સુરતમાં પરપ્રાંતીયો માટે માઠા સમાચાર, શિડ્યુલ કરાયેલી 8 ટ્રેનો કરાઈ રદ

સુરતમાં પોતાના વતન જતા પરપ્રાંતીયો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. સુરતમાં ઉત્તર પ્રદેશ જતી ટ્રેન રદ કરવામાં આવી છે. તંત્ર દ્વારા શિડ્યુલ કરાયેલી 8 જેટલી ટ્રેનો રદ કરવામાં આવી છે.

Updated By: May 23, 2020, 12:40 AM IST
સુરતમાં પરપ્રાંતીયો માટે માઠા સમાચાર, શિડ્યુલ કરાયેલી 8 ટ્રેનો કરાઈ રદ

તેજશ મોદી, સુરત: સુરતમાં પોતાના વતન જતા પરપ્રાંતીયો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. સુરતમાં ઉત્તર પ્રદેશ જતી ટ્રેન રદ કરવામાં આવી છે. તંત્ર દ્વારા શિડ્યુલ કરાયેલી 8 જેટલી ટ્રેનો રદ કરવામાં આવી છે.

આ પણ વાંચો:- લોકડાઉનમાં 24 કલાકમાં ક્રાઈમની બે મોટી ઘટનાથી સમસમી ઉઠ્યું સુરત, એક ફાયરિંગ અને બીજી હત્યા

રાજ્યમાં હાલ લોકડાઉન 4.0 ચાલી રહ્યું છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા પરપ્રાંતિયોને તેમના વતન મોકલી રહ્યાં છે. ત્યારે સુરતમાં રહેતા પરપ્રાંતીયોને તેમના વતન મોકલવામાં આવી રહ્યાં છે. ત્યારે સુરતથી ઉત્તર પ્રદેશ જતી ટ્રેનો રદ કરવામાં આવી છે. ટ્રેક ખાલી ન હોવાથી શિડ્યુલ કરાયેલી 8 જેટલી ટ્રેનો રદ કરવામાં આવી છે. જો કે, ગઇકાલે 15 પૈકી 5 ટ્રેનો રદ કરવામાં આવી હતી.

આ પણ વાંચો:- આત્મનિર્ભર બનવા માટે ગુજરાત લાઇનમાં લાગ્યું પણ ફોર્મના નામે માત્ર ધુત્કારને ધક્કા મળ્યાં !

ઉલ્લેખનીય છે કે, સંઘ પ્રદેશ દમણમાંથી શ્રમિકોને ટ્રેન મારફતે તેમના વત યુપી મોકલવાના હતા. ત્યારે ટ્રેન રદ થતા શ્રમિકો ભડકી ગયા હતા. જો કે, શ્રમિકોને ભેગા કરી વાપી સ્ટેશન લાવવામાં આવ્યા હતા. પરંતુ તેવા સમયે પણ ટ્રેન રદ થવાની જાહેરાત થતા શ્રમિકો ઉશ્કેરાયા હતા અને તંત્ર દ્વારા આપવામાં આવેલા ફૂડ પેકેટ પણ રસ્તા પર ફેંકી પોલીસ પર હુમલો કર્યો હતો. જો કે, પોલીસે હળવો લાઠી ચાર્જ કરતા મામલો શાંત થયો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube