T-20: ન્યૂઝીલેન્ડે ઈંગ્લેન્ડને 21 રને હરાવ્યું, સિરીઝ 1-1થી બરાબર
મેન ઓફ ધ મેચ મિશેલ સેન્ટનરની શાનદાર બોલિંગની મદદથી યજમાન ન્યૂઝીલેન્ડે રવિવારે વેસ્ટપેક સ્ટેડિયમમાં રમાયેલી બીજી ટી20 મેચમાં ઈંગ્લેન્ડને 21 રને પરાજય આપ્યો હતો.
Trending Photos
નવી દિલ્હીઃ મેન ઓફ ધ મેચ મિશેલ સેન્ટરન (3/25)ની શાનદાર બોલિંગની મદદથી યજમાન ન્યૂઝીલેન્ડે રવિવારે વેસ્ટપેક સ્ટેડિયમમાં રમાયેલી બીજી ટી20 મેચમાં ઈંગ્લેન્ડને 21 રનથી પરાજય આપ્યો હતો. આ સાથે ન્યૂઝીલેન્ડે પાંચ મેચોની સિરીઝમાં 1-1થી બરોબરી હાસિલ કરી લીધી છે. સિરીઝનો ત્રીજો મુકાબલો 5 નવેમ્બરે નેલસનમાં રમાશે.
ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા આઠ વિકેટ પર 176 રનનો સ્કોર બનાવ્યો અને પછી ઈંગ્લેન્ડને 19.5 ઓવરમાં 155 રન પર ઓલઆઉટ કરી દીધું હતું. ઈંગ્લેન્ડ માટે ડેવિડ મલાને 39 (29 બોલ, 3 ચોગ્ગા, 3 છગ્ગા), જ્યારે કેપ્ટન ઇયોન મોર્ગને 32 અને ક્રિસ જોર્ડને 36 રનનું યોગદાન આપ્યું હતું.
યજમાન ન્યૂઝીલેન્ડ તરફથી સ્પિનર સેન્ટનરની ત્રણ વિકેટ સિવાય કેપ્ટન ટિમ સાઉદી, લોકી ફર્ગ્યુસન અને ઈશ સોઢી બે-બે જ્યારે ડેરિલ મિશેલે એક વિકેટ મેળવી હતી.
New Zealand level the series!
Chris Jordan's explosive 19-ball 36 kept England in the hunt, but 🇳🇿 reclaimed control after Mitchell Santner (3 for 25) dismissed him in the 16th over. 🏴 finished at 155 to lose by 21 runs.#NZvENG SCORECARD 👉 https://t.co/YfgLP3w11j pic.twitter.com/TR0TOchpgD
— ICC (@ICC) November 3, 2019
આ પહેલા ન્યૂઝીલેન્ડે જેમ્સ નીશામ અને માર્ટિન ગુપ્ટિલની આક્રમક ઈનિંગની મદદથી 8 વિકેટ પર 176 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. નીશામે 22 બોલ પર બે ચોગ્ગા અને ચાર છગ્ગાવી મદદથી 42, જ્યારે ગુપ્ટિલે 228 બોલ પર ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 41 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય કોલિન ડી ગ્રાન્ડહોમ અને રોસ ટેલરે 28-28 રનનું યોગદાન આપ્યું હતું.
ઈંગ્લેન્ડ તરફથી ક્રિસ જોર્ડને ત્રણ, સેમ કરને બે અને શાકિબ મહમૂદ, આદિલ રાશિદ તથા લેવિસ ગ્રેગોરીએ એક-એક વિકેટ ઝડપી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે