ENG vs IND: ઈંગ્લેન્ડ સામે ટી20 સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર, સૂર્યકુમાર, ઇશાન કિશનને મળી તક
12 માર્ચથી ઈંગ્લેન્ડ સામે શરૂ થઈ રહેલી પાંચ મેચોની ટી20 સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર કરવામાં આવી છે. ઈશાન કિશન અને સૂર્યકુમારને પ્રથમવાર તક મળી છે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાનારી પાંચ મેચોની ટી20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. નેશનલ ટીમમાં વિસ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર યાદવ અને ઝારખંડના યુવા કેપ્ટન ઈશાન કિશનને પ્રથમવાર સામેલ કરવામાં આવ્યા છે. રસપ્રદ વાત છે કે કિશને આજે વિજય હઝારે ટ્રોફીમાં મધ્યપ્રદેશ વિરુદ્ધ 94 બોલમાં 173 રન ફટકાર્યા હતા. ભારત ચાર મેચોની ટેસ્ટ સિરીઝ બાદ ઈંગ્લેન્ડ સામે 5 મેચોની ટી20 સિરીઝ રમવાનું છે. આ પાંચેય મેચ અમદાવાદમાં રમાશે. જેનો પ્રારંભ 12 માર્ચથી થશે.
ભારતીટ ટીમ
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, કેએલ રાહુલ, શિખર ધવન, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રિષભ પંત, ઈશાન કિશન, યુજવેન્દ્ર ચહલ, વરૂણ ચક્રવર્તી, અક્ષર પટેલ, વોશિંગટન સુંદર, રાહુલ તેવતિયા, ટી નટરાજન, ભુવનેશ્વર કુમાર, દીપક ચાહર, નવદીપ સૈની, શાર્દુલ ઠાકુર.
Virat Kohli (Capt), Rohit Sharma (vc), KL Rahul, Shikhar Dhawan, Shreyas Iyer, Suryakumar Yadav, Hardik, Rishabh Pant (wk), Ishan Kishan (wk), Y Chahal, Varun Chakravarthy, Axar Patel, W Sundar, R Tewatia, T Natarajan, Bhuvneshwar Kumar, Deepak Chahar, Navdeep, Shardul Thakur. https://t.co/KkunRWtwE6
— BCCI (@BCCI) February 20, 2021
આ છે કાર્યક્રમ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી અને ચોથી ટેસ્ટ બાદ 12 માર્ચથી પાંચ મેચોની ટી20 સિરીઝનો પ્રારંભ થશે. આ તમામ મેચ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરામાં રમાશે. સિરીઝની પ્રથમ ટી20 મેચ 12 માર્ચ, ત્યારબાદ 14, 16, 18 અને 20 માર્ચે અનુક્રમે બીજી, ત્રીજી, ચોથી અને પાંચમી ટી20 મેચ રમાશે.
જસપ્રીત બુમરાહને આરામ
ભારતે સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનો વર્કલોડ મેનેજ કરવા માટે આરામ આપવાનો નિર્ણય લીધો છે. તો ઈજાગ્રસ્ત રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમી પણ ટી20 ટીમમાં સામેલ નથી. આખરે ગુજરાતના અક્ષર પટેલની ટીમમાં વાપસી થઈ છે. તો કુલદીપ યાદવને આ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે