આ દિવસે શરૂ થઈ શકે છે IPL 2021, 30 મેએ રમાઈ શકે છે ફાઇનલ મુકાબલો

આગામી સપ્તાહે આઈપીએલ ગવર્નિંગ કાઉન્સની બેઠક મળી શકે છે. તેમાં ટૂર્નામેન્ટના કાર્યક્રમ અને સ્થળ પર અંતિમ નિર્ણય લેવામાં આવશે. 
 

આ દિવસે શરૂ થઈ શકે છે IPL 2021, 30 મેએ રમાઈ શકે છે ફાઇનલ મુકાબલો

નવી દિલ્હીઃ IPL 2021: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2021ની શરૂઆત ક્યારે થશે તેની ફેન્સ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. હવે તેની તારીખ સામે આવી ગઈ છે અને લગભગ તેની શરૂઆત 9 એપ્રિલથી થઈ શકે છે જ્યારે ફાઇનલ મુકાબલો 30 મેએ રમાશે. પરંતુ આ તારીખો પર અંતિમ નિર્ણય ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં લેવામાં આવશે. 

ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં આઈપીએલની 14મી સીઝનની તારીખ, સ્થળ અને અન્ય વાતોનો નિર્ણય લેવામાં આવશે. આ બેઠકનું આયોજન આગામી સપ્તાહે થઈ શકે છે. તમને જણાવી દઈએ કે પાછળા વર્ષે કોરોનાને કારણે આઈપીએલનું આયોજન યૂએઈમાં કરમવામાં આવ્યું હતું. આઈપીએલ 2021ના મામલા પર એએનઆઈ સાથે વાત કરતા ગવર્નિંગ કાઉન્સિલના એક સભ્યએ કહ્યુ, તેની તારીખને લઈને નિર્ણય બેઠકમાં કરવામાં આવશે, પરંતુ જે પ્રપોઝલ તારીખ આપવામાં આવી છે તે પ્રમાણે તેની શરૂઆત 9 એપ્રિલથી થશે અને ફાઇનલ મેચ 30 મેએ રમાશે. 

પહેલા વાત ચાલી રહી હતી કે આઈપીએલનું આયોજન મુંબઈમાં થઈ શકે છે, પરંતુ ત્યારબાદ અન્ય છ સ્થળોના નામ સામે આવ્યા. હવે સવાલ છે કે ક્યા શહેરમાં આ લીગનું આયોજન થશે? અહેવાલો પ્રમાણે બીસીસીઆઈ છ શહેરોમાં તેનું આયોજન કરાવશે. તેમાં અમદાવાદ, ચેન્નઈ, બેંગલુરૂ, નવી દિલ્હી, કોલકત્તા અને મુંબઈ સામેલ છે. મુંબઈમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે પરંતુ રાજ્ય સરકારે બીસીસીઆઈને સહાયતા આપવાની વાત કહી છે. 

એએનઆઈ સાથે વાત કરતા અધિકારીએ કહ્યુ કે, અમે એકથી વધુ શહેરોમાં આયોજન કરવાની યોજના બનાવી રહ્યાં છીએ. દરેક સંભાવના પર વિચાર કરવામાં આવી રહ્યો છે અને કોવિડ-19 મહામારીને ધ્યાનમાં રાખતા કોઈ નિર્ણય લેવામાં આવશે. અમારા માટે ખેલાડીઓની સુરક્ષા પ્રાથમિકતા હશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news