cbi તપાસ

સારાએ સુશાંતને ડ્રગ્સના રવાડે ચડાવ્યો? કરણ જોહરનો ચર્ચિત VIDEO પણ NCBના રડારમાં 

રિયા ચક્રવર્તીની ડ્રગ્સ સ્ટોરીમાં સારા અલી ખાન અને અન્ય ચાર મોટા નામનો ખુલાસો થતા જ બોલિવૂડમાં જાણે હડકંપ મચી ગયો છે. સૂત્રોના જણાવ્યાં મુજબ NCB આ પાંચ લોકો પર જલદી કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. સારા અલી ખાન ઉપરાંત અભિનેત્રી રકુલ પ્રીત સિંહ, ફિલ્મ જર્નાલિસ્ટ અને બોલિવૂડ પબ્લિસિસ્ટ રોહિણી ઐય્યર, દિલ બેચારાના ડાયરેક્ટર મુકેશ છાબડા, ડિઝાઈનર સીમોન ખંભાતાના નામ આ યાદીમાં સામે આવ્યાં છે. જેમાં સારાનું નામ સૌથી ચોંકાવનારું છે. સારા અને સુશાંતે કેદારનાથ ફિલ્મમાં સાથે  કામ કર્યું હતું અને તે દરમિયાન તેમની વચ્ચે પ્રેમ પાંગર્યો હોવાનું પણ કહેવાય છે. 

Sep 13, 2020, 02:28 PM IST

કંગનાને સપોર્ટ કરવા સુરતના વેપારીએ બનાવી ખાસ સાડી, પલ્લુ પર જોવા મળી ‘મણિકર્ણિકા’

 • સાડીના પાલવ પર કંગનાની મણિકર્ણિકાના રૂપમાં તસવીર જોવા મળે છે. તો સાથે સાડી પર “I Support Kangana Ranaut” લખવામાં આવ્યું.
 • કોરોનાકાળમાં ઓનલાઈન શોપિંગમાં ફાટફટ લોકોએ બુકિંગ કરાવી સાડી 

Sep 13, 2020, 12:26 PM IST

રિયા જેલમાં જતા જ હડકંપ, આ બોલિવૂડ સુપરસ્ટારના પરિવારના અનેક લોકોએ તાબડતોબ મુંબઈ છોડ્યું!

રિયા ચક્રવર્તી (Reha Chakraborty)  જેલમાં ગઈ તેના કારણે અનેક બોલિવૂડ સિતારાઓના માથે લટકતી તલવાર જોવા મળી રહી છે. રિયાએ બોલિવૂડના 25 એવા કલાકારોના નામનો ખુલાસો કર્યો છે જે ડ્રગ્સ લે છે. આ સિતારાઓના નામનો ખુલાસો થયા બાદ સમગ્ર બોલિવૂડમાં હડકંપ મચી ગયો છે. આ બાજુ એનસીબી (NCB)  પણ આ તમામ સિતારાઓ પર પોતાના સકંજો કસવાની તૈયારી કરી રહી છે. એવા પણ અહેવાલો આવી રહ્યાં છે કે સલમાન ખાન (Salman Khan) ના પરિવારના કેટલાક લોકો શનિવારે સવારે મુંબઈથી રવાના થયા. 

Sep 13, 2020, 08:51 AM IST

ગુસ્સે થયેલા સુરતના યુવાને ઉદ્ધવ ઠાકરેને મોકલી લિપસ્ટીક

 • સુરતના યુવરાજ પોખરણ દ્વારા આ ઘટનાને લઇ ઉદ્ધવ ઠાકરેને લિપસ્ટિક મોકલી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો

Sep 12, 2020, 03:56 PM IST

વિવાદ વચ્ચે કંગનાએ શેર કરી ગુજરાતની તસવીર, કહ્યું-જીત આખરે ભક્તિની થાય છે

 • ટ્વિટ અને તસવીરના માધ્યમથી તેણે પોતાની ઓફિસ તોડનારી શિવસેના પર ફરી એકવાર શાબ્દિક પ્રહાર કર્યો 
 • મનથી ધાર્મિક અને ભક્તિભાવમાં વિશ્વાસ રાખતી કંગના રનૌતે આ પહેલા દ્વારકાધીશ જગત મંદિરના દર્શન પણ કર્યા હતા

Sep 12, 2020, 01:00 PM IST

ડ્રગ્સના પાતાલલોકમાંથી આ 5 ચહેરા બહાર આવ્યા, રિયાએ ફોડ્યો બોલિવુડના ડ્રગીસ્ટનો ભાંડો

 રિયા દ્વારા આપવામાં આવેલા 25 નામોને એનસીબીએ ત્રણ કેટેગરીમાં વહેંચ્યા છે. જેમાં પાંચ નામ એવા છે, જેમના પર સૌથી મોટી કાર્યવાહી થઈ શકે છે

