GT vs RR: Gujarat Titans માટે મેચ વિનર સાબિત થયા આ 3 ખેલાડી, પુરૂ કરશે Hardik Pandya નું સપનું!

આઇપીએલ 2022 પોતાના અંતિમ પડાવ પર પહોંચી ચૂકી છે. આવતીકાલે (29 મે) આઇપીએલ 2022 ની ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સનો સામનો રાજસ્થાન રોયલ્સ સાથે થશે. ગુજરાત ટાઇટન્સે આઇપીએલ 2022 માં ખૂબ શાનદાર ઇનિંગ રમી છે.

GT vs RR: Gujarat Titans માટે મેચ વિનર સાબિત થયા આ 3 ખેલાડી, પુરૂ કરશે Hardik Pandya નું સપનું!

Gujarat Titans IPL 2022 Final: આઇપીએલ દુનિયાની સૌથી વધુ જોનારી ક્રિકેટ લી છે. આઇપીએલ 2022 પોતાના અંતિમ પડાવ પર પહોંચી ચૂકી છે. આવતીકાલે (29 મે) આઇપીએલ 2022 ની ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સનો સામનો રાજસ્થાન રોયલ્સ સાથે થશે. ગુજરાત ટાઇટન્સે આઇપીએલ 2022 માં ખૂબ શાનદાર ઇનિંગ રમી છે. ગુજરાત માટે ત્રણ પ્લેયર્સ મેચ વિનર સાબિત થયા છે, જે થોડા બોલમાં જ મેચનું વલણ બદલી દે છે. 

શુભમન ગિલ
શુભમન ગિલ પોતાની વિસ્ફોટક બેટીંગ મઍટે ફેમસ છે. તે હંમેશા જ ટીમને મજબૂત શરૂઆત અપાવવા માટે ફેમસ છે. આઇપીએલ 2022 માં તેમણે પોતાની બેટિંગ વડે બધાનું દિલજ જીત્યું છે. આઇપીએલ 2022 ની 15 મેચોમાં શુભમન ગિલે 438 રન બનાવ્યા છે. શુભમન પાસે તે આવડત છે કે તે કોઇપણ પિચ પર રન બનાવી શકે છે. તે ગુજરાત ટાઇટન્સની બેટીંગ આક્રમણની મહત્વપૂર્ણ કડી બની ગયા છે. 

રાશિદ ખાન
ગુજરત ટાઇટન્સ પાસે ટી 20 ક્રિકેટના મહારથી બોલર રાશિદ ખાન હાજર છે. રાશિદની બોલને રમવી કોઇના માટે સરળ નથી. તે પોતાની ગુગલી બોલ માટે ફેમસ છે. રાશિદ ખાને આઇપીએલ 2022 માં કમલનું પ્રદર્શન કર્યું છે. તેમણે આઇપીએલ 2022 ની 15 મેચોમાં 18 વિકેટ પોતાના નામે કરી છે. ભારતીય પીચો હંમેશાથી જ સ્પિનર્સને સપોર્ટ કરે છે. આ પિચોનો રાશિદ ખાને ભરપૂર ફાયદો ઉઠાવ્યો છે. 

ડેવિડ મિલર
ગુજરાત ટાઇટન્સ પોતાની મોટાભાગની મેચ અંતિમ ઓવર્સમાં જીતી છે. તેમાં સૌથી મોટું યોગદાન ડેવિડ મિલરનું રહ્યું છે. મિલરે ગુજરાત ટાઇટન્સ માટે ફિનિશરની ભૂમિકા ભજવી છે. તેમણે પોતાના દમ પર ગુજરાત ટાઇટન્સને ઘણી મેચ જીતાડી છે. આઇપીએલ 2022  ની 15 મેચોમાં ડેવિડ મિલરે 449 રન બનાવ્યા. એવામાં ફાઇનલમાં કેપ્ટન હાર્દિક પંડ્યાને તેમની પાસે મોટી ઇનિંગની આશા હશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news