Custodial death News

અમદાવાદ: વેજલપુર પોલીસ સ્ટેશનમાં જુગારીનું કસ્ટોડિયલ ડેથ, પરિવારનો હોબાળો
શહેરના વેજલપુર પોલીસ સ્ટેશનમાં કસ્ટડીયલ મોતનો મામલો સામે આવતા પોલીસ દોડતી થઈ ગઈ. શહેરના 3 પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સ્ટાફ વેજલપુરમાં દોડી આવ્યા હતા. જોકે પોલીસ અધિકારીનું કેહવું છે કે, મરનારને અતિગંભીર બીમારી હતી. જેના કારણે કુદરતી મોત થયું છે. વેજલપુર પોલીસ સ્ટેશનમાં રડી રહેલ આ પરિવારજનોએ પોતાના ઘરના મોભીને ગુમાવી દીધા છે. પરિવાર પોલીસ ઉપર આરોપ પણ મૂકી રહ્યાં છે. પરિવારજનોનું કેહવું છે કે, તેમના પિતાને બીમારી હતી અને જેની દવા રાતે પોલીસ કર્મચારીઓ આપવા ના દીધી. જેના કારણે મોત થયું છે. મરનાર અબ્દુલ કાદરને જુગાર ચલાવવાના કેસમાં 7 આરોપીને  લાવવામાં આવ્યા હતા. જે તમામને ગઈ રાત્રીથી નજરકેદમાં હતા.
Sep 27,2020, 17:44 PM IST
હત્યારા અને ભાગેડુ પોલીસ કર્મચારીઓને શોધવા આકાશપાતાળ એક કરી રહી છે વડોદરા પોલીસ
વડોદરાના ફતેગંજ પોલીસ સ્ટેશનમાં આરોપીની હત્યાનો મામલામાં વધુ નામ ખૂલવાની શક્યતા છે. પીઆઈ, પીએસઆઇ સહિતના આરોપીઓએ રાતના અંધારામાં ખેલ પાડીને આરોપી વૃદ્ધ નિસાર શેખનો મૃતદેહ ક્યાં રફેદફે કર્યો તેનો ભેદ હજી ખૂલ્યો નથી. ફતેગંજ પોલીસ મથકમાંથી મોડી રાત્રે 12:30 વાગ્યે મૃતદેહ લઈ જવાયાની આશંકા સેવાઈ રહી છે. સ્ટેશન ડાયરીમાં નોંધ કરનાર pso વનરાજસિંહને આરોપી કેમ ના બનાવ્યો તે એક સવાલ છે. ડેડબોડીને સળગાવી પાણીમાં ફેંકી કે દાટી દીધી એવા અનકે સવાલોનો જવાબ હજી મળ્યો નથી. વડોદરા પોલીસ હજુ પણ અવઢવમાં છે. વડોદરા પોલીસે ફરાર થઈ ગયેલા સાત પોલીસ કર્મચારીઓને શોધવા માટે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તરફ પોલીસની 3 ટીમો રવાના કરી છે.  ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ પણ આરોપી પોલીસની શોધખોળ માટે લાગી ગઈ છે. 
Jul 10,2020, 9:38 AM IST
વડોદરા : આરોપીને કસ્ટડીમાં મારીને પુરાવા નાશ કર્યા, PI સહિત 7 પોલીસ કર્મી સામે ગુનો
ફતેગંજ પોલીસ મથકના પૂર્વ પીઆઈ સહિત કર્મીઓ સામે હત્યાનો ગુનો નોંધાયો છે. પી.આઈ ધર્મેન્દ્ર ગોહિલ, પી.એસ.આઈ દશરથ રબારી અને 4 કોન્સ્ટેબલ સામે ગુનો નોંધાયો છે. આ તમામ પોલીસ કર્મચારીઓએ ચોરીના શકમંદ આરોપીને બાંધીને માર્યો હતો. મૂઢ મારને કારણે આરોપી બાબુ નિસાર શેખનું મોત નિપજ્યું હતું. એટલું જ નહિ, પોલીસકર્મીઓએ સાથે મળી લાશને સગેવગે કરી હતી. જેના બાદ પોલીસ સ્ટાફએ આરોપીના પરિવારજનોએ જણાવ્યું હતું કે, આરોપીને મુક્ત કર્યા છે. પોલીસ કર્મચારીઓએ તમામ પુરાવાઓનો પણ નાશ કર્યો હતો. તો બીજી તરફ, ફતેગંજ પોલીસ સ્ટેશનના એસીપીએ ફરિયાદી બની ગુનો નોંધાવતા ખળભળાટ મચ્યો છે. ગુનો નોંધાતા પી.આઈ સહિતના આરોપીઓ હાલ ભાગેડુ થયા છે. 
Jul 7,2020, 13:02 PM IST

Trending news