Sep 12, 2020, 08:41 AM IST

સુશાંત કેસમાં મોટો વળાંક, રિયાએ બોલિવુડના 25 નશેબાજ લોકોના નામ

 • રિયા ચક્રવર્તીએ એનસીબીને મુંબઈ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના એ 25 નામોની લિસ્ટ આપી, જે ક્યાંકને ક્યાંક નશાના આ પાતાલલોકમાં સામેલ છે.
 • રિયા ચક્રવર્તીએ પૂછપરછમાં જે સેલિબ્રિટીઝનું નામ લીધું છે, તેમાં સૌથી મોટું નામ છે સારા અલી ખાન

Sep 12, 2020, 08:01 AM IST

શિવસેનાનું ગુંડારાજ : કંગના બાદ સામાન્ય નાગરિકો પર ફૂટ્યો ગુસ્સો, રિટાયર્ડ નેવી ઓફિસરને બેરહેમીથી માર્યો

 • મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર બનેલા એક કાર્ટુનને વોટ્સએપ પર મૂકવા અંગે શિવસેના કાર્યકર્તાઓએ એક રિટાયર્ડ નૌસેના અધિકારી મદન શર્મા સાથે મારપીટ કરી હતી.
 • રિટાયર્ડ ઓફિસરે કહ્યું, મેં આખી જિંદગી દેશની સેવા કરી છે. આ પ્રકારની સરકારને સત્તામાં રહેવાનો કોઈ અધિકાર નથી. 

Sep 12, 2020, 07:34 AM IST
Rhea Chakraborty's Bail Application Rejected By Sessions Court PT3M28S

રિયા ચક્રવર્તીની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી

Rhea Chakraborty's Bail Application Rejected By Sessions Court

Sep 11, 2020, 03:40 PM IST

બોલિવૂડ ડ્રગ્સ કનેક્શન પર જલદી થઈ શકે છે મોટી કાર્યવાહી, NCBના રડાર પર છે મોટા સ્ટાર્સ

બોલિવૂડના ડ્રગ્સ કનેક્શન પર જલદી મોટી  કાર્યવાહી થઈ શકે છે. બોલિવૂડના 4થી 5 મોટા નામ તપાસ એજન્સીના રડાર પર છે અને NCB તેમને સમન પાઠવવાની તૈયારીમાં છે. પરંતુ આ  બધા વચ્ચે સૌથી મોટો સવાલ એ છે કે શું આ 4 થી 5 નામ સુશાંત સિંહ રાજપૂતના મોતનું સત્ય જણાવશે ખરા?

Sep 11, 2020, 02:09 PM IST

Big Breaking: રિયા ચક્રવર્તી જેલમાં જ રહેશે, કોર્ટે જામીન અરજી ફગાવી

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મોત કેસ સાથે જોડાયેલા ડ્રગ કેસમાં રિયા ચક્રવર્તીને મોટો ઝટકો મળ્યો છે. રિયાની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દેતા રિયાએ હવે જેલમાં જ રહેવું પડ્શે.

Sep 11, 2020, 12:09 PM IST

Kangana Ranaut એ સોનિયા ગાંધીને પૂછ્યો વેધક સવાલ, બાળ ઠાકરેનો VIDEO પણ શેર કર્યો

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે ચાલી રહેલા વિવાદે તૂલ પકડ્યું છે. બીએમસીએ ઓફિસ તોડી નાખતા કંગના ખુબ નારાજ છે. તે સતત આ અંગે ટ્વીટ કરીને આકરા પ્રહારો કરે છે. આ વખતે તેણે  કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પર નિશાન સાધ્યું છે. તેણે કહ્યું કે શું તેમને આ બધુ જોઈને તકલીફ નથી થતી? આ ઉપરાંત કંગનાએ બાળાસાહેબ ઠાકરેનો એક જૂનો વીડિયો શેર કર્યો છે. આ સાથે લખ્યું છે કે ગ્રેટ બાળાસાહેબ ઠાકરે મારા ફેવરિટ આઈકન હતાં.

Sep 11, 2020, 11:36 AM IST

આ VIDEOએ રિયાનો ભાંડો ફોડ્યો, પાર્ટીમાં બિન્દાસ ડ્રગ્સ લેતી જોવા મળી

એકબાજુ રિયા સતત ના પાડે છે કે તે ડ્રગ્સ લેતી જ નથી પણ આ વીડિયોએ તેનો ભાંડો ફોડ્યો. સુશાંતને તેણે જ ડ્રગ્સની જાળમાં ફસાવ્યો તેવી શંકા પ્રબળ બની રહી છે. 

