IPL 2022: રોમાંચક મેચમાં લખનઉનો 6 વિકેટે વિજય, ચેન્નઈને મળી સતત બીજી હાર

Lucknow Super Giants vs Chennai Super Kings: ઈન્ડિયન પ્રીમિયર લીગમાં લખનઉ સુપર જાયન્ટ્સે પોતાની પ્રથમ જીત મેળવી લીધી છે. બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાયેલી આઈપીએલની સાતમી મેચમાં ચેન્નઈને 6 વિકેટે પરાજય આપી લખનઉએ શાનદાર જીત મેળવી છે. 

IPL 2022: રોમાંચક મેચમાં લખનઉનો 6 વિકેટે વિજય, ચેન્નઈને મળી સતત બીજી હાર

મુંબઈઃ ઈવિન લુઈસ (55*) અને ડિકોક (61) રનની મદદથી લખનઉ સુપર જાયન્ટ્સે આઈપીએલ-2022ની સાતમી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સને 6 વિકેટે હરાવી સીઝનમાં પોતાની પ્રથમ જીત મેળવી છે. આ સાથે ચેન્નઈએ સતત બીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈએ 20 ઓવરમાં 7 વિકેટે 210 રન બનાવ્યા હતા. જેના જવાબમાં લખનઉ સુપર જાયન્ટ્સે 19.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. 

લખનઉની ઈનિંગનો રોમાંચ
ચેન્નઈએ આપેલા મોટા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી લખનઉ માટે કેપ્ટન કેએલ રાહુલ અને ક્વિન્ટન ડિકોકે આક્રમક શરૂઆત અપાવી હતી. પ્રથમ 5 ઓવરમાં બંને બેટરોએ મળીને ટીમ માટે 51 રન જોડ્યા હતા. પાવરપ્લેની 5 ઓવરમાં બંનેએ ટીમનો સ્કોર 55 રન સુધી પહોંચાડી દીધો હતો. ડિકોકે 34 બોલમાં 9 ચોગ્ગાની મદદથી પોતાના 50 રન પૂરા કર્યા હતા. લખનઉને પ્રથમ ઝટકો કેએલ રાહુલના રૂપમાં લાગ્યો હતો. રાહુલ 26 બોલમાં 3 સિક્સ અને બે ફોર સાથે 40 રન બનાવી આઉટ થયો હતો. 

મનીષ પાંડે સતત બીજી મેચમાં ફ્લોપ રહ્યો અને તે 6 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ ડીકોક 45 બોલમાં 9 ચોગ્ગાની મદદથી 61 રન બનાવી પ્રિટોરિયસની ઓવરમાં આઉટ થયો હતો. ત્યારબાદ દીપક હુડ્ડા માત્ર 13 રન બનાવી બ્રાવોનો શિકાર બન્યો હતો. પરંતુ અંતમાં ઇવિન લુઈસ 23 બોલમાં 6 ફોર અને ત્રણ સિક્સ સાથે અણનમ 55 અને આયુષ ભદોણીના 9 બોલમાં 19 રનની મદદથી લખનઉએ લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. 

ચેન્નઈની ઈનિંગ, ઉથપ્પાની અડધી સદી
સીએસકેના ઓપનર રુતુરાજ ગાયકવાડનું બેટ આ મેચમાં પણ શાંત રહ્યુ અને તે એક રન બનાવી રનઆઉટ થયો હતો. રોબિન ઉથપ્પાએ 27 બોલમાં 50 રન બનાવ્યા હતા. ઉથપ્પા રવિ બિશ્નોઈનો શિકાર બન્યો હતો. મોઇન અલી 35 રન બનાવી આવેશ ખાનની ઓવરમાં બોલ્ડ થયો હતો. અંબાતી રાયડૂને 27 રનના સ્કોર પર બિશ્નોઈએ પેવેલિયન મોકલી આપ્યો હતો. 

શિવમ દુબેએ 30 બોલમાં 49 રન ફટકાર્યા હતા, પરંતુ તે 1 રનથી અડધી સદી ચુકી ગયો હતો. તેને આવેશ ખાને આઉટ કર્યો હતો. કેપ્ટન રવિન્દ્ર જાડેજા 17 રન બનાવી આઉટ થયો હતો. પ્રિટોરિયસ શૂન્ય રને આઉટ થયો હતો. લખનઉ માટે આવેશ ખાન, એન્ટ્રૂ ટાય અને રવિ બિશ્નોઈએ બે-બે વિકેટ લીધી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news