grant

MLA મુકેશ પટેલે પોતાની ગ્રાન્ટમાંથી એમ્બ્યુલન્સ ખરીદી પોતાના મતવિસ્તારમાં લોકકલ્યાણ અર્થે આપી

ધારાસભ્ય મુકેશ પટેલે પોતાની ગ્રાન્ટમાંથી દર્દીઓની સગવડ માટે અને કોરોના કાળમાં દર્દીઓની સારવાર માટે દેલાડની જીવનરક્ષા હોસ્પિટલને એમ્બ્યુલન્સ અર્પણ કરી હતી. સાંસદ સી.આર. પાટીલના હસ્તે દર્દીઓની સેવામાં હોસ્પિટલના ટ્રસ્ટીઓને એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી હતી. 

Apr 29, 2021, 11:57 PM IST

GODHRA: રેલવે અંડરબ્રિજ બનાવવા માટે અપાયેલી ગ્રાન્ટને પાલિકાએ બગીચાના નામે ઉડાવી દીધા

શહેરની મધ્યમાં આવેલા રેલવે ફાટકને લઈને પ્રજાજનો હાલ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. વર્ષો જૂની આ સમસ્યાને લઈને સ્થાનિકો દ્વારા અનેક રજુઆતો કરવામાં આવ્યા બાદ સરકાર દ્વારા ૨ વખત આ ફાટક પર અંડરબ્રીજ બનાવવા માટેની કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી હોવા છતાં પણ કાર્યવાહી થઇ નથી. આ રેલ્વે ફાટકને લઈને દર કલાકે ટ્રાફિક જામના દર્શ્યો સર્જાય છે.

Jan 31, 2021, 06:30 PM IST

આદિજાતિ વિસ્તારના ખેડૂતોને ઇરીગેશનનો લાભ આપવા ર૪૯.૬૧ કરોડ રૂપિયાની યોજનાને મળી મંજૂર

પંચમહાલ જિલ્લાના પાનમ ડેમ આધારિત ઉદવહન સિંચાઇ લિફટ ઇરીગેશનથી વંચિત પૂર્વપટ્ટીના વિસ્તારોને સિંચાઇ સુવિધા પૂરી પાડવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ર૪૯.૬૧ કરોડ રૂપિયાની યોજના મંજૂરી કરી છે. આ જિલ્લાના શહેરા, ગોધરા, કાલોલ અને ઘોઘંબા તાલુકાના પૂર્વપટ્ટીના ગામોને સિંચાઇનો લાભ આ યોજનાથી મળતો થશે. 

Nov 16, 2019, 08:12 AM IST
172 Crore Grant For Road Repairing Of Gujarat PT2M24S

બિસ્માર રસ્તાઓની મરામત માટે CMએ ફાળવી 172.48 કરોડની ગ્રાન્ટ

આ વર્ષે ગુજરાત (Gujarat)માં 145થી વધુ ટકા વરસાદ (Monsoon) પડ્યો છે, પણ આ સાથે જ ગુજરાતના મોટાભાગના રોડ-રસ્તાઓ (Damage Roads) ધોવાઈ ગયા હતા. આકાશમાંથી પથરા પડ્યા હોય તેવા મસમોટા ગાબડા રસ્તાઓ પર પડ્યા છે. જેને કારણે નાગરિકોને ચાલવામાં તથા વાહનો (Vehicles) હાંકવામાં પારવાર તકલીફ પડી રહી છે. ત્યારે નાગરિકોની આ સમસ્યાને દૂર કરતો નિર્ણય મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) દ્વારા લેવાયો છે. મુખ્યમંત્રી દ્વારા મુખ્યમંત્રી સડક યોજના (Mukhya mantri sadak Yojana) અંતર્ગત 172. 48 કરોડની ગ્રાન્ટ (Grant) રાજ્યની 162 નગરપાલિકાઓને ફાળવવામાં આવ્યા છે. આ ગ્રાન્ટનો ઉપયોગ વરસાદી મોસમમાં રસ્તાને થયેલા નુકશાનની મરામતમાં કરવામાં આવશે.

Oct 11, 2019, 04:30 PM IST

ચોમાસા બાદ ગાબડાવાળા રસ્તાઓની મરામત માટે CMએ ફાળવી 172.48 કરોડની ગ્રાન્ટ

આ વર્ષે ગુજરાત (Gujarat)માં 145થી વધુ ટકા વરસાદ (Monsoon) પડ્યો છે, પણ આ સાથે જ ગુજરાતના મોટાભાગના રોડ-રસ્તાઓ (Damage Roads) ધોવાઈ ગયા હતા. આકાશમાંથી પથરા પડ્યા હોય તેવા મસમોટા ગાબડા રસ્તાઓ પર પડ્યા છે. જેને કારણે નાગરિકોને ચાલવામાં તથા વાહનો (Vehicles) હાંકવામાં પારવાર તકલીફ પડી રહી છે. ત્યારે નાગરિકોની આ સમસ્યાને દૂર કરતો નિર્ણય મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) દ્વારા લેવાયો છે. મુખ્યમંત્રી દ્વારા મુખ્યમંત્રી સડક યોજના (Mukhya mantri sadak Yojana) અંતર્ગત 172. 48 કરોડની ગ્રાન્ટ (Grant) રાજ્યની 162 નગરપાલિકાઓને ફાળવવામાં આવ્યા છે. આ ગ્રાન્ટનો ઉપયોગ વરસાદી મોસમમાં રસ્તાને થયેલા નુકશાનની મરામતમાં કરવામાં આવશે.

Oct 11, 2019, 01:47 PM IST

યુનીવર્સિટીના રસાયણશાસ્ત્ર વિભાગને મળ્યા ટીબી અને મલેરિયાને અટકાવાના પેટન્ટ

ગુજરાત યુનીવર્સિટીમાં આવેલી રસાયણશાસ્ત્ર વિભાગના તજજ્ઞોના સંયુક્ત પ્રયાસથી મલેરિયા અને ટીબીના જીવાણુને મારી શકાય એટલે કે મલેરિયા અને ટીબીના રોગોને વધતો અટકાવી શકાય અથવા નાબૂદ કરી શકાય છે તેવી પેટન્ટના હક્કો આપવામાં આવ્યા છે. ઈન્ડિયન પેટન્ટ ઓફિસ (IPO) તરફથી પેટન્ટ અરજી કરેલ તારીખથી આગામી 20 વર્ષ માટે આ પેટંટના હક્કો આપવામાં આવ્યા છે.

Oct 3, 2019, 08:34 PM IST
State Govt. To Provide Financial Help to Ph.d Scholars PT1M59S

PH.D કરનાર વિદ્યાર્થીઓને સરકાર કરશે આર્થિક સહાય, જુઓ વિગત

ગુજરાત: સરકારે PH.D સ્કોલર વધારવા માટે રૂપિયા 20 કરોડની ગ્રાન્ટ ફાળવી, PH.D સ્કોલરને દર મહિને 15 હજાર રૂ.નું સ્ટાઈપેન્ડ આપવામાં આવશે. દર વર્ષે 2 લાખની સહાય પણ અપાશે. આ માટે સરકાર કમિટી બનાવાશે. ચાલુ બજેટમાં આ માટે જોગવાઈ કરવામાં આવશે.

Jul 1, 2019, 04:05 PM IST

હવે જર્જરિત શાળાઓમાં ભણશે ગુજરાત, જોખમી અભ્યાસ કરતા ભુલકાઓ

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ગાંગપુર ગામે આવેલ એક એવી શાળા કે જે જર્જરિત થતા બાળકોએ પંચાયત ભવનનો સહારો લીધો છે. જ્યાં બાળકોને અભ્યાસ કરાવાય છે. ત્યાં પ્રાથમિક સુવિધાનો પણ અભાવ છે. ત્યારે પ્રવેશોત્સવની ચાડી ખાતી આ શાળા તંત્રની નિષ્ફળ કામગીરીની પોલ ખોલી રહી છે. 
 

Jun 30, 2019, 08:39 PM IST
Ahmedabad Grant For Rain Water Drainage PT1M20S

અમદાવાદ મહાનગરપાલિકાના નવા પશ્ચિમ ઝોન માટે ખાસ ગ્રાન્ટની ફાળવણી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ મહાનગરપાલિકાના નવા પશ્ચિમ ઝોન માટે ખાસ ગ્રાન્ટની ફાળવણીની જાહેરાત કરી છે. આ વિસ્તારમાં સ્ટોર્મ વોટર ડ્રેઈન લાઈન નાખવા માટે 60 કરોડની વધારાની ખાસ ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. આ ગ્રાન્ટ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ચાલુ વર્ષે ફાળવવામાં આવી છે.

Jun 1, 2019, 02:20 PM IST
Vadodara Privet School Grant Scam PT1M39S

વડોદરામાં વિદ્યાર્થીઓ વગર ચાલતી હતી શાળા, જુઓ પછી શું થયું

વડોદરામાં વિદ્યાર્થીઓ વગર ચાલતી શાળા ઝડપાઈ છે. વડોદરાના તરસાલી વિસ્તારમાં માત્ર કાગળ પર વિદ્યાર્થીઓ દર્શાવી સરકાર પાસેથી ગ્રાંટ મેળવતી શાળા સામે આવી છે. છેલ્લા પાંચ વર્ષથી જીવન સંસ્કાર શાળા ખોટા વિદ્યાર્થીઓ દર્શાવી સરકાર પાસેથી મોટી ગ્રાંટ પડાવતી હતી.

May 31, 2019, 02:10 PM IST

વણઝારા અને અમીન સામે કાર્યવાહીની મંજુરી અમે ન આપી શકીએ: CBI

ઇશરત જહા એન્કાઉન્ટર કેસમાં બે નિવૃત પોલીસ અધિકારીઓ ડી.જી વણઝારા અને એન.કે અમીન સામે કાર્યવાહી કરવા માટેની મંજુરી અંગે વિમાસણ જેવી પરિસ્થિતી પેદા થઇ છે. કોર્ટ દ્વારા આ અંગે ફોડ પાડતા જણાવવામાં આવ્યું હતું કે, સીબીઆઇને કાર્યવાહી કરવા માટે તેમની કોઇ જ ભુમિકા નથી. કોર્ટે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, કાર્યવાહી કરવાનાં આદેશ આપવામાં તેમની ભુમિકા અંગે કોઇ સવાલ જ પેદા નથી થતો. 

Jan 7, 2019, 08:09 AM IST