IPL 2023: ટોપ 5 બેટ્સમેન જે IPL 2023માં જીતી શકે છે ઓરેન્જ કેપ

IPL 2023: IPLની 16મી સિઝન 31 માર્ચથી શરૂ થશે. IPLની છેલ્લી સિઝનમાં ઈંગ્લેન્ડના જોસ બટલરે ઓરેન્જ કેપ કબજે કરી હતી. ચાલો જાણીએ IPL 2023માં ટોચના પાંચ બેટ્સમેન જેઓ ઓરેન્જ કેપ જીતી શકે છે…
 

IPL 2023: ટોપ 5 બેટ્સમેન જે IPL 2023માં જીતી શકે છે ઓરેન્જ કેપ

IPL 2023: વિશ્વની સૌથી મોટી ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝન શરૂ થવામાં હવે માત્ર થોડા જ દિવસો બાકી છે. IPLની 16મી સિઝન 31 માર્ચથી શરૂ થશે. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં હંમેશા બેટ્સમેનોની ધૂમ જોવા મળે છે. ક્રિકેટ ચાહકો તેમના મનપસંદ બેટ્સમેનને ઓરેન્જ કેપમાં જોવા માંગે છે. IPLની છેલ્લી સિઝનમાં ઈંગ્લેન્ડના જોસ બટલરે ઓરેન્જ કેપ કબજે કરી હતી. ચાલો જાણીએ IPL 2023માં ટોચના પાંચ બેટ્સમેન જેઓ ઓરેન્જ કેપ જીતી શકે છે…

કેએલ રાહુલ
ઈન્ડિયન પ્રીમિયર લીગ દ્વારા ભારતીય ટીમમાં સ્થાન મેળવનાર અને લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલ ઓરેન્જ કેપ જીતી શકે છે. કેએલ રાહુલે વર્ષ 2020ની આઈપીએલ સીઝનમાં ઘણી ધમાકેદાર ઈનિંગ્સ રમીને ઓરેન્જ કેપ કબજે કરી હતી. KL રાહુલે IPL 2020 માં 55.83 ની એવરેજથી 670 રન બનાવ્યા અને IPL સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો. KL રાહુલે IPL 2021માં 5 અડધી સદી અને 1 સદી ફટકારી હતી.

વિરાટ કોહલી
ભારતીય ટીમનો રન મશીન વિરાટ કોહલી ઓરેન્જ કેપ જીતવાના મુખ્ય દાવેદારોમાં સામેલ છે. IPL 2016માં વિરાટ કોહલીએ સૌથી વધુ રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ IPL ઈતિહાસમાં સૌથી વધુ 973 રન બનાવીને ઓરેન્જ કેપ કબજે કરી હતી. વિરાટ કોહલીના ચાહકોને ઉમ્મીદ છે કે તે IPL 2023માં ફરી એકવાર ઓરેન્જ કેપ કબજે કરે.

ડેવિડ વોર્નર
ઓસ્ટ્રેલિયાનો ડેશિંગ બેટ્સમેન ડેવિડ વોર્નર તેની આક્રમક શૈલીને કારણે ચાહકોના ફેવરિટ ખેલાડીઓમાંનો એક છે. ડેવિડ વોર્નરે IPLની બે સિઝનમાં ઓરેન્જ કેપ જીતી છે. વોર્નરે IPL 2015માં 641 રન બનાવીને પ્રથમ વખત ઓરેન્જ કેપ કબજે કરી હતી, ત્યારબાદ વર્ષ 2019માં વોર્નરે 692 રન બનાવીને ફરીથી ઓરેન્જ કેપ મેળવી હતી. દિલ્હી કેપિટલ્સના ચાહકો ઈચ્છે છે કે વોર્નર ફરી એકવાર બેટથી શાનદાર પ્રદર્શન કરે અને ઓરેન્જ કેપ મેળવે.

 

શિખર ધવન
પંજાબ કિંગ્સના કેપ્ટન શિખર ધવન પણ ઓરેન્જ કેપ મેળવવાની યાદીમાં સામેલ છે. શિખર ધવન ઘણી સીઝનમાં ઓરેન્જ કેપથી થોડા જ રન દૂર રહ્યો છે. IPL 2020 અને 2019માં શિખર ધવન ઓરેન્જ કેપથી થોડાક જ ડગલાં દૂર હતો. IPL સિઝન 2020માં ધવને 618 રન બનાવ્યા હતા. તે સિઝનમાં કેએલ રાહુલે 670 રન બનાવીને ધવન પાસેથી ઓરેન્જ કેપ છીનવી લીધી હતી. પરંતુ આ સિઝનમાં ધવન શાનદાર પ્રદર્શન કરીને ઓરેન્જ કેપ મેળવી શકે છે..

જોસ બટલર
ઓરેન્જ કેપ જીતનારની યાદીમાં ઈંગ્લેન્ડના વિકેટ કીપર બેટ્સમેન જોસ બટલરનું નામ પણ આવે છે. જોસ બટલરે IPLની છેલ્લી સિઝનમાં શાનદાર બેટિંગ કરી હતી. IPL 2022માં રાજસ્થાન રોયલ્સ માટે બટલરે શાનદાર બેટિંગ કરી, ચાર સદી અને ચાર અડધી સદી સાથે 57.53ની એવરેજથી 863 રન બનાવ્યા અને ઓરેન્જ કેપ કબજે કરી. બટલર ફરી એકવાર આ સીઝનમાં પણ ઓરેન્જ કેપ જીતી શકે છે. 

આ પણ વાંચો
પોલીસમાં નોકરી મેળવવા માંગતી યુવતીઓ માટે પરીક્ષાથી લઈ ભરતી સુધીની A to Z જાણકારી
માં દુર્ગાના શૃંગાર માટે જરૂરી છે 7 વસ્તુઓ, કોઈ વસ્તુ ભુલી ગયા હોય તો આજે જ ચઢાવો

રાશિફળ 24 માર્ચ 2023: જાણો કોણે રહેવું પડશે અત્યંત સતર્ક
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news