injection shortage

મોતના સોદાગર કૌશલ અને પુનિત રેમડેસિવિર ઈન્જેક્શન કૌભાંડમાં કરોડો કમાયા, તપાસ ચાલુ

સુરતના ઓલપાડના પિંજરતના ફાર્મ હાઉસમાં ડુપ્લીકેટ રેમડેસિવિર ઈન્જેક્શન બનાવવાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે મોરબીથી 2 મુખ્ય સૂત્રધારનો કબજો મેળવી કોર્ટમાં રજૂ કર્યો છે. જેના 11 મી સુધીના રિમાન્ડ મેળવ્યા છે. મેડિકલના સાધનો વિદેશમાં એક્સપોર્ટ કરવાના ધંધામાં લોકડાઉન વખતે 24 લાખનું દેવું થતા મુખ્ય સૂત્રધાર કૌશલ વોરા અને પુનીત શાહે ડુપ્લીકેટ રેમડેસિવિર ઇન્જેક્શન બનાવવાની શરૂઆત કરી હતી. મુંબઈમાં પુનીતના ઘરે 5 દિવસમાં 200 ઇન્જેક્શન બનાવ્યા હતા.

Jun 10, 2021, 01:09 PM IST

હાઈકોર્ટે રૂપાણી સરકારની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢીને કહ્યું, તમારી પાસે ટેક્સ વસૂલાતના ડેટા છે પણ ફાયર સેફ્ટીના નહિ

ગુજરાતને કોરોનાની બીજી લહેર ધમરોળી રહી છે, ત્યાં થોડા મહિનામાં ત્રીજી લહેર પણ ત્રાટકશે. ત્યારે આવામાં ગુજરાત સરકાર દ્વારા લેવાતા પગલા પર અનેક સવાલો ઉઠી રહ્યાં છે. આવામાં હાઈકોર્ટે (gujarat highcourt) સરકાર પર લાલ આઁખ કરી છે. ગુજરાતમાં મ્યુકોરમાઈકોસિસની સારવાર તથા ફાયર સેફ્ટી માટે આજે હાઈકોર્ટમાં દાખલ થયેલી સુઓમોટો અરજી પર સુનાવણી શરૂ થઈ છે. જેમાં હાઈકોર્ટે આકરા શબ્દોમાં ગુજરાત સરકારની ઝાટકણી કાઢી છે.   

Jun 1, 2021, 01:05 PM IST

દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર સુધી ફેલાયેલુ મ્યુકોરમાઈકોસિસ ઈન્જેક્શનની કાળાબજારીનું નેટવર્ક પકડાયું

 • મ્યુકરમાયકોસિસના ઇન્જેક્શનના રાજ્યવ્યાપી કૌભાંડનો પર્દાફાશ, 350નું ઇન્જેક્શન 7850 સુધી વેચતા 14 શખ્સોની અટકાયત
 • હાર્દિક પટેલે માત્ર સુરત જ નહિ અમદાવાદ, રાજકોટ સહિત અનેક જિલ્લાઓમાં કોરોનાનાં કપરા કાળમાં લોકોને લૂંટવાનો ગોરખધંધો કર્યો હોવાની કબૂલાત કરી

Jun 1, 2021, 07:35 AM IST

રાજકોટમાં મ્યુકરમાઇકોસિસના ઇન્જેક્શનના કાળાબજારીનો પર્દાફાશ, 4 શખ્સોની અટકાયત

 • ઇન્જેક્શનની અછતનો લાભ ઉઠાવી લેભાગુ તત્વો સક્રિય થયા
 • મૂળ કિંમત થી 15 થી 20 ગણો ભાવ કરતા હતા વસુલ
 • SOG પીઆઇ રોહિત રાવલ અને ટીમને મોટી સફળતા
 • ખાનગી હોસ્પિટલોમાંથી મોટાપાયે કાળા બજારી કરતા હતા 

May 30, 2021, 07:32 AM IST

મોટા અપડેટ : મ્યુકોરમાઈકોસીસનાં ઈન્જેક્શન હવે દરેક જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં મળશે

 • કેન્દ્ર સરકારનાં પોર્ટલ પર દાખલ દર્દીઓની વિગતનાં આધારે ઈન્જેક્શન મળી શકશે
 • મ્યુકોરમાઇકોસીસના ઇન્જેક્શનના ડિસ્ટ્રીબ્યુશન માટેની રાજ્ય સરકારની નીતિ સ્પષ્ટ નથી તેવુ હાઈકોર્ટે કહ્યું

May 27, 2021, 03:46 PM IST

સરકારની રણનીતિ માત્ર જાહેરાત બની, એલજી હોસ્પિટલ બહાર લાગ્યું ‘No Injection available’ નું બોર્ડ

 • એલજી હોસ્પિટલ પર ઈન્જેકશન લેવા પહોંચે ત્યારે ઇન્જેકશનનો જથ્થો ન હોવાના પાટિયા લગાવાયા
 • એલજીમાં મુખ્ય ગેટ બહાર જ બોર્ડ લગાવી દર્દીઓના સગા તેમજ મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવાયો

May 23, 2021, 09:04 AM IST

રાજકોટમાં રોજ મ્યુકોરમાઈકોસિસના 30 નવા કેસ આવે છે

 • રાજકોટની કેટલીક ખાનગી હોસ્પિટલો દ્વારા 7000 રૂપિયાના ઈન્જેક્શનના 11 થી લઇ 26 હજાર રૂપિયા સુધીમાં વહેંચતાં હોવાની ફરિયાદો ઉઠી
 • સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસિસ માટે 500 બેડની સુવિધા ઉપલબ્ધ છે. દરરોજ 30 થી વધુ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થાય છે

May 21, 2021, 03:16 PM IST

અમદાવાદમાં આ 2 હોસ્પિટલમાં મળશે મ્યુકોરમાઈકોસિસના ઈન્જેક્શન

 • અમદાવાદ શહેરમાં આવેલી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા દર્દીના સ્વજનને SVP હોસ્પિટલમાંથી, જ્યારે કે અમદાવાદ ગ્રામ્યમાં આવેલી હોસ્પિટલમાં રહેલા દર્દીઓને સોલા સિવિલ હોસ્પિટલમાંથી ઇન્જેક્શન મળશે

May 21, 2021, 08:31 AM IST

મ્યુકોરમાઇકોસિસના ઈન્જેકશનની કાળાબજારી કરતા પકડાયા, ઊંચી કિંમતે માર્કેટમાં વેચતા

 • અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને ચોક્કસ માહિતી મળતા છટકું ગોઠવીને આ ચારેય આરોપીઓની ધરપકડ કરી
 • આરોપીઓ પાસેથી 4 નંગ ઈન્જેક્શન, રોકડ 80 હજાર તથા મોબાઇલ ફોન એમ કુલ મળીને 1.17 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

May 20, 2021, 05:33 PM IST

હવે દર્દીઓને આસાનીથી મળશે મ્યુકોરમાઈકોસિસના ઈન્જેક્શન, સરકારે લીધું મોટું પગલું

મ્યુકોરમાઈકોસિસ બીમારી એ સરકાર માટે ચિંતાનો વિષય બની ગઈ છે. કોરોનાથી રિકવર થતા દર્દીઓને લાગુ થઈ રહેલી આ બીમારી જીવલેણ સાબિત થઈ રહી છે. રેમડેસિવિરની કાળાબજારી અટકાવ્યા બાદ હવે મ્યુકોરમાઈકોસિસ ઈન્જેક્શનની કાળાબજારી અટકાવી સરકારની જવાબદારી છે. સાથે જ મ્યુકોરમાઈકોસિસ

May 20, 2021, 01:17 PM IST

સરકારની ચિંતા વધી, રાજકોટમાં મ્યુકોરમાયકોસિસના 250 નવા દર્દી દાખલ થયા

 • રાજકોટ સિવિલ હોસ્પિટલને દરરોજ 1200 ઈન્જેક્શનની જરૂરિયાત પડી રહી છે. પરંતુ તેની સામે GMSCL દ્વારા માત્ર 1000 જ ઇન્જેક્શન જ છે
 • રાજકોટ શહેર જિલ્લાની 32 હોસ્પિટલોમાં કોરોનાની મા-કાર્ડથી સારવાર મળશે. પ્રતિ દિવસ 5 હજાર અને મહત્તમ 50 હજાર સુધીનો સારવાર ખર્ચ અપાશે 

May 15, 2021, 10:28 AM IST

વડોદરામા મ્યુકોરમાઈકોસિસના દર્દી એટલા વધ્યા કે ઉભો કરવો પડ્યો નવો વોર્ડ

 • વડોદરા જિલ્લા સિવાય સૌરાષ્ટ્ર-ભાવનગર, બોટાદના દર્દીઓ પણ સારવાર માટે વડોદરામાં આવી રહ્યાં છે
 • મ્યુકોરમાઇકોસિસ રોગના દર્દીઓના થઇ રહેલા વધારાના પગલે સયાજી હોસ્પિટલમાં નવો બીજો વોર્ડ શરૂ કરવાની ફરજ પડી

May 15, 2021, 09:07 AM IST

દેશમાં મ્યુકોરમાઈકોસિસના સૌથી વધુ કેસ રાજકોટમાં, કેન્દ્રની ટીમનો જીવ પણ ઉંચો થયો

દેશમાં સૌથી વધુ મ્યુકોરમાઈકોસિસ (mucormycosis) ના રાજકોટમાં કેસ નોંધાયા છે. આ કારણે દિલ્હીની ટીમ પણ હરકતમાં આવી છે. બુધવારે રાત્રે એઇમ્સના ડાયરેકટર ડો. ગુલેરિયા, આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ, દેશના અગ્રણી તબીબો અને રાજકોટ સિવિલ હોસ્પિટલના તમામ અધિક્ષકો હાઈ લેવલની વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. ગુજરાતમાં રાજકોટ (rajkot) અને અમદાવાદમાં જ સૌથી વધુ ત્રણ આંકડામાં મ્યુકોરમાઈકોસિસના કેસ નોંધાયા છે. 

