કરિયરના સર્વશ્રેષ્ઠ રેન્કિંગ પર પહોંચ્યો સુમિત નાગલ

 બ્યૂનસ આયર્સ એટીપી ચેલેન્જરમાં પુરૂષ સિંગલનું ટાઇટલ જીતનાર ભારતના યુવા ખેલાડી સુમિત નાગલે સોમવારે જાહેર થયેલા રેન્કિંગમાં મોટી છલાંગ લગાવી છે.  

Updated By: Sep 30, 2019, 03:20 PM IST
કરિયરના સર્વશ્રેષ્ઠ રેન્કિંગ પર પહોંચ્યો સુમિત નાગલ

બ્યૂનસ આયર્સઃ બ્યૂનસ આયર્સ એટીપી ચેલેન્જરમાં પુરૂષ સિંગલનું ટાઇટલ જીતનાર ભારતના યુવા ખેલાડી સુમિત નાગલે સોમવારે જાહેર થયેલા રેન્કિંગમાં મોટી છલાંગ લગાવી છે. સુમિતે એટીપીએ જાહેર કરેલા તાજા રેન્કિંગમાં 26 સ્થાનની છલાંગ મારતા 135મા સ્થાન પર કબજો કર્યો છે. 

સાતમી સીડ સુમિતે રવિવારે રાત્રે રમાયેલી ફાઇનલમાં આર્જેન્ટીનાના ફાકુંડો બેગનિસને સીધા સેટમાં 6-4, 6-2થી પરાજય આપીને ટાઇટલ પોતાના નામે કર્યું હતું. ભારતીય ખેલાડીએ એક કલાક 37 મિનિટમાં આ મુકાબલો જીત્યો હતો. સુમિત સાઉથ અમેરિકાની ક્લે કોર્ટ પર ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય બની ગયો છે. 

સુમિતે પાછલા મહિને પોતાના પ્રથમ ગ્રાન્ડ સ્લેમ અમેરિકન ઓપનના પ્રથમ રાઉન્ડમાં ટેનિસના બાદશાહ સ્વિટ્ઝર્લેન્ડના રોજર ફેડરરને પ્રથમ સેટમાં હરાવ્યો હતો અને ત્યારે ફેડરરે કહ્યું હતું કે આ ભારતીય ખેલાડી ઘણો આગળ જઈ શકે છે. 

સુમિત નાગલ બ્યૂનસ આયર્સ એટીપી ચેલેન્જર્સ જીતનાર પ્રથમ એશિયન ખેલાડી બન્યો