મિતાલી રાજે તોડ્યું મૌન, બોલી- કોચ પોવાર પર લગાવ્યા ગંભીર આરોપ
35 વર્ષી મિતાલીને વેસ્ટ ઈન્ડિઝમાં રમાયેલા વિશ્વ ટી20માં સતત બે અડધી સદી ફટકારવા છતાં તેને સેમિ ફાઇનલમાં તક ન આપવામાં આવી જેમાં ભારતનો 8 વિકેટે પરાજય થયો હતો.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતીય મહિલા વનડે ક્રિકેટ ટીમના કેપ્ટન મિતાલી રાજે મંગળવારે સીઓએ સભ્ય ડાયના એડુલ્જી પર પક્ષપાતનો આરોપ લગાવ્યો છે, આ સાથે તેણે મહિલા ટીમના મુખ્ય કોચ રમેશ પોવાર પર આરોપ લગાવતા કહ્યું કે, પૂર્વ ક્રિકેટરે તેને અપમાનિત કરી છે. મહિલા વર્લ્ડ ટી20માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ સેમિ ફાઇનલ મેચ પહેલા ટીમની બહાર બેસાડવામાં આવેલ મિતાલીએ મૌન તોડતા કહ્યું કે, એડુલ્જીએ તેની વિરુદ્ધ પદનો ફાયદો ઉઠાવ્યો છે.
35 વર્ષીય મિતાલીને વેસ્ટ ઈન્ડિઝમાં રમાયેલી વર્લ્ડ ટી20માં સતત અડધી સદી ફટકારવા છતા સેમિ ફાઇનલમાં તક ન અપાઇ જે મેચમાં ભારતનો આઠ વિકેટે પરાજય થયો હતો. મિતાલીએ બીસીસીઆઈ સીઈઓ રાહુલ જૌહરી અને ક્રિકેટ ઓપરેશન જનરલ મેનેજર સબા કરીમને પત્ર લખીને પોતાનો પક્ષ રાખ્યો છે.
Always reposed faith in Diana Edulji and have always respected her and her position as a member of COA, Never did I think she will use her position against me, more after hearing what I had to go through in Caribbean as I had spoken to her about it:Mithali Raj to BCCI (file pic) pic.twitter.com/zJMGvys8mR
— ANI (@ANI) November 27, 2018
મિતાલીએ લખ્યું, 20 વર્ષના લાંબા ક્રિકેટ કરિયરમાં પ્રથમવાર મને ખુબ દુખ અને નિરાશાનો અનુભવ થઈ રહ્યો છે. મને તે વિચારવા પર મજબૂર કરવામાં આવી કે દેશ માટે મારી સેવા સત્તામાં બેઠેલા કેટલાક લોકો માટે મહત્વ રાખે છે જે મને બરબાદ કરવા અને મારો આત્મવિશ્વાસ તોડવામાં લાગેલા છે.
Her(COA member Diana Edulji) brazen support in the press with regard to the decision of my benching in the semifinal of the T20 World Cup has left me deeply distressed, more because she knows the real facts having spoken to me: Mithali Raj in a letter to BCCI https://t.co/rKfx4xPApx
— ANI (@ANI) November 27, 2018
તેણે લખ્યું, મારે ટી20 ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર વિરુદ્ધ કશું કહેવું નથી, માત્ર તેના તે નિર્ણયમાં જેમાં તેણે કોચ પવારના મને અંતિમ ઈલેવનમાંથી બહાર રાખવાના નિર્ણયનું સમર્થન કર્યું હતું. હું પ્રથમવાર દેશ માટે વિશ્વકપ જીતવા ઈચ્છતી હતી અને મારે દુખની સાથે કહેવું પડે છે કે, અમે આ સ્વર્ણિંમ તક ગુમાવી દીધી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે