INDvsBAN: વિરાટ કોહલીએ રેકોર્ડ જીત બાદ કહ્યું- એકપણ દિવસ નથી કરતો આરામ

India vs Bangladesh: વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને પ્રથમ ટેસ્ટમાં ઈનિંગ અને 130 રનથી પરાજય આપ્યો હતો. 

INDvsBAN: વિરાટ કોહલીએ રેકોર્ડ જીત બાદ કહ્યું- એકપણ દિવસ નથી કરતો આરામ

કોલકત્તાઃ યજમાન ભારતીય ટીમે બાંગ્લાદેશ (India vs Bangladesh) વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ મેચ ભલે ત્રણ દિવસમાં જીતી લીધી હોય, પરંતુ તે એક દિવસ આરામ કરવાના મૂડમાં નથી. ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)એ મેચ જીત્યા બાદ તે સ્પષ્ટ કરી દીધું છે. ભારત  (Team India)એ ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશ  (Bangladesh)ને પરાજય આપીને બે મેચોની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. બંન્ને ટીમો હવે 22થી 26 નવેમ્બર વચ્ચે ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં પોત-પોતાની પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ રમશે. 

વિરાટ કોહલીએ સોમવારે જિમમાં વર્ક આઉટ કરતા એક વીડિઓ પોસ્ટ કર્યો છે. તેના કેપ્શનમાં લખ્યું છે, 'નો ડેઝ ઓફ (એક પણ દિવસ આરામ નહીં).' ભારતીય ટીમ આ સમયે ઈન્દોરમાં છે અને તે મંગળવારે સવારે કોલકત્તા પહોંચશે તેવી આશા છે. વિરાટ કોહલી પ્રથમ ટેસ્ટ મેચમાં શૂન્ય રને આઉટ થયો હતો. 

મહત્વનું છે કે વિરાટ કોહલીની ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને પ્રથમ ટેસ્ટમાં ઈનિંગ અને 130 રને પરાજય આપ્યો હતો. ભારતે વિરાટ કોહલીની આગેવાનીમાં 10 વખત ઈનિંગના અંતરથી જીત હાસિલ કરી છે. આ ભારતીય રેકોર્ડ છે. આ પહેલા ભારતીય રેકોર્ડ એમએસ ધોનીના નામે હતો. ભારતે ધોનીની આગેવાનીમાં 9 વખત ઈનિંગના અંતરથી જીત મેળવી હતી. 

— Virat Kohli (@imVkohli) November 18, 2019

ભારતે આ જીતની સાથે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પોતાની લીડ ખુબ મજબૂત કરી લીધી છે. ભારતે આ ચેમ્પિયનશિપમાં છ મેચ રમી છે અને તમામમાં વિજય મેળવ્યો છે. તે 300 પોઈન્ટની સાથે ટેબલમાં પ્રથમ સ્થાન પર છે. ભારત સિવાય દરેક ટીમના 100થી ઓછા પોઈન્ટ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news