RCB vs MI highlights: ચિન્નાસ્વામીમાં કોહલી અને ફાફનો ધમાકો, બેંગલોરે મુંબઈને 8 વિકેટે પરાજય આપ્યો

RCB vs MI highlights: પાંચ વખતની ચેમ્પિયન મુંબઈએ એકવાર ફરી આઈપીએલમાં પોતાની પ્રથમ મેચમાં હારનો સામનો કર્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 171 રનનો ટાર્ગેટને બે વિકેટ ગુમાવીને હાસિલ કર્યો હતો. વિરાટ અને ફાફે અડધી સદી ફટકારી હતી. 
 

RCB vs MI highlights: ચિન્નાસ્વામીમાં કોહલી અને ફાફનો ધમાકો, બેંગલોરે મુંબઈને 8 વિકેટે પરાજય આપ્યો

બેંગલુરૂઃ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રવિવારે રાત્રે વિરાટ કોહલી (49 બોલમાં અણનમ 82 રન) અને ફાફ ડુપ્લેસિસ (43 બોલમાં 73 રન) ને સુપર-શો જોવા મળ્યો છે. મુંબઈના 171 રનના જવાબમાં બંને ઓપનર્સના શાનદાર પ્રદર્શનની મદદથી બેંગલોરે મુંબઈ ઈન્ડિયન્સને 22 બોલ પહેલાં 8 વિકેટે પરાજય આપ્યો છે.  મેદાનનો કોઈ એવો ખુણો બાકી રહ્યો નહીં, જ્યાં ચોગ્ગા-છગ્ગા ન લાગ્યા હોય. બંને ધુરંધર બેટર મેચ જલદી પૂરી કરવાની ફિરાકમાં લાગી રહ્યાં હતા. આરસીબીએ બે વિકેટ ગુમાવીને લક્ષ્ય હાસિલ કર્યો હતો. કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ 15મી ઓવરમાં આઉટ થયો હતો. ત્યારબાદ દિનેશ કાર્તિક પણ શૂન્ય રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. 

ફરી પહેલી મેચ હાર્યું મુંબઈ
આ રીતે આઈપીએલની 16મી સીઝનનો પ્રારંભ આરસીબીએ જીત તો મુંબઈએ હાર સાથે કર્યો છે. આમ પણ મુંબઈ ઈન્ડિયન્સ સ્લો સ્ટાર્ટર માનવામાં આવે છે અને સીઝનની પ્રથમ મેચ જીતતી નથી. આ વખતે પણ પરંપરા યથાવત રહી છે. વર્ષ 2014માં જ્યારે રોહિત શર્માએ ટીમની કમાન સંભાળી હતી, આ નવ વર્ષમાં હિટમેને ટીમને પાંચ વખત ચેમ્પિયન બનાવી, પરંતુ મુંબઈની ટીમ ક્યારેય પ્રથમ મેચ જીતી શકી નથી. 

વિરાટ કોહલીને બે જીવનદાન
સાત અને 68 રન પર મળેલા બે જીવનદાનનો વિરાટ કોહલી ફાયદો ઉઠાવ્યો હતો. પોતાની 82 રનની ઈનિંગમાં વિરાટ કોહલીએ સિક્સ ફટકારી ટીમને જીત અપાવી હતી. રનચેઝને લઈને જીત મળવા સુધી ક્રીઝ પર ઉભેલા કોહલીના બેટથી છ ચોગ્ગા અને પાંચ છગ્ગા નિકળ્યા હતા. ફાફ ડુપ્લેસિસે પાંચ ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા હતા. ચોથા નંબર પર આવેલા ગ્લેન મેક્સવેલે ત્રણ બોલમાં બે સિક્સની મદદથી અણનમ 12 રન ફટકાર્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news