ભારત-પાક સિરીઝને લઈને ગાંગુલી કરી શકે છે પીસીબીની મદદઃ રાશિદ લતીફ

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટને કહ્યું કે, આ ગાંગુલી છે, જેણે 2004માં બીસીસીઆઈના આક્રમક વલણ બાદ પણ બંન્ને દેશો વચ્ચે સિરીઝ આયોજીત કરવાને લઈને મહત્વની ભૂમિકા ભજવી હતી. 
 

ભારત-પાક સિરીઝને લઈને ગાંગુલી કરી શકે છે પીસીબીની મદદઃ રાશિદ લતીફ

લાહોરઃ પાકિસ્તાનના પૂર્વ વિકેટકીપર રાશિદ લતીફે (rashid latif) કહ્યું કે, બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી (sourav ganguly) ભારત અને પાકિસ્તાન (IND vs PAK) વચ્ચે દ્વિપક્ષીય સિરીઝની શરૂઆતમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ની મદદ કરી શકે છે. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટને કહ્યું કે, આ ગાંગુલી છે, જેણે 2004માં બીસીસીઆઈના આક્રમક વલણ બાદ પણ બંન્ને દેશો વચ્ચે સિરીઝ આયોજીત કરવાને લઈને મહત્વની ભૂમિકા ભજવી હતી. 

પાકિસ્તાનના અખબાર 'ધ નેશન'એ લતીફના હવાલાથી લખ્યું છે, 'એક ક્રિકેટર અને બીસીસીઆઈના અધ્યક્ષ તરીકે, ગાંગુલી પીસીબી અને એહસાન મનીની મદદ કરી શકે છે.' તેમણે કહ્યું, 'જ્યાં સુધી પાકિસ્તાન અને ભારત વચ્ચે દ્વિપક્ષીય સિરીઝની શરૂઆત ન થાય ત્યાં સુધી બંન્ને દેશો વચ્ચે સ્થિતિ સુધરશે નહીં. સંપૂર્ણ વિશ્વ ભારત-પાકિસ્તાનને એક સાથે ક્રિકેટ રમતું જોવા માગે છે.'

તેમણે કહ્યું, 'પીસીબી સીઈઓ વસીમ ખાને પણ તેમાં સક્રિય ભૂમિકા ભજવવી જોઈએ અને તે નક્કી કરવું જોઈએ ક્રિકેટ રમનારા સર્વોચ્ચ દેશ પાકિસ્તાનના પ્રવાસ પર આવે તેનાથી પાકિસ્તાન અને સ્થાનીક ખેલાડીઓને મદદ મળશે.'

VIDEO: સ્મિથે બનાવ્યો અણગમતો રેકોર્ડ, દર્શકોએ તાળીઓ પાડી કર્યું અભિવાદન  

લતીફે 2004ની વાતને યાદ કરતા કહ્યું, '2004માં જ્યારે બીસીસીઆઈ પાકિસ્તાનના પ્રવાસને લઈને રાજી નહતું ત્યારે ગાંગુલીએ બીસીસીઆઈ અને ખેલાડીઓને મનાવ્યા હતા. તે પ્રવાસ ખુબ યાદગાર રહ્યો હતો, કારણ કે ભારત લાંબા સમય બાદ અહીં જીતવામાં સફળ રહ્યું હતું.'

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news