મોતના મુખથી બહાર આવી આ ખેલાડીએ કર્યો ચોગ્ગા-છગ્ગાનો વરસાદ, ભેટી પડ્યો વિરોધી ટીમનો માલિક

IPL 2024: હાઈસ્પીડ કારનો અકસ્માત, મોતના મુખમાંથી બહાર આવવું...દોઢ વર્ષ ક્રિકેટથી દૂર રહવું... છતાં આવતાની સાથે મેદાનમાં કરી ચોગ્ગા છગ્ગાનો વરસાદ કરવો...અને એક જ હાથે લાંબા લાંબા છગ્ગા ફટકારવા...આ બધુ કામ તો ધોની નો ચેલો જ કરી શકે...અને ચેલાએ એ કરી બતાવ્યું...શાહરૂખ પણ તેના પર થઈ ગયો ફિદા...

મોતના મુખથી બહાર આવી આ ખેલાડીએ કર્યો ચોગ્ગા-છગ્ગાનો વરસાદ, ભેટી પડ્યો વિરોધી ટીમનો માલિક

Shahrukh Khan Rishabh Pant: એક ખેલાડી જેનો લગભગ દોઢ વર્ષ પહેલાં થયો હતો ભયાનક કાર અકસ્માત...હોસ્પિટલમાં અત્યંત ગંભીર હાલતમાં પહોંચ્યો હતો આ ખેલાડી. સૌ કોઈને સતાવતી હતી આ ખેલાડીની ચિંતા. બીસીસીઆઈ, ભારત સરકાર અન ખુદ પ્રધાનમંત્રી મોદીએ આ ખેલાડીની સારવાર પર વિશેષ ધ્યાન આપવા માટે આરોગ્ય અધિકારીઓને આપી હતી સુચના. ત્યાર બાદ ધીરે ધીરે આ ખેલાડી ઠીક થયો. અકસ્માત બાદ બે મિનિટ પોતાના પગ પર ઉભો રહી શકે તેવી પણ આ ખેલાડીની હાલત નહોંતી.

જોકે, તેમ છતાં તેણે ક્યારેય પોતાનું મનોબળ ગુમાવ્યું નહીં, માનસિક સંતોલન ગુમાવ્યું નહીં અને સખત મહેનત કરીને ફરી તે મેદાનમાં પાછો ફર્યો. આ દરમિયાન તે વર્લ્ડ કપ ચુકી ગયો. પણ તેમ છતાં જ્યારે તે ખેલાડી આઈપીએલમાંથી પરત આવ્યો તો ફરી પાછો માહોલ જમાવી દીધો. મેદાનમાં આવતાની સાથે આ ખેલાડીએ કર્યો ચોગ્ગા-છગ્ગાનો વરસાદ...વિરોધી ટીમનો માલિક એવો શાહરુખ ખાન પણ આ ખેલાડીની રમત જોઈને મેદાનમાં જઈને દોડીને તેની ભેટી પડ્યો. જીહાં અહીં વાત થઈ રહી છે ફ્યુચર ઓફ ઈન્ડિયન ક્રિકેટ...કહેવાતા ઋષભ પંતની. ધોનીને ગુરુ માનનારો આ ખેલાડી ખરા અર્થમાં તેનો અનુગામી બની શકે છે. 

 

— Saabir Zafar (@Saabir_Saabu01) April 3, 2024

 

સતત બીજી મેચમાં ફટકારી અડધી સદીઃ
હાલ ઋષભ પંત આઈપીએલમાં દિલ્લીની ટીમનો કેપ્ટન છે. ગઈકાલે રમાયેલી મેચમાં દિલ્લીની ટીમ શાહરુખ ખાનની કોલકત્તા નાઈટ રાઈડર્સ સામે ખરાબ રીતે હારી ગઈ. જોકે, આ મેચમાં દિલ્લીના કેપ્ટન ઋષભ પંતે સૌ કોઈના દિલ જીતી લીધાં. ઋષભ પંતે સતત બેક ટુ બેક બીજી ઈનિંગમાં ફિફ્ટી ફટકારી. એ પણ ગઈકાલની મેચમાં તો તેણે એક જ ઓવરમાં છ બોલમાં બધા જ બોલે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરી દીધો. અને એક જ ઓવરમાં 28 રન ફટકાર્યા. તેણે માત્ર 23 બોલમાં ફિફટી ફટકારી દીધી. ઋષભની આ ઈનિંગ જોઈને દર્શકો જુમી ઉઠ્યાં. કેમેન્ટેટરો પણ કહેવા લાગ્યા કે હવે ઋષભ પંત પાછો આવી ગયો છે અને તે આગામી ટી-20 વર્લ્ડ કપમાં રમશે. 

પંત માટે શાહરુખ ખાને પાડી તાળી-
જ્યારે પંત આઉટ થયા બાદ પેવેલિયનમાં જઈ રહ્યો હતો ત્યારે કોલકાતા નાઈટ રાઈડર્સના સહ-માલિક શાહરૂખ ખાને પણ ઉભા થઈને તાળીઓ પાડી હતી. ડિસેમ્બર 2022માં કાર અકસ્માત બાદ પંતે પુનરાગમન કર્યું હતું અને સતત બીજી મેચમાં અર્ધશતક ફટકારી હતી. શાહરૂખ પણ પંતની બેટિંગથી ખુશ થઈ ગયો. ભારતીય ક્રિકેટ ટીમના ચાહકોની જેમ શાહરૂખ પણ ઈચ્છશે કે પંત આ રીતે રન બનાવે અને ટીમ ઈન્ડિયામાં જલ્દી પરત ફરે. તે આગામી T20 વર્લ્ડ કપમાં મહત્વનું યોગદાન આપી શકે છે.

ઉલ્લેખનીય છેકે, IPLની 16મી મેચમાં દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમો સામસામે આવી હતી. કોલકાતાના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તેની ટીમે 20 ઓવરમાં 7 વિકેટે 272 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્લી તેના અડધા રનમાં જ સમેટાઈ ગઈ હતી. પણ પંતની બેટિંગે સૌ કોઈના દિલ જીતી લીધાં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news