શાસ્ત્રીની પસંદગી પર ગુસ્સે થયા ફેન્સ, સોનિયાને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવા સાથે કરી તુલના

રવિ શાસ્ત્રી ફરી ટીમ ઈન્ડિયાના કોચ બનતા ફેન્સને પસંદ આવ્યું નથી અને તેઓ સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે. 

Updated By: Aug 17, 2019, 02:42 PM IST
શાસ્ત્રીની પસંદગી પર ગુસ્સે થયા ફેન્સ, સોનિયાને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવા સાથે કરી તુલના

નવી દિલ્હીઃ ક્રિકેટ સલાહકાર સમિતિ (CAC)એ રવિ શાસ્ત્રીની ફરી ટીમ ઈન્ડિયા હેડ કોચ તરીકે નિમણૂંક કરી દીધઈ છે. 57 વર્ષીય રવિ શાસ્ત્રી ટી-20 વિશ્વ કપ 2021 સુધી ટીમ ઈન્ડિયાના હેડ કોચ પદ પર રહેશે. ટીમ ઈન્ડિયાના મુખ્ય માટે 6 નામોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં હાલના કોચ રવિ શાસ્ત્રી પણ સામેલ હતા. 

રવિ શાસ્ત્રી સિવાય વધુ બે ભારતીય કોચ (પૂર્વ ક્રિકેટર લાલચંદ રાજપૂત અને રોબિન સિંહ)ને પણ શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યા હતા. આખરે કપિલ દેવની અધ્યક્ષતા વાળી સીએસીની પ્રથમ પસંદ શાસ્ત્રી બન્યા હતા. આ સમિતિમાં અશુંમાન ગાયકવાડ અને શાંતા રંગાસ્વામી પણ સામેલ હતા. રવિ શાસ્ત્રી ફરીથી ટીમ ઈન્ડિયાના હેડ કોચ બનતા ફેન્સને પસંદ આવ્યું નથી અને તેણે ટ્વીટર પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે. 

પરંતુ ક્રિકેટ સલાહકાર સમિતિ (CAC)ના પ્રમુખ કપિલ દેવે કહ્યું કે, રવિ શાસ્ત્રીનું ટીમ ઈન્ડિયાના હેડ કોચ બનવા પાછળ રવિ વિરાટ કોહલીની પસંદને કોઈ લેવા દેવા નથી. કપિલ દેવે કહ્યું, તમામ ઉમેદવારોમાં રવિ શાસ્ત્રીનો રેકોર્ડ શાનદાર હતો. તેના કોચ રહેતા ભારતીય ટીમે ટેસ્ટ રેન્કિંગમાં નંબર એકનું સ્થાન મેળવ્યું અને તેણે 71 વર્ષોમાં પ્રથમવાર ઓસ્ટ્રેલિયાની ધરતી પર તેનો પરાજય આપ્યો હતો. 

આમ તો શાસ્ત્રીની આગેવાનીમાં ભારત આઈસીસી ટૂર્નામેન્ટ જીતી શક્યું નથી તેને 2015 અને 2019ના વિશ્વકપમાં નિરાશા હાથ લાગી હતી. કપિલ દેવની આગેવાની વાળી સમિતિને આ મોટુ કારણ લાગ્યું નથી.