીય સમયાનુસાર સવારે 9.30 કલાકે શરૂ થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે