motor vehicle act 2019

Traffic Policeman તમારી ગાડીની ચાવી ઝૂંટવી ન શકે? આવું કરે તો બતાવી દો આ નિયમ

જો તમે વાહન ચલાવો છો તો તમે આ વાતથી જરૂર વાકેફ હશો કે ઘણીવાર ટ્રાફિક પોલીસકર્મી (Traffic Policeman) ચેકિંગ દરમિયાન ગાડીની ચાવી નિકાળી (Snatch Vehicle Key) લે છે. પરંતુ શું તમે જાણો છો કે તેમને આ વાતનો અધિકાર હોતો નથી.

Dec 4, 2021, 01:10 PM IST

હવે ચલણ ફાટ્યું તો હાલત ખરાબ થઇ જશે, ટ્રાફિકના નિયમો તોડશો ખિસ્સા થઇ જશે ખાલી

રાજ્ય સરકારે એક નોટિફિકેશન જાહેર કરતાં 2019 એક્ટમાં ફેરફારની જાહેરાત કરી છે અને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન પર ચલણની રકમ વધારવાની જાણકારી આપી છે.

Dec 3, 2021, 12:55 PM IST

વડોદરા : દંડથી બચવા ચાલકે પૂરઝડપે બાઈક હંકારી, તો ટ્રાફિક જવાન 25 ફૂટ સુધી ઘસડાયા

હાલ રાજ્યભરમા નવા મોટર વ્હીકલ એક્ટનું પાલન ટ્રાફિક વિભાગ દ્વારા કરાવવામાં આવી રહ્યું છે. ત્યારે એક બાઈક ચાલકને અટકાવવા જતા ટ્રાફિક પોલીસ જવાન ઈજાગ્રસ્ત થયો હતો. જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આમ, એક ચાલકને ટ્રાફિકના પાઠ ભણાવવાના ચક્કરમાં ટ્રાફિક પોલીસ ઘાયલ થયા હતા. 

Nov 5, 2019, 04:20 PM IST

વડોદરામાં ટ્રાફિક પોલીસનું ચેકિંગ, સાણસામાં આવ્યા નગરપાલિકાના વાહનો

વડોદરા (Vadodara) માં ટ્રાફિક પોલીસ (Traffic Police) દ્વારા સતત ત્રીજા દિવસે વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ટ્રાફિક પોલીસે ટ્રાફિકના નવા નિયમો (Traffic rules) પ્રમાણે લોકોને દંડ ફટકાર્યો છે. ટ્રાફિક પોલીસે વિવિધ ટીમો બનાવી કાલાઘોડા સર્કલ, ગેંડા સકર્લ, ફતેગંજ સર્કલ, દાંડિયા બજાર ચાર રસ્તા, લહેરીપુરા દરવાજા, ચકલી સર્કલ સહિતના વિસ્તારોમાં ડ્રાઈવ યોજી ટ્રાફિકના નિયમનું પાલન ન કરનારા લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરી છે. કાલાઘોડા સર્કલ પાસે ટ્રાફિક પોલીસે સામાન્ય વાહન ચાલકોની સાથે સાથે સરકારી વાહન ચાલક સામે પણ કાર્યવાહી કરી છે. 

Nov 3, 2019, 01:07 PM IST

કમોસમી વરસાદથી નુકશાન વેઠી રહેલા ખેડૂતો માટે મંત્રી આરસી ફળદુએ આપ્યા રાહતના સમાચાર

સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ અને સતત લીલા દુકાળને લઈને ખેડૂતોને થયેલ વિવિધ પાકોના નુકસાન અંગે તેમજ આવતીકાલથી વાહન વ્યવહાર અને આરટીઓ (RTO) ના નવા કાયદાઓની અમલવારી અંગે રાજ્યના કેબિનેટ મંત્રી આર સી ફળદુએ મહત્વનું નિવેદન આપ્યું છે. કમોસમી વરસાદ સામે નુકશાન ભોગવી રહેલ રાજ્યભરના ખેડૂતોને આ સમાચારથી રાહત મળશે. 

Oct 31, 2019, 11:48 AM IST

‘3 Idiots’ના રેન્ચોને પાછળ પાડે તેવું છે નવસારીના યુવકનું ટેલેન્ટ, બનાવી સસ્તી E-bike

અભાવો વચ્ચે પણ માણસ ચાહે તો પોતાની ક્ષમતાને આધારે સફળ થઈ શકે છે. નબળી આર્થિક સ્થિતિમાં પરિવારને મદદરૂપ થવા વર્ષોથી ગેરેજમાં કામ કરનારા નવસારી (Navsari) ના યુવાને પોતાની મિકેનિક સ્કીલને પાંખ આપી અને વાહનોના કાટમાળનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રિક બાઇક (E-bike) બનાવી છે, જે લોકોને ઘણી પસંદ પડી રહી છે. અને હવે તો આ યુવકને નવી બાઈક બનાવવા માટે ઓર્ડર પણ મળી રહ્યાં છે. 

Oct 18, 2019, 09:04 AM IST

ટ્રાફિક દંડ ભરવામાં અમદાવાદીઓ એકદમ પાછળ, એક કારચાલકે ઈ-મેમો મેળવવામાં રેકોર્ડ બનાવ્યો

અમદાવાદ(Ahmedabad) માં ટ્રાફિક પોલીસ (traffic police) દ્વારા નિયમોના ભંગ કરનારને દંડ આપવામાં આવે છે, પણ અમદાવાદવાસીઓ આ દંડ ભરતા જ નથી. જેના કારણ કે, છેલ્લા 4 વર્ષમાં 55 કરોડથી વધારાનો દંડ ટ્રાફિક નિયમો (traffic Rules) નો ભંગ કરનાર શહેરવાસીઓ ભર્યો જ નથી. ટ્રાફિક દંડ ભરવામાં અમદાવાદવાસીઓ એકદમ પાછળ છે. છેલ્લા 4 વર્ષમાં 55 કરોડનો દંડ અમદાવાદીઓએ ભર્યો નથી. તો 4 વર્ષમાં 24 કારોડ રૂપિયા ટ્રાફિકના નિયમનો ભંગ કરનાર વ્યક્તિઓ પાસેથી વસૂલાયા છે. ત્યારે આ વચ્ચે એક અમદાવાદની ચોંકાવનારી માહિતી સામે આવી છે. અમદાવાદમાં એક કાર ચાલકે પોતાના 111 મેમોનો દંડ હજી સુધી ભર્યો નથી. 

Oct 17, 2019, 08:47 AM IST

રીક્ષાચાલક એસોસિયેશનને કહ્યું, અમારી માંગ સરકાર નહિ માને તો રાજ્યભરના રીક્ષાચાલકો હડતાળ કરશે

આજે અમદાવાદ (Ahmedabad) શહેરમાં રીક્ષાચાલકો (Rickshaw Union) હડતાળ પર ઉતર્યા છે. સવારે 6 વાગ્યાથી રિક્ષાચાલકો એક દિવસની હડતાળ (Strike) પર ઉતર્યા છે. જેને પગલે શહેરમાં ચાલતી લાખો રીક્ષાના પૈડા થંભી ગયા છે. રીક્ષા સ્ટેન્ડની અપૂરતી વ્યવસ્થા, નવા મોટર વ્હીકલ એક્ટ (Motor Vehicle Act 2019) હેઠળ ભારે દંડની રકમનો વિરોધ, રિવરફ્રન્ટ (River Front) માં રિક્ષાઓના પ્રવેશ પર પ્રતિબંધ તેમજ રીક્ષાના વિમાની વધુ રકમ જેવા વિવિધ મુદ્દાઓના વિરોધમાં રીક્ષાચાલકો હડતાળ પર ઉતર્યા છે. રીક્ષા ચાલકોની હડતાળને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. શહેરમાં અનેક સ્થળોએ રીક્ષા દોડતી નજરે ચઢી છે. તો બીજી તરફ, હડતાળને સફળ બનાવવા રિક્ષાચાલકો પ્રયાસ કરી રહ્યાં છે. 

Oct 3, 2019, 11:17 AM IST

મોટર વ્હીકલ એક્ટના વિરોધમાં કોંગ્રેસની ગાંધી સંદેશ યાત્રા, હેલ્મેટ વગરની બાઈક રેલી કાઢી

ગાંધી વિચારોને જન જન સુધી પહોંચાડવા માટે આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા ગાંધી સંદેશ યાત્રાનો પ્રારંભ કરાયો છે. જેમા કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલ મોટર વ્હીકલ એક્ટનો સવિનય કાનૂન ભંગ કરી હેલ્મેટ પહેર્યા વગર જ બાઇક ચલાવી રેલી કાઢી હતી. ઉલ્લેખનીય છે કે, ગુજરાત કોગ્રેસ દ્વારા મહાત્મા ગાંધીની 150 મી જન્મ જયંતી નિમિત્તે ગાંધી સંદેશ યાત્રાનું આયોજન કરાયું છે. જેમાં એક યાત્રા દાંડીથી અમદાવાદ સાબરમતી આશ્રમ અને પોરબંદરથી અમદાવાદ સાબરમતી આશ્રમ સુધી પહોંચશે. પોરબંદરથી વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ યાત્રાની આગેવાની કરી છે. ચાર દિવસ બાદ ગાંધી સંદેશ યાત્રા અમદાવાદ પહોંચશે.

Sep 27, 2019, 03:27 PM IST

પોરબંદર : પોતાના દીકરા જેમ બીજા કોઈનો પુત્ર અકસ્માતમાં મૃત્યુ ન પામે તે માટે પિતાએ લોકોને આપી યાદગાર ભેટ

પોરબંદર (Porbandar) સહિત રાજ્યભરમાં મોટર વ્હીકલના કાયદા (Motor Vehicle Act 2019) ના અમલવારી માટે તંત્રએ કમર કસી છે. જેને કારણે વાહન ચાલકોએ હેલ્મેટ (Helmet) પહેરવું ફરજિયાત બન્યું છે. આ કાયદો (traffic Rules) કેટલો જરૂરી છે અને હેલ્મેટ સહિતની સુરક્ષા આપણા માટે કેટલી જરુરી છે તે અંગે લોકોમાં જાગૃતિ (Awareness) આવે તે પણ મહત્વનું છે. આવામાં પોરબંદર શહેરમા એક પિતાએ તેમના પુત્રની યાદમા હેલ્મેટ સર્કલ (Helmet Circle) બનાવી તેને અનોખી સ્ટાઈલમાં શ્રદ્ધાંજલિ આપી છે. 

Sep 27, 2019, 09:52 AM IST

રાજકોટના મેયર અને શાસક પક્ષના નેતાએ મહિનાઓ જૂનો ઈ-મેમો હજી ભર્યો નથી

રસ્તા પર ઉભા રહીને ટ્રાફિક પોલીસવાળા સામાન્ય લોકોને ટ્રાફિકનો દંડ (Motor Vehicle Act 2019) ફટકારે છે, તો ક્યારેક ટ્રાફિક નિયમો (Traffic Rules) ની સમજણ આપતા દેખાય છે. પણ, ક્યારેક કોઈ સરકારી ગાડીઓને રોકવામાં આવતી નથી, કે ન તો તેમના પર દંડ ફટકારાય છે. આવા કિસ્સા ભાગ્યે જ સામે આવતા હોય છે. ત્યારે રાજકોટ (Rajkot) માં મનપાના અધિકારીઓના ઈ-મેમો (E-Memo)ની રસપ્રદ માહિતી સામે આવી છે. મનપાના પદાધિકારીઓના ઈ-મેમો જ ભરવાના બાકી છે. પ્રજા પાસેથી એક તરફ નિયમોના નામે કડક દંડની કાર્યવાહી કરાય છે, જ્યારે કે બીજી તરફ શાસક પક્ષ જાણે પરગ્રહવાસી હોય તેમ ઈ-મેમોથી અજાણ હોય તેવું લાગે છે. 

Sep 25, 2019, 11:17 AM IST

5000માં ટ્રાયલ વિના લાયસન્સ કાઢવાની લાલચ આપી સુરતીઓ સાથે થઇ ઠગાઇ

સુરતના વરાછામાં રૂપિયા 5000માં કોઈપણ ટ્રાયલ વગર લાયસન્સ કાઢી આપવાની લાલચ આપી સૌથી વધુ લોકો પાસેથી પૈસા પડાવી એજન્ટ ભાગી છૂટ્યો હતો. જેને લઇ આજે ભોગ બનનાર 100થી 150 જેટલા લોકોએ એજન્ટની ઓફિસે હોબાળો મચાવ્યો હતો. વરાછા પોલીસે આ અંગે તમામ લોકોની અરજી લઇને એજન્ટને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી છે. 

Sep 23, 2019, 05:11 PM IST

આજે રવિવારે રાજ્યની તમામ RTO ઓફિસ ખુલ્લી, સાંજે આટલા વાગ્યા સુધી કરાવી શક્શો તમારા કામ

આજે રાજ્યભરના તમામ RTO કાર્યરત છે. ટ્રાફિકના નવા કાયદા (Motor Vehicle Act 2019)ના અમલ બાદ RTO કચેરીમાં અરજદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. લાયસન્સની પ્રક્રિયા માટે લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. ત્યારે અરજદારો માટે આજે રજાના દિવસે પણ રાજ્યભરની તમામ RTO કચેરી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં અરજદારો તમામ પ્રકારની કામગીરી કરાવી શકશે. RTO કચેરીમાં લાંબી લાઈનના કારણે અરજદારો હાલાકીનો સામનો કરી રહ્યા છે. જેને લઈને હવે અમદાવાદ RTOની કામગીરીના સમયમાં પણ વધારો કરી સવારે 1 કલાક અને સાંજે 1 કલાક વધુ કાર્યરત રહેશે. જેથી RTO ઓફિસ સવારે 10.30ની બદલે હવે 9.30 કલાકે ખુલી ગઈ હતી. અને સાંજે 7 વાગ્યા સુધી ચાલુ રહેશે. 

Sep 22, 2019, 11:19 AM IST
E-memo received for sold car by surat corporator PT2M12S

3 વર્ષ પહેલા વેચેલી કારનો ઈ-મેમો આવતા સુરતના કોર્પોરેટર ચોંક્યા

સુરત કોર્પોરેટરને રૂ 23,100નો ઇ-મેમો આવ્યો છે. 3 વર્ષ પહેલાં કાર વેચી દીધી હતી. ત્યારે કાર વેચી દીધા બાદ પણ ઇ મેમો આવ્યો છે. કોર્પોરેટર ડી .પી.વેંકરિયા ઇ મેમો જોઈ ચોંકી ઉઠ્યા હતા. કારણ કે, નવા માલિકના નામે કાર ટ્રાન્સફર કરાઈ ચૂકી છે.

Sep 21, 2019, 10:15 AM IST

ગોંડલ : વેલકમ નવરાત્રિમાં ખેલૈયાઓએ ટ્રાફિકના નવા કાયદાનું પણ વેલકમ કર્યું, હેલ્મેટ પહેરીને ગરબે ઘૂમ્યા

નવરાત્રિ (Navratri 2019) ને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. ત્યારે રાજ્યભરમાં બિફોર નવરાત્રિનો માહોલ જામ્યો છે. અનેક ગ્રાઉન્ડ્સ પર બિફોર નવરાત્રિના આયોજનમાં ખેલૈયાઓમાં જોશ દેખાઈ રહ્યાં છે. ત્યારે ગોંડલ (Gondal) ની બિફોર નવરાત્રિમાં ટ્રાફિક અવેરનેસ (Traffic Awareness) જોવા મળી હતી. ગોંડલમાં ખૈલયાઓ હેલ્મેટ (Helmet) પહેરીને ગરબે રમ્યા હતા. ગોંડલ અને ગોંડલ તાલુકાના સમસ્ત વાળંદ સમાજના લોકો દ્વારા વેલકમ નવરાત્રિ યોજવામાં આવી હતી. નવા કાયદા (Motor Vehicle Act) જાગૃતતા લાવવા માટે અને લોકો સુધી ટ્રાફિકના મેસેજ પહોંચે તે હેતુથી હેલ્મેટ પહેરીને ગરબા રમવામાં આવ્યા હતા. 

Sep 21, 2019, 08:56 AM IST

સરકાર રોજગારી આપવામાં નિષ્ફળ અને ટ્રાફિક નિયમના નામે દંડ લઇ રહી છે: પરેશ ધાનાણી

કેન્દ્ર સરકાર અને બાદ રાજ્ય સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા મોટર વ્હીકલ એક્ટ 2019નો કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનણી દ્વારા વિરોધ કરીને સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. પરેશ ધાનાણીએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, ટ્રાફિકના નિયમોના ભંગ બદલ આવી મંદી અને બેરોજગારીમાં પણ સામાન્ય માણસને મસમોટી રકમનો દંડ કરવામાં આવી રહ્યો છે. સરકાર રોજગારી આપવામાં નિષ્ફળ છે અને આ નવા નિયમના ભંગના નામે દંડ લઈ રહી છે. 

Sep 18, 2019, 05:34 PM IST

ટ્રાફિકના નિયમો શું જનતા માટે જ છે? આ લોકોને કોને આપી છૂટ? જુઓ Exclusive Video

હાલ રાજ્યભરમાં મોટર વ્હીકલ એક્ટ (Motor Vehicle Act 2019) લાગુ કરવામાં આવ્યો છે. RTOના નવા નિયમના અમલીકરણનો આજે ત્રીજો દિવસ છે. જોકે, આ કાયદાનો અમલની મુદત હવે 15 ઓક્ટોબર સુધી લંબાવાઈ છે. ત્રણ દિવસમાં રાજ્યભરમાંથી લાખોન દંડ વસૂલાયો હતો. પરંતુ સરકારી અધિકારીઓ અને નેતાઓ જ કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કરતા દેખાયા છે. સચિવાલય (Gandhinagar) પાસે કેટલાય સરકારી અધિકારીઓ હેલ્મેટ વગર, સીટ બેલ્ટ પહેર્યા વગર ગાડી હંકારતા દેખાયા.

Sep 18, 2019, 02:17 PM IST

Breaking : ગુજરાતીઓ માટે મોટા સમાચાર, નવા મોટર એક્ટના અમલીકરણની મુદ્દત વધારાઈ, નવા વાહન સાથે હેલ્મેટ ફ્રી મળશે

આજે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક મળી હતી, જેમાં RTOના નવા નિયમના અમલીકરણની ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે હાલ ગુજરાતીઓ માટે મોટા સમાચાર એ છે કે નવા મોટર વ્હીકલ એક્ટની અમલવારીની મુદતમાં વધારો કરવામાં આવનાર છે. આ સમયમર્યાદા 15 દિવસ વધારાઈ છે. ટૂંકમાં જ આની જાહેર કરવામાં આવશે. 

Sep 18, 2019, 01:09 PM IST

અમદાવાદ: પ્રથમ દિવસે ટ્રાફિક પોલીસના હાથે 1866 લોકો દંડાયા, કરી કડક વસુલાત

મોટર વ્હીકલ એકટ(motor vehicle act 2019)ના નવા કડક નિયમોને લઈને ટ્રાફિક પોલીસે(traffic police) એક દિવસમા 7 લાખથી વધુનો દંડ વસુલ્યો છે. જયારે 1800થી વધારે વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો છે.

Sep 17, 2019, 10:02 PM IST

અમદાવાદ: ટ્રાફિક નિયમોનું પાલન કરાવતા પોલીસ સામે વાહન ચાલકે કપડા કાઢ્યા

મોટર વ્હીકલ એક્ટ 2019 (Motor Vehicle Act 2019) ગુજરાતમાં લાગુ કરી દેવામાં આવ્યા છે. ત્યારે ટ્રાફિક પોલીસ(traffic Police) દ્વારા રાજ્યમાં ચુસ્ત પણે નિયમોનું પાલન થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે વાહન ચાલકોની દાદાગીરી પણ સામે આવી રહી છે.

Sep 16, 2019, 04:54 PM IST