INDvsAUS: ટી-20માં ભારે પડશે ઓસ્ટ્રેલીયા પર ટીમ ઇન્ડિયા, કોહલી બ્રિગેડના આ રહ્યા રોકોર્ડ
ઓસ્ટ્રેલિયા પ્રવાસ ટીમ ઇન્ડિયા માટે માટે પડકાર રૂપ માનવામાં આવતો હોય પણ ઓસ્ટ્રેલિયા સામે ટીમનો રેકોર્ડ એકદમ જોરદાર છે.
Trending Photos
નવી દિલ્હી: ટીમ ઇન્ડિયા તેના ઓસ્ટ્રેલિયા પ્રવાસને લઇને બ્રિસબેન પહોંચી ગઇ છે. આ દરમિયાન તમામ પ્રકારની વાતો થઇ રહી છે,જેમાં સૌથી વધારે ચર્ચા ઓસ્ટ્રેલિયાન ટીમના સ્ટીવ સ્મિથ અને ડૈવિડ વોર્નરની બિન ઉપસ્થિતી છે. આ વાતોમાં સૌથી ખાસ વાત તો એ છે કે આ 2016માં બંન્ને ટીમો વચ્ચે થયેલી ત્રણ ટી-20 મેચોની સીરીઝમાં ઓસ્ટ્રેલીયઓ તેના જ ઘરમા ભારત સામે ક્લિન સ્વિપનો સામનો કરવો પડ્યો હતો.
આમતો સૌથી વધારે ધ્યાન ટેસ્ટ સીરીઝમાં છે. પરંતુ આગામી 21મી થી શરૂ થઇ રહેલી ટી-20 મેચોની સરીઝ પણ ચર્ચાઓને વિષય બની છે. ટી-20માં ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલીય પર ભારે પડી શકે છે. બંન્ને દેશો વચ્ચે અત્યાર સુધીમાં 15 મેચો રમાઇ છે. જેમાંથી 10 મેચમાં ટીમ ઇન્ડિયાની જીત થઇ છે. અને મહત્વનું છે, કે 15 મેચોમાં સૌથી વધારે 9 વાર એટીમ જીતી હતી જેણે પ્રથમ બોલિંગ કરી હોય.
આ લોકોએ કરી 15 મેચોમાં કેપ્ટનશીપ
આ 15 મેચોમાં માત્ર બે લોકોએ જ ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી છે. જેમાં 13 વાર એમ.એમ ધોની અને બે વાર વિરાટ કોહલી કેપ્ટન હતો. જ્યારે ઓસ્ટ્રેલયા એ અત્યાર સુધીમાં 7 કેપ્ટન બદલી દીધા છે. જેમાં જોર્જ વેલી(5વાર) એરોન ફિંત, માઇકલ ક્લાર્ક, ડેવિડ વોર્નર (2 વાર) અને એડમ ગિલક્રિસ્ટ રિકી પોન્ટિંગ, સ્ટીવન સ્મિથ અને શેન વૉટસને એક-એક વાર કેપ્ટનશીપ કરી છે.
બંન્ને દેશો વચ્ચે થયેલી પહેલી ટી-20 ભારતે જીતી હતી
બંન્ને દેશો વચ્ચે થયેલી પહેલી ટી-20મેચ 22 સપ્ટેમ્બર 2007માં દક્ષિણ આફ્રિકાના કિંગ્સમીડમાં આઇસીસી ટી-20 વર્લ્ડકપ દરમિયાન થયું હતું. સેમિફાઇનલમાં બંન્ને ટીમોની વચ્ચે ટક્કર થઇ હતી. આ મેચ ટીમ ઇન્ડિયાએ 15 રનથી જીતી હતી. આ સાથે જ ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને ટૂર્નામેન્ટની વિજેતા થઇ હતી.
ઓસ્ટ્રેલિયામાં 6માંથી 4 મેચમાં જીત્યું છે ભારત
માત્ર ઓસ્ટ્રેલિયામાં અત્યાર સુધીમાં બંન્ને દેશો વચ્ચે કુલ 6 ટી-20 ઇન્ટરનેશનલ મેચોમાં ટીમ ઇન્ડિયાને માત્ર ચાર મેચો જીતી છે. જ્યારે બે મેચોમાં હાર મળી હતી, બંન્ને ટીમોની વચ્ચે થયેલા 15 મેચોમાં સૌથી વધારે સ્કોર ટીમ ઇન્ડિયાએ કર્યો છે. ભારતે 2013માં રાજકોટમાં 201 રનોની પીછો કરતા 202 રન બનાવ્યા હતા. જ્યારે અહિં બંન્ને ટીમોની વચ્ચે સૌથી ઓછો સ્કોર પણ 2008માં ટીમ ઇન્ડિયાએ બનાવ્યો હતો. મેલબોર્નમાં એ મેચમાં ટીમ ઇન્ડિયાને પહેલા બેટિંગ કરી 74 રન બનાવ્યા હતા.
વિરાટ કોહલીનો આ છે રેકોર્ડ
વિરાટ કોહલીએ બે દેશો વચ્ચે થયેલી મેચોમાં સૌથી વધારે ત્રણ વાર મેન ઓફ ધ મેચ બન્યો છે. વિરાટ ઓસ્ટ્રેલીયા સામેની મેચોમાં સોથી વધારે રન બનાવનારો ભારતીય બેસ્ટમેન છે. તેણે કુલ 423 રન બનાવ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે