IND vs PAK: અડધી મેચ તો જીતી લીધી ભારતે, ટોસ જીતીને લીધી ફિલ્ડિંગ, જાણો કેમ?
India Vs Pakistan World Cup Match Live Updates: વર્લ્ડ કપની સૌથી મોટી મેચ આજે છે ભારત અને પાકિસ્તાન વચ્ચે. ભારતે આ મેચ એમ કહી શકાય કે અડધી તો જીતી લીધી. કારણ કે ટોસ ભારતે જીત્યો અને પહેલા ફિલ્ડિંગ પસંદ કરી છે.
Trending Photos
India Vs Pakistan World Cup Match Live Updates: વર્લ્ડ કપની સૌથી મોટી મેચ આજે છે ભારત અને પાકિસ્તાન વચ્ચે. ભારતે આ મેચ એમ કહી શકાય કે અડધી તો જીતી લીધી. કારણ કે ટોસ ભારતે જીત્યો અને પહેલા ફિલ્ડિંગ પસંદ કરી છે.
કેમ ફિલ્ડિંગ પસંદ કરવી જરૂરી
આજની મેચ કાળી માટીની પીચ પર રમાવાની છે. આવી સ્થિતિમાં અહીં રન બનાવવું આસાન નહીં હોય. બીજી ઇનિંગમાં ઝાકળ પડવાની સંભાવના છે. આવી સ્થિતિમાં ટોસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવાનું પસંદ કરશે. ભારતે ટોસ જીત્યો અને પહેલા બોલિંગ પસંદ કરીને પાકિસ્તાનની ટીમને બેટિંગ માટે આમંત્રણ આપ્યું.
ICC World Cup | India win the toss and opt to bowl first against Pakistan at Narendra Modi Stadium in Ahmedabad, Gujarat. #INDvsPAK pic.twitter.com/b7hfDK5Ucn
— ANI (@ANI) October 14, 2023
શું કહ્યું હતું બાબર આઝમે?
અમદાવાદમાં છેલ્લી વખત 300થી વધુનો સ્કોર વર્ષ 2010માં થયો હતો. ટીમ ઈન્ડિયા સામે પહેલા રમતા દક્ષિણ આફ્રિકાએ 2 વિકેટે 365 રન બનાવ્યા હતા. આ મેદાનનો આ સૌથી મોટો સ્કોર પણ છે. જવાબમાં ટીમ ઈન્ડિયા માત્ર 275 રન બનાવી શકી હતી. 350થી વધુનો સ્કોર મેદાન પર માત્ર એક જ વાર બન્યો છે. મેચ પહેલાં પાકિસ્તાનના બાબર આઝમે કહ્યું હતું કે અહીં ઝાકળ પડી રહી છે અને પ્રકાશમાં બેટિંગ કરવી સરળ છે. આવી સ્થિતિમાં, પ્રથમ બેટિંગ કરનારી ટીમ અહીં મોટો સ્કોર બનાવવા માંગશે.
ટીમ ઈન્ડિયા પ્લેઈંગ 11: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, કે એલ રાહુલ (વિકેટકિપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ
પાકિસ્તાન પ્લેઈંગ 11: અબ્દુલ્લા શફીક, ઈમામ ઉલ હક, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકિપર), સૌદ શકીલ, ઈફ્તેખાર અહેમદ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, હસન અલી, શાહીન આફ્રીદી, હરીસ રાઉફ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે