IPL 2022: રોહિત શર્માએ કર્યો કમાલ, ટી20 ક્રિકેટમાં પૂરા કર્યા 10 હજાર રન, બન્યો બીજો ભારતીય

રોહિત શર્માએ ટી20 ક્રિકેટમાં વધુ એક સિદ્ધિ મેળવી લીધી છે. રોહિતે પંજાબ સામેની મેચમાં 25 રન બનાવવાની સાથે ટી20 ક્રિકેટમાં 10 હજાર રન પૂરા કરી લીધા છે. 

IPL 2022: રોહિત શર્માએ કર્યો કમાલ, ટી20 ક્રિકેટમાં પૂરા કર્યા 10 હજાર રન, બન્યો બીજો ભારતીય

પુણેઃ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ એક મોટી સિદ્ધિ હાસિલ કરી લીધી છે. રોહિત શર્મા આઈપીએલ-2022ની 23મી લીગ મેચમાં પંજાબ કિંગ્સ વિરુદ્ધ 25મો રન બનાવ્યો તો ટી20 ક્રિકેટમાં 10 હજાર રન પૂરા કરનાર બીજો ભારતીય બેટર બની ગયો. રોહિત શર્મા પહેલાં ભારત માટે આ સિદ્ધિ વિરાટ કોહલીએ હાસિલ કરી હતી. આ રીતે રોહિત શર્મા ટી20 ફોર્મેટમાં 10 હજાર રન બનાવનાર બેટરોના ક્લબમાં સામેલ થઈ ગયો છે. તેમાં આંતરરાષ્ટ્રીય ટી20 ક્રિકેટ રન પણ સામેલ છે. 

ભારતનો સ્ટાર બેટર રોહિત શર્મા આ મુકાબલા પહેલાં 9975 રન ટી20 ફોર્મેટમાં (ભારતીય ટીમ, આઈપીએલ અને ડોમેસ્ટિક ક્રિકેટ) માં બનાવી ચુક્યો હતો. હિટમેન રોહિતે પંજાબ વિરુદ્ધ ચોથી ઓવરમાં રબાડાના ત્રીજા બોલ પર સિક્સ ફટકારી અને આ સાથે હિટમેનની ટી20 ક્રિકેટમાં રન બનાવવાની સંખ્યા પાંચ આંકડામાં પહોંચી ગઈ હતી. તે 10 હજાર કે તેનાથી વધુ રન બનાવનાર સાતમો બેટર બની ગયો છે. તેનાથી વધુ રન ટી20 ક્રિકેટમાં ભારત માટે માત્ર વિરાટ કોહલીએ બનાવ્યા છે. કોહલીના નામે 10379 રન છે. 

રોહિત શર્મા 17 બોલમાં 3 ફોર અને બે સિક્સની મદદથી 28 રન બનાવી આઉટ થયો હતો. પરંતુ આ પહેલાં તેણે પોતાના નામે એક કીર્તિમાન કરી લીધો હતો. રોહિત શર્માએ આઈપીએલમાં 218 મેચની 213 ઈનિંગમાં 5719 રન બનાવ્યા છે. તેણે આ દરમિયાન એક સદી અને 40 અડધી સદી ફટકારી છે. રોહિતનો સર્વોચ્ચ સ્કોર 109 રન છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news