સ્કોક્સના નિવેદન પર ભડક્યો ટિમ પેન, કહ્યું- પુસ્તક વેંચવા માટે વોર્નર પર લગાવ્યો આરોપ

Ashes 2019: બેન સ્ટોક્સે પોતાના પુસ્તકમાં ડેવિડ વોર્નર પર એશિઝ દરમિયાન સ્લેજિંગનો આરોપ લગાવ્યો હતો, જેને ટિમ પેને ફગાવી દીધા છે. 

સ્કોક્સના નિવેદન પર ભડક્યો ટિમ પેન, કહ્યું- પુસ્તક વેંચવા માટે વોર્નર પર લગાવ્યો આરોપ

બ્રિસ્બેનઃ ઓસ્ટ્રેલિયન ટેસ્ટ ટીમના કેપ્ટન ટિમ પેને (tim paine) ઈંગ્લેન્ડના બેન સ્ટોક્સને ( ben stokes) ડેવિડ વોર્નર (david warner) પર આપવામાં આવેલા નિવેદન પર આડે હાથ લીધો છે. પેને કહ્યું કે, સ્ટોક્સ પોતાનું પુસ્તક વેંચવા માટે વોર્નરના નામનો ઉપયોગ કરી રહ્યો છે. સ્ટોક્સે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે આ વર્ષે એશિઝ સિરીઝ (ashes series) દરમિયાન હેડિંગ્લેમાં રમેલી તેની મેચ વિનિંગ ઇનિંગ વોર્નર દ્વારા કરવામાં આવેલ સ્લેજિંગનું પરિણામ હતી. 

પેને કહ્યું, 'વોર્નર સ્લિપમાં મારી પાસે ઉભો હતો અને તમને મેદાન પર વાત કરવાની મંજૂરી હોય છે, પરંતુ તે સ્ટોક્સને ન તો અપશબ્દ બોલી રહ્યો હતો ન તો સ્લેજિંગ કરી રહ્યો હતો. પોતાનું પુસ્તક વેંચવા માટે વોર્નરના નામનો ઉપયોગ કરવો ઈંગ્લેન્ડમાં ચલણ બની ગયું છે. તેથી સ્ટોક્સને શુભકામનાઓ.'

વોર્નર રજૂ કરી રહ્યો છે ઉદાહરણ
પેને સાથે કહ્યું કે, વોર્નરે તે સિરીઝમાં પોતાને સારી રીતે સંભાળ્યો. તેણે કહ્યું, 'હું તેની પાસે ઉભો હતો. મને કોઈ મુશ્કેલી ન થઈ. એશિઝ દરમિયાન વોર્નરે પોતાને જે રીતે સંભાળ્યો તે શાનદાર છે. ખાસ કરીને ત્યારે જ્યારે તે રન બનાવી રહ્યો નહતો.' ઉલ્લેખનીય છે કે ડેવિડ વોર્નર એશિઝ સિરીઝ દરમિયાન કોઈ મોટી ઈનિંગ ન રમી શક્યો, જ્યારે તે પહેલા શાનદાર ફોર્મમાં હતા. તેણે ઘણી આકર્ષક ઈનિંગ રમી હતી. આ કારણે તે આલોચકોના નિશાના પર હતો. 

મેચ જીત્યા બાદ કોચ રવિ શાસ્ત્રી અને સપોર્ટ સ્ટાફે મહાકાલેશ્વર મંદિરમાં કરી પૂજા

કેમ હીરો બની ગયો હતો સ્ટોક્સ
વિશ્વના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર કહેવાતા બેન સ્કોક્સે (135* રન, 219 બોલ, 11 ફોર, 8 છગ્ગા) તે સમયે સંઘર્ષભરી ઈનિંગ રમી, જ્યારે ઈંગ્લેન્ડ જીત માટે સંઘર્ષ કરી રહ્યું હતું. હકીકતમાં મેચમાં યજમાન ટીમને 359 રનનો લક્ષ્ય મળ્યો હતો. જવાબમં બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે 9 વિકેટ 286 રન પર ગુમાવી દીધી હતી, પરંતુ સ્ટોક્સ અને જેક લીચ (1) હતા જેણે મોરચો સંભાળ્યો અને 10મી વિકેટ માટે અણનમ 62 બોલ પર 79 રનની અણનમ ભાગીદારી કરતા ઈંગ્લેન્ડને એક વિકેટથી અવિશ્વસનીય જીત અપાવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news