MIvsDC: દિલ્હીને 57 રને કારમો પરાજય આપી મુંબઈ ઈન્ડિયન્સનો દબદબાભેર ફાઇનલમાં પ્રવેશ

મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ 2020ની ફાઇનલમાં પહોંચી ગઈ છે. દુબઈમાં રમાયેલી ક્વોલિફાયર-1મા મુંબઈએ દિલ્હીને 57 રને પરાજય આપ્યો છે. 

MIvsDC: દિલ્હીને 57 રને કારમો પરાજય આપી મુંબઈ ઈન્ડિયન્સનો દબદબાભેર ફાઇનલમાં પ્રવેશ

દુબઈઃ મુંબઈ ઈન્ડિયન્સ (MI)એ ધમાકેદાર પ્રદર્શન કરીને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020)ની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. મુંબઈએ ક્વોલિફાયર-1મા દિલ્હી કેપિટલ્સ (DC)ને 57 રને કારમો પરાજય આપ્યો છે. મુંબઈની ટીમ અત્યાર સુધી ચાર વખત ટ્રોફી જીતી ચુકી છે અને પાંચમાં ટાઇટલ જીતવાની નજીક પહોંચી ગઈ છે. આ હાર બાદ દિલ્હીને ફાઇનલમાં પહોંચવાની વધુ એક તક મળવાની છે. દિલ્હી હવે રવિવારે એલિમિનેટરની વિજેતા ટીમ સામે ટકરાશે. મુંબઈ ઈન્ડિયન્સને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 200 રન બનાવ્યા હતા. જેના જવાબમાં દિલ્હીની ટીમ 
 
બોલ્ટ, બુમરાહ સામે દિલ્હી ફેલ
મુંબઈએ આપેલા 201 રનના વિશાળ સ્કોરનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સની શરૂઆત નિરાશાજનક રહી હતી. ટીમે શૂન્ય રન પર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ટ્રેન્ટ બોલ્ટે પ્રથમ ઓવરમાં પૃથ્વી શો અને રહાણાને શૂન્ય રન પર આઉટ કર્યા હતા. ત્યારબાદ બીજી ઓવરમાં બુમરાહે શિખર ધવનને શૂન્ય રને આઉટ કરીને મુંબઈને ત્રીજી સફળતા અપાવી હતી. ઈનિંગની ચોથી ઓવરમાં બુમરાહ ફરી ત્રાટક્યો અને શ્રેયસ અય્યર (12)ને આઉટ કરી દિલ્હીને ચોથો ઝટકો આપ્યો હતો. 

સ્ટોયનિસની અડધી સદી
દિલ્હીની ટીમને 41 રનના સ્કોર પર રિષભ પંત (3)ના રૂપમાં પાંચમો ઝટકો લાગ્યો હતો. આ સફળતા ક્રુણાલ પંડ્યાને મળી હતી. ત્યારબાદ માર્કસ સ્ટોયનિસ અને અક્ષર પટેલ વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 71 રનની ભાગીદારી થઈ હતી. માર્કસ સ્ટોયનિસ 65 રન બનાવી બુમરાહનો શિકાર બન્યો હતો. સ્ટોયનિસે 46 બોલમાં 6 ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. 

ડેનિયલ સેમ્સ (0)ને બુમરાહે આઉટ કર્યો હતો. ઈશાન કિશન 33 બોલમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 42 રન ફટકારી પોલાર્ડનો શિકાર બન્યો હતો. રબાડા 15 રન બનાવી અણનમ રહ્યો હતો. મુંબઈ તરફથી બુમરાહે ચાર, બોલ્ટે બે, ક્રુણાલ પંડ્યા અને પોલાર્ડે એક-એક વિકેટ ઝડપી હતી. 

બુમરાહની પાસે પર્પલ કેસ
બુમરાહે ફરી એકવાર દમદાર બોલિંગ કરી હતી. મુંબઈની સીઝનમાં સતત સારૂ પ્રદર્શન કરી રહી છે તેમાં જસપ્રીત બુમરાહનો ફાળો ખુબ મોટો રહ્યો છે. બુમરાહે આજે મહત્વની મેચમાં 4 ઓવરમાં 14 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. આ સાથે બુમરાહની આઈપીએલ-2020મા કુલ 27 વિકેટ થઈ ગઈ છે. તેના નામે પર્પલ કેપ છે. 

ડિ કોકની દમદાર શરૂઆત, રોહિત ફ્લોપ
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત ખરાબ રહી હતી. ટીમને બીજી ઓવરમાં રોહિત શર્મા (0)ના રૂપમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. તેને અશ્વિને LBW આઉટ કર્યો હતો. ત્યારબાદ ડિ કોક અને સૂર્યકુમાર યાદવે ટીમને સંભાળી હતી. બંન્નેએ પાવરપ્લેમાં ટીમનો સ્કોર 63 રન પર પહોંચાડી દીધો હતો. ટીમને બીજો ઝટકો ડિ કોક (40)ના રૂપમાં લાગ્યો હતો. ડિ કોક 25 બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગો ફટકારી અશ્વિનનો શિકાર બન્યો હતો. 

કિશાન-સૂર્યકુમારની અડધી સદી
મુંબઈ તરફથી સૂર્યકુમાર યાદવે ફરી શાનદાર બેટિંગ કરી અડધી સદી ફટકારી હતી. સૂર્યકુમાર 38 બોલમાં 6 ચોગ્ગા અને બે છગ્ગા સાથે 51 રન બનાવી આઉટ થયો હતો. તેને નોર્ત્જેએ કેચઆઉટ કરાવ્યો હતો. ઈશાન કિશને હાર્દિક પંડ્યા સાથે શાનદાર બેટિંગ કરી ટીમનો સ્કોર 200 સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. કિશન 30 બોલમાં 4 ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે 55 રન બનાવી અણનમ રહ્યો હતો. 

અંતિમ ઓવરોમાં પંડ્યાનું તોફાન
મુંબઈને 101 રનના સ્કોર પર પોલાર્ડ (0)ના રૂપમાં ચોથો ઝટકો લાગ્યો હતો. ક્રુણાલ પંડ્યા 13 રન બનાવી સ્ટોયનિસનો શિકાર બન્યો હતો. મુંબઈએ 140 રનના સ્કોર પર પાંચમી વિકેટ બનાવી હતી. ત્યારબાદ હાર્દિક પંડ્યા અને ઈશાન કિશને 23 બોલમાં 60 રનની ભાગીદારી કરી હતી. હાર્દિક પંડ્યા 14 બોલમાં 5 છગ્ગા સાથે 37 રન બનાવી અણનમ રહ્યો હતો. 

દિલ્હી તરફથી અશ્વિને 29 રન આપીને ત્રણ તથા નોર્ત્જે અને સ્ટોયનિસને એક-એક સફળતા મળી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news