કોહલી ટીમના બેસ્ટમેનોથી ખુશ, ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં પણ સારા પ્રદર્શનની આશા વ્યક્ત કરી

વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયના પ્રવાસ માટે બેસ્ટેમેનોના સારા પ્રદર્શનની આશા રાખી હતી. 

કોહલી ટીમના બેસ્ટમેનોથી ખુશ, ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં પણ સારા પ્રદર્શનની આશા વ્યક્ત કરી

હૈદરાબાદ: ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ રવિવારે બેસ્ટમેનોના વખાણ કર્યા અને કહ્યું કે ઓસ્ટ્રેલીયાના પ્રવાસ દરમિયાન પણ બેસ્ટમેનો સારૂ પ્રદર્શન કરે તેવી આશા છે. કોહલીએ વેસ્ટઇન્ડિઝ સામે 2-0થી ટેસ્ટ મેચમાં સીરીઝ જીત્યા બાદ કહ્યું કે, ‘મને આ વાતની ખુશી છે, કે દરેક ખેલાડી ફિટ છે અને રનોના ભૂખ્યા છે. મને લાગે છે, કે આ મેચ બેસ્ટમેનો માટે મુશ્કેલ હતી. રાજકોટની તૂલનાએ અહિંની પ્રથમ ઇનિંગ જોરદાર પડકારરૂપ હતી. 

ભારતે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમાં રવિવારે વેસ્ટઇન્ડિઝને 10 વિકેટે હરાવી દેશમાં સતત 10મી ટેસ્ટ સીરીઝ પણ જીતી લીધી હતી. કોહલીએ કહ્યું કે વેસ્ટઇન્ડિઝને શ્રેણીમાં 2-0થી હાર આપ્યા બાદ બેસ્ટમેનોએ પણ બોલરોની જેમ સારૂ પ્રદર્શન કરતા રહેવું જોઇએ. કોહલીએ મેચ બાદ ઇનામ વિતરણ સમારોહમાં કહ્યું કે‘હું આ ખેલાડીઓમાં વધારે રન કરવાની ચાહતા અને તમને ફિટ જોઇને વધારે ખુશ છું. હવે વધારાનું કામ કરવું એ બેસ્ટમેનો પર નિર્ભર છે. આ મેચની પહેલી ઇનિંગ રાજકોટની પહેલી ઇનિંગ કરતા વધારે પડકારરૂપ હતી.’

બેસ્ટમેનો પાસે આશા કે ઓસ્ટ્રેલિયા સામે ફોર્મમાં રહે 
કોહલીને ટીમના બોલરો પાસેથી કોઇ પણ પ્રકારની ફરિયાદ નથી, પરંતુ તે ઇચ્છે છે, કે આવતા મહિને જ્યારે ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાના પ્રાવસ પર જાય ત્યારે બેસ્ટમેનોનું ઇન્ડિયા જેવું ફોર્મ ઓસ્ટ્રેલિયામાં પણ જોવા મળે. જ્યારે બોલરોએ ભારત અને વિદેશી મેદાનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે, અને બેસ્ટમેનોએ વારંવાર ટીમને નિરાશ કરી છે. 

India vs West Indies: Rajkot Test, Things happened Ist Time In Indian Test Cricket

તેણે વધુમાં કહ્યું કે‘આ ત્રણ ખેલાડીઓએ ઈંગ્લેન્ડમાં(હનુમા વિહારી, શો અને પંત) તેમને મળેલી તકનો ફાયદો ઉઠાવ્યો હતો. અને મારૂ માનવું છ, કે આ તમામ ચીજો ભારત માટે સારી સાબિત થશે. 

રહાણે-પંત દબાણથી ટીમ ઇન્ડિયાને બહાર લાવ્યા
ભારતે ત્રીજા દિવસે પહેલા સત્રમાં જ પહેલી ઇનિંગ પૂર્ણ કરતા 367 રન બનાવ્યા અને ફરીએકવાર મહેમાન ટીમને 127 રનમાં ઓલ આઉટ કરીને 72રનનો લક્ષ્યાંક મેળવ્યો હતો. ભારતીય બેસ્ટમેનો દ્વારા કોઇ પણ વિકેટ ગુમાવ્યા વિના લક્ષ્ય હાંસીલ કરી દીધો હતો. મેચમાં વેસ્ટઇન્ડિઝના જેસન હોલ્ડર અને શૈનોન ગૈબ્રિયલના આક્રમણની સામે ભારતીય ટીમ પહેલી ઇનિંગમાં થોડા દબાણમાં આવી ગઇ હતી. પરંતુ પંત અને રહાણેએ 152 રનની ભાગીદારી કરી ટીમને સારી સ્થિતીમાં લાગી દીધી હતી. કોહલીએ કહ્યું કે તે રહાણે અને પંતની ભાગીદારીથી ખુશ છે. તેણે કહ્યું કે રહાણે એ શાનદાર બેટીંગ કરી હતી. પંત સાથેની તેની ભાગીદારીને અમે હજી પણ મોટી ભાગીદારીમાં જોવાનો પ્રયત્ન કરી રહ્યા છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news