બાંગ્લાદેશને લાગ્યો મોટો ઝટકો, શાકિબ અલ-હસન T20 વિશ્વકપમાંથી થયો બહાર
આઈસીસી ટી20 વિશ્વકપના સુપર-12 રાઉન્ડમાં સતત ત્રણ મેચ હારીને સેમીફાઇનલની રેસમાંથી બહાર થઈ ગયેલી બાંગ્લાદેશની ટીમને મોટો ઝટકો લાગ્યો છે.
Trending Photos
દુબઈઃ યૂએઈ અને ઓમાનમાં ચાલી રહેલ આઈસીસી ટી20 વિશ્વકપ 2021માં બાંગ્લાદેશ ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસન હેમસ્ટ્રિંગની ઈજાને કારણે વિશ્વકપમાંથી બહાર થઈ ગયો છે. સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ ટી20 વિશ્વકપના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર છે. શાકિબ ટી20 આંતરરાષ્ટ્રીયમાં પણ સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં પ્રથમ સ્થાને છે.
બાંગ્લાદેશે અત્યાર સુધી પોતાની ત્રણેય મેચ ગુમાવી છે અને ટીમ સેમીફાઇનલની રેસમાંથી બહાર થઈ ચુકી છે. ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ વચ્ચે ગુરૂવારે દુબઈમાં ટક્કર થશે. આ બંને ટીમોના ગ્રુપમાં આ સમયે ઈંગ્લેન્ડ ત્રણ મેચમાં ત્રણ જીત સાથે ટોપ પર છે. શાકિબના નામે ટી20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ છે. આ રેકોર્ડ તેણે આ ટી20 વિશ્વકપમાં સ્કોટલેન્ડ વિરુદ્ધ રમાયેલી મેચમાં બનાવ્યો હતો.
🚨 JUST IN 🚨
Shakib Al Hasan ruled out of the remainder of #T20WorldCup with a hamstring injury #Bangladesh pic.twitter.com/MCyslzrUGs
— Cricbuzz (@cricbuzz) October 31, 2021
સૂત્રોએ એએનઆઈને કહ્યુ- તેને હેમસ્ટ્રિંગની ઈજા છે અને સ્કેન રિપોર્ટ તમને ઈજા વિશે જણાવશે, પરંતુ તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. આ સપ્તાહની શરૂઆતમાં ટેક્નિકલ કમિટીએ રૂબેલ હુસૈનને બાંગ્લાદેશની ટીમમાં સામેલ કર્યો હતો. તેને ઈજાગ્રસ્ત મોહમ્મદ સૈફુદ્દીનના સ્થાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. સૈફુદ્દીન પીઠની ઈજાને કારણે પહેલાથી જ બહાર થઈ ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે