amphan

અમ્ફાન બાદ આ બે રાજ્યોમાં આવશે નિસર્ગ વાવાઝોડું, એલર્ટ જાહેર

હમણાં થોડા દિવસ પહેલાં દેશનો પૂર્વી ભાગ ચક્રવાતી વાવાઝોડું અમ્ફાન (Amphan cyclone)થી ખરાબ રીતે પ્રભાવિત થયો હતો. હવે એક નવું ચક્રવાત નિસર્ગ (Cyclone Nisarga) પશ્વિમી તટ પર અરબ સાગરના ઉપર બનાવવાનું શરૂ  થઇ ગયું છે.

Jun 2, 2020, 08:24 AM IST

દક્ષિણ ગુજરાત પર વાવાઝોડું ત્રાટકે તો 500 કરોડનુ નુકસાન થવાની ભીતિ

આગામી 3 અને 4 જુનના રોજ દક્ષિણ ગુજરાત પર વાવાઝોડું ત્રાટકી શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના પગલે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. વાવાઝોડાની આગાહીના પગલે ખેતરોમાં કાપણી માટે પડેલો ડાંગર નો ૭૦ ટકા પાક અને બાગાયતી પાકોને પણ નુકશાન થવાની ભીતિ ખેડૂત આલમમાં સેવાઈ છે. જો દક્ષિણ ગુજરાત પર વાવાઝોડું ત્રાટકે તો આશરે 500 કરોડનું નુકશાન ખેડૂતોને સહન કરવાનો વારો આવી શકે છે. જ્યાં વાવાઝોડા ની આગાહીના પગલે દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

May 28, 2020, 11:37 AM IST

આગામી ચાર-પાંચ દિવસમાં સુરતમાં વાવાઝોડું ટકરાય તેવી સંભાવના

વાવાઝોડું ફરી ગુજરાતના કાંઠા વિસ્તારોને ધમરોળે તેવી સ્થિતિ ઉભી થઈ છે. આગામી ચાર-પાંચ દિવસોમાં વાવાઝોડું સુરતમાં ટકરાય તેવી સંભાવના છે. અરબી સમુદ્રમાં બની રહેલી સાઈક્લોનિક સિસ્ટમને કારણે 4 જુનની આસપાસ ટકરાય સુરતમાં વાવાઝોડું ટકરાય તેવી સંભાવના છે. સુરત જિલ્લાના અનેક વિસ્તારો વાવાઝોડું ટકરાશે. વાવાઝોડાને કારણે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે. પવન સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. 

May 27, 2020, 08:25 AM IST

'અમ્ફાન' ના કહેર પર PM મોદીની જાહેરાત, પશ્વિમ બંગાળને એક હજાર કરોડનું રાહત પેકેજ

અમ્ફાન વાવાઝોડા  (Amphan Cyclone)ના કારણે પશ્વિમ બંગાળના થયેલી તબાહીનું નિરિક્ષણ લીધા બાદ પીએમ મોદીએ કહ્યું કે 'આ વાવાઝોડાના કારણે 80 લોકોના મોત થયા છે. જે પરિવારએ પોતાના સ્વજન ગુમાવ્યા છે.

May 22, 2020, 03:15 PM IST
PM modi visit west bengal and odisha PT2M24S

PM મોદી પ.બંગાળ જવા રવાના થયા, અમ્ફાનથી થયેલા નુકસાનની સમીક્ષા કરશે

pm modi visits west bengal and odisha to take stock of the situation in the wake of cyclone amphan, watch video.

May 22, 2020, 10:05 AM IST

Cyclone Amphan: બંગાળ-ઓડિશાના દરિયા કાંઠાની નજીક અમ્ફાન, સાંજે 4 વાગ્યાથી લેન્ડફોલની શરૂઆતની શક્યતા

21 વર્ષ બાદ ભયાનક તોફાનથી તબાહીનું જોખમ તોળાઈ રહ્યું છે. બંગાળની ખાડીમાં ઉઠેલું આ અમ્ફાન તોફાન ઝડપથી ઓડિશા અને પશ્ચિમ બંગાળના કાંઠાના વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે. અમ્ફાનનો પહેલો પ્રહાર પારાદીપ પર થશે જ્યાં અત્યારથી જ આંધી તોફાન જોવા મળી રહ્યાં છે. ભારે વરસાદ પડી રહ્યો છે. અમ્ફાન તોફાન બપોર બાદ દીઘા કાંઠે ત્રાટકે તેવી શક્યતા છે. લગભગ 12.30 વાગે ભારતીય હવામાન ખાતા તરફથી મળેલી માહિતી મુજબ અમ્ફાન બંગાળની ખાડીમાં નોર્થવેસ્ટમાં દિઘાના સાઉથ ઈસ્ટથી 95 કિમી દૂર હતું. 

May 20, 2020, 03:11 PM IST

'અમ્ફાન' : PM પોતે રાખી રહ્યા છે સમગ્ર ઘટના પર નજર, ગૃહમંત્રાલયે NDMAની બેઠક બોલાવી

ચક્રવાતી તોફાન અમ્ફાન સોમવારે સાંજ સુધીમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરે અને તેની ખુબ જ વિકરાળ અસર ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળનાં કિનારાના વિસ્તારો પર પડવાની શક્યતા છે. ખાસ કરીને ગંગા નદીના કિનારાના વિસ્તારોમાં તોફાની વરસાદ પડે તેવી શક્યતા છે. જેના પગલે વડાપ્રધાન મોદી અમ્ફાનના કારણે પેદા થનારી સ્થિતીની સમીક્ષા કરવા માટે આજે સાંજે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી. ગૃહમંત્રાલય અને રાષ્ટ્રીય આપદા પ્રબંધન પ્રાધિકરણ સાથે વડાપ્રધાને બેઠક યોજી હતી. ગૃહમંત્રાલયે પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સા સરકારને આપેલી ગાઇડ લાઇનમાં કહ્યું કે, અમ્ફાન સોમવારે સવારે દક્ષિણી બંગાળની ઘઆડીનાં મધ્ય હિસ્સાઓ અને બાજુની મધ્ય બંગાળની ખાડી પર હાજર છે.

May 18, 2020, 06:39 PM IST