કોરોના ઇફેક્ટ: એક વર્ષ માટે ટળ્યું ટોક્યો ઓલિમ્પિકનું આયોજન


જાપાનના વડાપ્રધાન શિંઝો આબેએ કોરોના વાયરસને કારણે 2021માં ટોક્યો ઓલિમ્પિકનું આયોજન કરવાનું કહ્યું છે. 

કોરોના ઇફેક્ટ: એક વર્ષ માટે ટળ્યું ટોક્યો ઓલિમ્પિકનું આયોજન

ટોક્યોઃ કોરોના વાયરસને કારણે ટોક્યો ઓલિમ્પિકનું આયોજન એક વર્ષ માટે ટાળી દેવામાં આવ્યું છે. કોરોના વાયરસને કારણે ઓલિમ્પિકના ભવિષ્ય પર સંકટના વાદળો છવાયા હતા. ઓલિમ્પિક રમતોનું આયોજન 24 જુલાઈથી 9 ઓગસ્ટ 2020 વચ્ચે થવાની હતી. હવે તે 2021મા રમાશે. કોવિડ-19ને કારણે વિશ્વભરમાં અત્યાર સુધી 17,000થી વધુ લોકોના મોત થઈ ચુક્યા છે. 

આબેએ કહ્યું કે, કોવિડ-19 મહામારી વચ્ચે ઓલિમ્પિક ગેમ્સનું આયોજન ન કરી શકાય. તેમણે કહ્યું કે, આ ગેમ્સને સ્થગિત કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. આબેએ આઈઓસી ચીફ બાકની સાથે ટેલીફોન પર ચર્ચા કરી હતી. 

— ANI (@ANI) March 24, 2020

આ પહેલા, આઈઓસીએ કહ્યું હતું કે, ઓલિમ્પિકના આયોજનને લઈને કોઈ નિર્ણય આગામી 1 મહિનાની અંદર થશે પરંતુ વડાપ્રધાન આબેના ઘર પર કેબિનેટની મહત્વની બેઠક યોજાઇ હતી. ત્યારબાદ પીએમ શિંઝો આબેએ આઈઓસી ચીફની સામે આ રમતને ટાળવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. 

પીએમે કહ્યું કે, થોમસ બાક એક વર્ષના સ્થગન પર 100 ટકા રાજી છે. કેનેડા અને ઓસ્ટ્રેલિયાએ ઓલિમ્પિકમાં ભાગ લેવાનો ઇનકાર કરી દીધો હતો. આ બંન્ને દેશોએ પોત-પોતાના ખેલાડીઓને ટોક્યો ન મોકલવાનો નિર્ણય લીધો હતો. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news