મહિલા ક્રિકેટ વિવાદઃ કોચ રમેશ પોવાનો વળતો પ્રહાર, જાણો શું કહ્યું મિતાલી અંગે...

ક્રિકેટર મિતાલી રાજના આરોપોનો જવાબ આપતા કોચ રમેશ પોવારે જણાવ્યું છે કે, મિતાલની સંભાળવી અત્યંત મુશ્કેલ કામ છે 

મહિલા ક્રિકેટ વિવાદઃ કોચ રમેશ પોવાનો વળતો પ્રહાર, જાણો શું કહ્યું મિતાલી અંગે...

નવી દિલ્હીઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો વિવાદ હવે આગળ વધી રહ્યો છે. સ્ટાર ખેલાડી મિતાલી રાજે મંગળવારે કોચ રમેશ પોવાર અને વહીવટી સમિતી (CoA)ના સભ્ય ડાયના એડલ્જી પર પક્ષપાતના આરોપ લગાવ્યા હતા. કોચ રમેશ પોવારે બુધવારે સ્વીકાર્યું કે તેના અને મિતાલી રાજ વચ્ચેના સંબંધો 'તણાવપૂર્ણ' છે. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું કે, મહિલા ટી20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં મિતાલીને બહાર રાખવાનો નિર્ણય સંપૂર્ણપણે ક્રિકેટ સાથે જોડાયેલો નિર્ણય હતો. 

ભારતીય મહિલા ટીમની સૌથી સીનિયર ખેલાડી અને પોતાને નામ અનેક રેકોર્ડ ધરાવનારી મિતાલી રાજે તાજેતરમાં જ બીસીસીઆઈના સીઈઓ રાહુલ જોહરી અને મહાપ્રબંધક (ક્રિકેટ સંચાલન) સબા કરીમને લખેલા એક ઈમેલમાં ગંભીર આરોપ લગાવ્યા હતા. તેણે જણાવ્યું હતું કે, વેસ્ટ ઈન્ડિઝમાં રમાયેલા ટી20 વર્લ્ડ કપ દરમિયાન કોચ રમેશ પોવારે તેનું અપમાન કર્યું હતું અને ટીમમાંથી બહાર રાખવા અંગે તે રડી પડી હતી. તેણે સોમવારો બોર્ડના અધિકારીઓ સાથે રૂબરૂ પણ મુલાકાત કરી હતી. 

— ANI (@ANI) November 27, 2018

આ સમગ્ર વિવાદ પર પોતાનો પક્ષ રજુ કરવા માટે રમેશ પોવાર પણ બીસીસીઆઈના સીઈઓ રાહુલ જોહરી અને મહાપ્રબંધક (ક્રિકેટ સંચાલન) સબા કરીમને મળ્યા હતા. બીસીસીઆઈના સૂત્રોએ જણાવ્યું કે, 'રમેશ પોવારે સ્વીકાર્યું છે કે મિતાલી અને તેમના વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ છે. પોવારને કોચ બન્યા બાદ હંમેશાં એવું લાગ્યુ્ં છે કે, તે (મિતાલી) બધાથી અલગ રહેનારી ખેલાડી છે અને તેને સંભાળવી અત્યંત મુશ્કેલ કામ છે.'

મિતાલી રાજના વિવાદાસ્પદ મામલા પર સીઓએએ માંગ્યો જવાબ

જોકે, આ અધિકારીએ જણાવ્યું કે, 'મિતાલીને સેમીફાઈનલમાં ટીમમાંથી બહાર રાખવા અંગે રમેશ પોવારની બદલાની ભાવના ન હતી, પરંતુ રણનીતિનો એક ભાગ હતું.' ઉલ્લેખનીય છે કે, ઈંગ્લેન્ડે આ મેચમાં ભારતને 8 વિકેટે હરાવ્યું હતું. બીસીસીઆઈના અધિકારીએ જણાવ્યું કે, 'રમેશે સ્પષ્ટતા કરી છે કે ખરાબ સ્ટ્રાઈક રેટના કારણે તેને (મિતાલી)ને ઈંગ્લેન્ડ સામેની મેચમાં બહાર રાખવામાં આવી હતી. આ ઉપરાંત ટીમ મેનેજમેન્ટ છેલ્લી મેચમાં વિજય મેળવનારી ટીમને યથાવત રાખવા માગતું હતું.'

રમેશ પોવારને જ્યારે પુછવામાં આવ્યું કે, આયર્લેન્ડ અને પાકિસ્તાન સામેની મેચમાં મિતાલી રાજનો સ્ટ્રાઈક રેટ કેમ દેખાયો નહીં તો આ અંગે તેમની પાસે કોઈ જવાબ ન હતો. મિતાલીએ આ બંને મેચમાં અડધી સદી ફટકારી હતી અને તેને મેન ઓફ ધ મેચ પસંદ કરાઈ હતી. 

આ ઉપરાંત એક ચર્ચા એવી પણ થઈ ખે, શું મિતાલીને બહાર રાખવા માટે કોઈ પ્રભાવશાળી અધિકારીનું દબાણ હતું. સૂત્રોએ જણાવ્યું કે, પોવારે કોઈનો ફોન આવવાની વાતનું ખંડન કર્યું છે, પરંતુ દાવો કર્યો છે કે તેઓ એ બાબતથી માહિતગાર હતા કે, 'બીસીસીઆઈનો પ્રભાવશાળી વ્યક્તિ' ટીમ મેનેજર (તૃપ્તી ભટ્ટાચાર્ય) અને પ્રવાસના પસંદગીકર્તા (સુધા શાહ)ના સંપર્કમાં હતો. 

આ અગાઉ મિતાલી રાજે બુધવારે સીઓઓની સભ્ય ડાયના એડલ્જી પર પણ પક્ષપાત કરવાનો આરોપ લગાવ્યો હતો. વન ડે ટીમની કેપ્ટને જણાવ્યું કે, એડલ્જીએ તેની સામે તેમના પદનો ઉપયોગ કર્યો છે. એડલ્જીએ અત્યાર સુધી મિતાલીના આરોપો અંગે પ્રતિક્રિયા આપી નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news