May 14, 2021, 11:04 AM IST

રાજકોટમાં મ્યુકોરમાઈકોસિસના રોજ 50 કેસ આવતા 400 બેડ ઉભા કરાયા

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મ્યુકોરમાઇકોસિસના કેસમાં વધારો થઈ રહ્યો છે. આ કારણે જ સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ સારવાર માટે રાજકોટ આવી રહ્યા છે. અત્યાર સુધી મ્યુકોરમાઇકોસિસ માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં 200 બેડ શરૂ કરવામાં આવ્યા હતા. પરંતુ મ્યુકોરમાઇકોસિસ (mucormycosis) ના કેસ વધતા 200 બેડમાંથી 400 બેડ કરવામાં આવ્યા છે. 

May 13, 2021, 01:10 PM IST

વડોદરામાં મ્યુકોરમાઇકોસિસના બે દર્દીના આંખના ડોળા કાઢવા પડ્યા, એકનું મોત

કોરોના મહામારી વચ્ચે ગુજરાતમાં મ્યુકોરમાઈકોસિસના દર્દીઓ વધી રહ્યાં છે. સાથે જ તેના દર્દીઓના મોતનો આંકડો પણ વધી રહ્યો છે. ત્યારે વડોદરામાં પણ મ્યુકોરમાઈકોસિસનું સંકટ તોળાઈ રહ્યું છે. વડોદરામાં મ્યુકોરમાઈકોસિસ (mucormycosis) થી પીડાતા બે દર્દીઓના આંખના ડોળા કાઢવા પડ્યા છે. તો એક દર્દીનું મોત નિપજ્યું છે.  

May 12, 2021, 08:50 AM IST

સુરતમાં વધુ એક ઈન્જેક્શન કૌભાંડ, 40 હજારનું ટોસિલિઝુમેબ 2.70 લાખમાં વેચનાર નર્સ પકડાઈ

કોરોનાકાળમાં સારવાર માટે જરૂરી ઈન્જેક્શનોની કાળાબજારી મોટાપાયે ચાલી રહી છે. જેમાં હવે હોસ્પિટલમાં કામ કરતા લોકોની જ સંડોવણી ખૂલી રહી છે. દર્દીઓ પાસેથી મંગાવાતા ઈન્જેક્શનોને બહાર વેચી દેવામાં આવે છે. ત્યારે સુરતમાં ટોસિલિઝુમેબ ઇન્જેક્શન બ્લેકમાં વેચનાર ઝડપાયો છે. ટોસિલિઝુમેબ (tocilizumab) ઈન્જેક્શનની કાળાબજારીમાં ટ્રાઈસ્ટાર હોસ્પિટલની નર્સનું કૌભાંડ ખૂલ્યું છે. જેમાં 40 હજારનું ઈન્જેક્શન 2.70 લાખમાં વેચવા નીકળી હતી. 

May 9, 2021, 09:53 AM IST

ગુજરાતના નવા સંકટનો સામનો કેવી રીતે કરશે રૂપાણી સરકાર, સૌરાષ્ટ્રમાં મ્યુકોરમાઈકોસિસના 659 કેસ

 • મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, મ્યુકોરમાઈકોસિસના કેસ વધે છે. તેના માટે પણ વ્યવસ્થા કરીએ છીએ. દવાઓ અને ઇજેક્શન બધાને મળી રહે તેવા પ્રયાસો ચાલુ છે

May 8, 2021, 01:14 PM IST

મ્યુકોરમાઈકોસિસના કેસ વધતાં ઈન્જેક્શનની અછત, રાજકોટમાં સગા ઠેરઠેર ધક્કા ખાઈ રહ્યાં છે

 • રાજકોટમાં મ્યુકોરમાઈકોસિસના 300 કરતા વધુ કેસ છે. કોરોનાની સાથે દર્દીને આ રોગ આવતા દર્દી જોખમ ખૂબ જ વધી જાય છે
 • સતત કેસ વધવાથી આ બીમારીમાં ઉપયોગી એવા એમફોમોલ ઇન્જેક્શનની અછત સર્જાઈ, જે 1700 રૂપિયાનું આવે છે

May 8, 2021, 07:40 AM IST

ભરૂચમાં રેમડેસિવિરની કાળાબજારી કરતા બે પકડાયા, માસ્ટરમાઈન્ડ ડોક્ટર ફરાર

 • Remdisivir ઇન્જેક્શનનો વેપલો કરવા નીકળેલા 2 આઓપીઓને LCB એ 9 રેમડેસિવિર ઇન્જેક્શન સાથે પકડી લીધા
 • સરકાર સસ્તા ભાવે ઇન્જેક્શન દર્દીઓ સુધી પહોંચી તેવા પ્રયત્નો પર કાળા બજારીયા પાણી ફેરવી રહ્યા છે

Apr 27, 2021, 03:28 PM IST