જસપ્રીત બુમરાહે 2019ને સિદ્ધિઓ અને શીખવાનું વર્ષ ગણાવ્યું

બુમરાહે કહ્યું કે, આ વર્ષે તે ઘણું શીખ્યો અને સાથે આગામી વર્ષની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છે. 

જસપ્રીત બુમરાહે 2019ને સિદ્ધિઓ અને શીખવાનું વર્ષ ગણાવ્યું

નવી દિલ્હીઃ ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે મંગળવારે વર્ષ 2019ને મેદાનની અંદર અને બહાર 'સિદ્ધિ', શીખવું અને યાદો'નું વર્ષ ગણાવ્યું અને કહ્યું કે, તે 2020માં અન્ય એક સફળ વર્ષની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છે. 

બુમરાહે પોતાના ટ્વીટર હેન્ડલ પર આ વર્ષ પોતાની સિદ્ધિઓની કેટલિક તસવીરો શેર કરતા લખ્યું છે, 'વર્ષ 2019 મેદાનની અંદર અને બહાર સિદ્ધિઓ, શીખ, આકરી મહેનત અને સુખદ યાદો જોડવાનું વર્ષ રહ્યું છે. વર્ષ 2020માં જે પણ હાસિલ કરીશ હું તેની રાહ જોઈ રહ્યો છું.'

બુમરાહ વર્ષ 2019માં ન માત્ર ત્રણેય ફોર્મેટમાં ભારતીય ફાસ્ટ બોલિંગનો આગેવાન બન્યો પરંતુ વિશ્વનો સર્વશ્રેષ્ઠ બોલર પણ બન્યો છે. 26 વર્ષીય બુમરાહે 2019નું સમાપન એકદિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નંબર એક બોલરના રૂપમાં કર્યું છએ જ્યારે આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં તે છઠ્ઠા નંબરનો બોલર છે. આ વર્ષે બુમરાહ હરભજન સિંહ અને ઇરફાન પઠાણ બાદ ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રિક ઝડપનાર ત્રીજો ભારતીય બોલર બન્યો છે. 

— Jasprit Bumrah (@Jaspritbumrah93) December 31, 2019

બુમરાહે અત્યાર સુધી ભાતર તરફથી 12 ટેસ્ટ, 58 વનડે અને 42 આંતરરાષ્ટ્રીય મેચોમાં ક્રમશઃ 62, 103 અને 51 વિકેટ ઝડપી છે. આ બોલર ઈજાગ્રસ્ત હોવાને કારણે ઓગસ્ટથી બહાર છે. તે ઈજા બાદ આગામી 5 જાન્યુઆરીથી શ્રીલંકા સામે શરૂ થઈ રહેલી ટી20 સિરીઝમાં વાપસી કરવા તૈયાર છે. તેને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 14 જાન્યુઆરીથી શરૂ થતી વનડે સિરીઝમાં પણ તક આપવામાં આવી છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news