Sep 11, 2020, 09:10 AM IST

મોત પહેલા સાવ કાબૂ ગુમાવી ચૂક્યો હતો સુશાંત, છતાં રિયા બિન્દાસ્ત થઈને લઈ રહી હતી આ Video

 • ખુદ રિયા ચક્રવર્તી તેને પોતાના મોબાઈલથી રેકોર્ડ કરી રહી છે. આ વીડિયોમાં સુશાંત સિંહ રાજપૂત બીમાર અને પરેશાન દેખાઈ રહ્યાં છે. 
 •  રિયા ચક્રવર્તીના પિતા ખુદ ડોક્ટર છે, તેઓએ સુશાંત રાજપૂતની મદદ કેમ ન કરી

Sep 10, 2020, 09:06 AM IST

VIDEO: મુંબઇમાં પગ મૂકતાની સાથે જ Kangana Ranaut એ CM ઉદ્ધવ ઠાકરેને ફેંક્યો પડકાર

અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut) ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે મુંબઇ (Mumbai) પહોંચી ગઈ છે. મુંબઇ પહોંચીને તરત જ કંગના રનૌતે મહારાષ્ટ્ર (Maharashtra) ના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર આકરા પ્રહાર કર્યા છે. BMCની કાર્યવાહી પર કંગના રનૌતે કહ્યું કે ઉદ્ધવ ઠાકરે આ જે મારું ઘર તૂટ્યું છે, કાલે તમારુ ઘમંડ તૂટશે. બધાનો સમય એક જેવો રહેતો નથી. 

Sep 9, 2020, 04:26 PM IST

કંગનાની ઓફિસમાં તોડફોડ કરનાર BMCને હવે શરદ પવારે મારી લપડાક, જાણો શું કહ્યું?

. એનસીપી ચીફે કહ્યું કે મુંબઇમાં આવી અનેક ગેરકાયદેસર ઈમારતો છે. આવામાં બીએમસીના અધિકારીઓએ આવો નિર્ણય કેમ લીધો? એ જોવાની જરૂર છે.

Sep 9, 2020, 03:36 PM IST

કંગનાની સુરક્ષા માટે શિવસેનાની સામે પડી કરણી સેના, આમને-સામને આવી ગયા કાર્યકર્તા

એરપોર્ટની બહાર શિવસેનાની સાથે કરણી સેના (karni sena) ના કાર્યકરો પણ હાજર રહ્યા. જેઓએ કંગનાની સુરક્ષાની જવાબદારી ઉપાડી છે તે કરણી સેનામાં બીએમસી (BMC) ની કામગીરી સામે રોષ જોવા મળ્યો

Sep 9, 2020, 03:09 PM IST

ઓફિસ ભલે તૂટી પણ કંગનાનો જુસ્સો એકદમ અડીખમ, અભિનેત્રી મુંબઇ પહોંચી

અભિનેત્રી કંગના રનૌતની મુંબઇ ટ્રિપ પર બધાની નજર ટકેલી છે. હાલ કંગના મુંબઇ પહોંચી ગઈ અને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે પોતાની ઓફિસ જવા માટે રવાના થઈ ગઈ.

Sep 9, 2020, 02:49 PM IST

બોમ્બે HCએ કંગનાની ઓફિસમાં તોડફોડ કરનાર BMCનું નાક કાપ્યું, આપ્યો આ આદેશ

બોમ્બે હાઈકોર્ટે આજે કંગના રનૌતને મોટી રાહત આપતા તેની ઓફિસના ગેરકાયદે બાંધકામ પર કાર્યવાહી કરવા પર રોક લગાવી છે. અભિનેત્રીએ બીએમસીની કાર્યવાહીને બોમ્બે હાઈકોર્ટમાં પડકારી હતી. 

Sep 9, 2020, 02:24 PM IST

BMCએ ઓફિસમાં કરી તોડફોડ, કંગનાએ કહ્યું- 'ફરી બનશે રામ મંદિર, જય શ્રી રામ'

શિવસેના નેતાઓની ધમકી વચ્ચે અભિનેત્રી કંગના રનૌત આજે મુંબઇ પહોંચી રહી છે. બીએમસીએ કંગનાની ઓફિસનો એક ભાગ ગેરકાયદે ગણાવીને તોડફોડની કાર્યવાહી કરી. બીએમસીએ પહેલા નોટિસ ફટકારી અને ત્યારબાદ ગેરકાયદે બાંધકામ તોડી પાડવાની વાત કરી અને થોડી જ વારમાં બીએમસીના અધિકારીઓ હથોડો લઈને કંગનાની ઓફિસ પહોંચી ગયાં. ઓફિસની અંદર તોડફોડ કરી. લગભગ અઢી કલાકની કાર્યવાહી બાદ બીએમસીની ટીમ કંગનાની ઓફિસથી પાછી ફરી. બીએમસીની કાર્યવાહી વિરુદ્ધ બોમ્બે હાઇકોર્ટમાં સુનાવણી ચાલુ છે. 

Sep 9, 2020, 01:31 PM IST