નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી એવી ટિપ્પણી કે કરીના કપુર થઇ જશે ધુંવાપુંવા

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઇ પટેલે બાપુનગરમાં જાહેર સભા સંબોધી હતી. પોતાના સંબોધન દરમિયાન તેમણે તૈમુર લંગ વિશે પણ નિવેદન આપ્યું હતું. ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ તમામ સ્ટાર પ્રચારકોએ પ્રચારનાં છેલ્લા દિવસે અનેક સભાઓ સંબોધી હતી. નાગરિકોને ભાજપ પક્ષે મતદાન કરવા માટે અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં ભાજપનું શાસન પણ જોયું છે. ગુજરાતે આ શાસન દરમિયાન જે વિકાસ કર્યો છે તે નાગરિકો જોઇ શકે છે. જો કે આ સભામાં તેઓનું મુખ્ય ફોકસ હિંદુ અને વિધર્મીઓના મુદ્દા પર રહ્યું હતું. 
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી એવી ટિપ્પણી કે કરીના કપુર થઇ જશે ધુંવાપુંવા

જાવેદ સૈયદ/અમદાવાદ : ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઇ પટેલે બાપુનગરમાં જાહેર સભા સંબોધી હતી. પોતાના સંબોધન દરમિયાન તેમણે તૈમુર લંગ વિશે પણ નિવેદન આપ્યું હતું. ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ તમામ સ્ટાર પ્રચારકોએ પ્રચારનાં છેલ્લા દિવસે અનેક સભાઓ સંબોધી હતી. નાગરિકોને ભાજપ પક્ષે મતદાન કરવા માટે અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં ભાજપનું શાસન પણ જોયું છે. ગુજરાતે આ શાસન દરમિયાન જે વિકાસ કર્યો છે તે નાગરિકો જોઇ શકે છે. જો કે આ સભામાં તેઓનું મુખ્ય ફોકસ હિંદુ અને વિધર્મીઓના મુદ્દા પર રહ્યું હતું. 

ભગવાન રામના મંદિર માટે આપણે બધા નિધિએકત્ર કરી રહ્યા છીએ. રામ મંદિર માટે નિધિ ન આપી હોય તો આપજો મારી વિનંતી છે. અત્યારે ભગવાન રામનું મંદિર બની રહ્યું છે તેના વિશે કલ્પના કરો કે યુપીએ સરકાર ચાલુ રહી હોત અને મનમોહન સિંહ, સોનિયા ગાંધી, રોબર્ટ વાડ્રા, રાહુલ ગાંધી, પી.ચિદમ્બરમ આવા લોકોના ઇશારે ચાલતી સરકાર સમજી લો કે કદાચ ચાલુ રહી હોત તો તમે માનો છો કે આ રામ મંદિરનું કામ ચાલુ થયું હોત? ભારતની જનતાનો આભાર કે સુપ્રીમ કોર્ટે સર્વાનુમતે ચુકાદો આપ્યો અને નરેન્દ્ર મોદીએ કુશળ નેતૃત્વ કરી દીર્ષદ્રષ્ટી વાપરી, કાયદાકીય વિભાગ, યોગી આદિત્યનાથ વધારે જમીનની ફાળવણી કરી અને જે વ્યવસ્થા ઉભી કરી તેના કારણે આપણી ભાજપની કેન્દ્રમાં સરકાર બની એટલે જ આ રામ મંદિરનું કામ ચાલુ થયું. જો કોંગ્રેસ, યુપીએ, ડાબેરી કે મુલાયમ કે બીજા લોકોની સરકાર ભેગી હોત તો એ શંભુમેળા સરકાર હતી.એ સરકારને તો હું શંભુમેળા સરકાર પણ નથી કહેતો કારણ કે એમાં પણ ભગવાનનું નામ આવે છે. ખીચડા સરકાર જે આવ્યું એ ભેગુ થઇ ગયું.ગમે તેમ કરીને દાડા કાઢવાના એ સરકાર હોત તો હું મારા વર્ષોના અનુભવથી કહૂુ છું કે રામ મંદિર બનાવવાનું કામ શરૂ થઇ શક્યું ન હોત. 

તાજ મહેલ બનાયો આપણને વાંધો નથી. બાબરી મસ્જીદ બીજે બનાવી હોત તો આપણને વાંધો નહોતો. સેંકડો મસ્જીદો છે આપણને વાંધો નથી. આ વિધર્મીઓને એમના  શીખવાડતા હતા, પરદેશથી આવેલા આ તો બધા અફઘાનિસ્તાનીઓ હતા. તૈમુરને લંગ જ કહેવાનું. તૈમુર લંગડો જ હતો. કોઇ તૈમુર એકલું ન બોલવાનું. તૈમુર લંગડો જ હતો. એના બધા લંગડા જ હોય છે. આ તૈમુર લંગથી માંડીને હુમાયુ, બાબર જે આયા એ બધા પછી તેની ઓલાદો આવી એ કોઇ ભારતીય નથી. એના ડીએનએનો ટેસ્ટ કરો તો હજુ અફઘાનિસ્તાન નિકળશે. 

ક્યાંક ક્યાંક ભડકા કર્યા જ કરે છે. ક્યાંક પીક્ચર બનાવીને ભડકો કરે ક્યાંક ગીત બનાવીને ભડકો કરે. એવું કરીને હિંદુઓની લાગણી દુભાય આ બધુ એમને શીખવાડેલું છે. હિંદુઓને માનસિક રીતે અપસેટ કરવા હોય તો હિંદુઓના રજવાડા પડાવી લેવાથી નઇ ચાલે, ભગવાનનાં પ્રતિક છે સોમનાથ મંદિર હોય કે રામ મંદિર હોય કે બીજા મંદિરો હોય તે બધા તોડો તો આખા દેશના હિંદુઓ ગભરાઇ જશે. કમનસીબે આપણા હજારો રજવાડાઓમાં વહેંચાઇ ગયેલા હિંદુઓ હતા એટલે કશુ કરી શક્યા નહી. તેમણે જુઓ શોધી શોધીને કામ કર્યું. ભગવાન સોમનાથ મહાદેવનું મંદિર 17 વખત તોડ્યું. માત્ર લૂંટ જ ન કરી મંદિર પણ તોડ્યું અને હિંદુઓના આસ્થા સ્થાન પર કુઠારાઘાત કરો. એટલે જ ભગવાન સોમનાથનું મંદિર તોડ્યું. ભગવાન રામની પવિત્ર જગ્યાને ભ્રષ્ટ કરી. કૃષ્ણ ભગવાનનું જન્મ સ્થળ છે તે ભ્રષ્ટ કર્યું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news