ફિક્સિંગ પર સુનીલ ગાવસ્કરે કહ્યું, લાલચની કોઈ દવા નથી

સુનીલ ગાવસ્કરે કહ્યું- લાલચ એવી વસ્તુ છે, જેને શિક્ષા, માર્ગદર્શન, સેમીનાર કે ભ્રષ્ટાચાર વિરોધી અધિકારી ન સુધારી શકે. 

Updated By: Sep 23, 2019, 03:53 PM IST
ફિક્સિંગ પર સુનીલ ગાવસ્કરે કહ્યું, લાલચની કોઈ દવા નથી

નવી દિલ્હીઃ મેચ ફિક્સિંગ જેવી વસ્તુ એકવાર ફરી ભારતીય ક્રિકેટમાં (Indian Cricket) ઘુસણખોરી કરી રહી છે, તેવામાં દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કરે ( sunil gavaskar) કહ્યું કે, લાલચની કોઈ દવા નથી. હાલમાં તમિલનાડુ પ્રીમિયર લીગ (ટીએનપીએલ) અને કર્ણાટક પ્રીમિયર લીગ (KPL)મા મેચ ફિક્સિંગની વાત સામે આવી હતી. 

વેબસાઇટ ક્રિકબઝે ગાવસ્કરના હવાલાથી લખ્યું છે, 'લાલચ એવી વસ્તુ છે જેને શિક્ષા, માર્ગદર્શન, સેમીનાર કે ભ્રષ્ટાચાર વિરોધી અધિકારી ન સુધારી શકે. સર્વશ્રેષ્ઠ સમાજ, સૌથી વધુ વિકસિત સમાજમાં પણ ગુનેગાર હોય છે. ક્રિકેટમાં પણ તમારી પાસે અલગ પ્રકારના લોકો હોય છે જે લાલચમાં આવી જાય છે. તેના અલગ કારણ હોઈ શકે છે જેના કારણે લોકો તે વાતમાં આવી જાય છે. હું સમજી શકું છું કે તમે તેને નિયંત્રિત ન કરી શકો.'

ગાવસ્કરે પરંતુ કહ્યું કે, હવે ટેકનિલના માધ્યમથી તે વાતની ખાતરી કરાય છે કે આવા લોકો બચી ન શકે. તેમણે કહ્યું, 'હું તે સ્થિતિને સમજી શકુ છું જ્યાં ખેલાડી વિચારે છે કે, તે આનાથી બચી જશે, પરંતુ તમે ન બચી શકો કારણ કે ટીવી પર દેખાડવામાં આવી રહ્યું છે, દરેક નાની વસ્તુ દેખાઈ રહી છે. તમે કંઇ ખોટુ કરશો તો પકડાઇ જશો.'

ગાવસ્કર, લક્ષ્મણ, લારા બધાએ એક અવાજમાં કહ્યું, પંત નંબર-4 માટે લાયક નથી 

ભ્રષ્ટાચારના મામલા સામે આવ્યા બાદ પણ ભારતના પૂર્વ કેપ્ટનને લાગે છે કે આ ટૂર્નામેન્ટને લોકોનું સમર્થન હાસિલ છે અને તે ભારતીય ક્રિકેટને આગળ લઈ જશે. તેમણે કહ્યું, 'તમે જિલ્લામાંથી આવી રહેલી પ્રતિભાને જુઓ. ઉદાહરણ તરીકે કર્ણાટક પ્રીમિયર લીગ, ઘણઆ લોકો રાજ્યના અંદરના વિસ્તારમાંથી આવ્યા છે, જેને કર્ણાટકના સર્વશ્રેષ્ઠ ઝવેરી પણ ન કાઢી શકે.'

તેમણે કહ્યું, 'આ ટીએનપીએલ અને બાકીની અન્ય લીગોની સાથે છે. મને લાગે છે કે આ લીગ ખુબ સારી છે. તે ભારતીય ક્રિકેટને વધુ પ્રતિભાઓ આપી રહી છે.'

ભારતના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન માધવ આપ્ટેનું નિધન, આ રેકોર્ડ છે તેમના નામે