રાજકોટમાં વધુ 2 પોઝિટિવ કેસ આવ્યા સામે, કુલ આંક 88એ પહોંચ્યો
Trending Photos
રક્ષિત પંડ્યા, રાજકોટ: રાજકોટમાં વધુ 2 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. રાજકોટ જિલ્લાના જસદણમાં 2 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આટકોટના 44 વર્ષીય એક પુરૂષ અને જસદણની 50 વર્ષીય એક મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને લઇ રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 3 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સવારે ધોરાજી બાદ હાલ જસદણમાં 2 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. રાજકોટ શહેરમાં 76 અને ગ્રામ્ય વિસ્તારમાં 12 મળીને કુલ કોરોના પોઝિટિવ આંક 88એ પહોચ્યો છે.
ઉલ્લખની છે કે, જયંતિ રવિએ આપેલી માહિતી પ્રમાણે કોરોના વાયરસથી અત્યાર સુધીના કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 13273 પર પહોંચ્યો છે. જેમાં 63 દર્દીઓ વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. જ્યારે 6528 દર્દીઓ સ્ટેબલ છે. આ ઉપરાંત 5880 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જો કે, કોરોના વાયરસના સંક્રમણથી રાજ્યમાં કુલ મૃત્યુઆંક 802 પર પહોંચી ગયો છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 172562 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાથી 13273 કેસ પોઝિટીવ આવ્યા છે અને 159289 કેસ નેગેટીવ આવ્યા છે.
અમદાવાદમાં કોરોના પોઝિટિવનો આંકડો 9724 પર પહોંચ્યો અને કુલ 645 લોકોના મોત થયા છે. વડોદરામાં કુલ 771 કેસ નોંધાયા અને 35 લોકોના મોત થયા છે. સુરતમાં કુલ 1256 કેસ નોંધાયા અને કુલ 57 લોકોના મોત થયા છે. રાજકોટમાં 83 કેસ નોંધાયા અને કુલ 2 લોકોના મોત થયા છે. ગાંધીનગરમાં 201 કેસ, ભાવનગરમાં 114 કેસ, આણંદમાં 87 કેસ, ભરૂચમાં 37 કેસ, પાટણમાં 69 કેસ, પંચમહાલમાં 72 કેસ, બનાસકાંઠામાં 99 કેસ, નર્મદામાં 15 કેસ, છોટાઉદેપુરમાં 22 કેસ, કચ્છમાં 64 કેસ નોંધાયા છે.
આ ઉપરાંત મહેસાણામાં 95 કેસ, બોટાદમાં 56 કેસ, પોરબંદરમાં 5 કેસ, દાહોદમાં 32 કેસ, ગીર સોમનાથમાં 38 કેસ, ખેડામાં 57 કેસ, જામનગરમાં 46 કેસ, મોરબીમાં 2 કેસ, સાબરકાંઠામાં 63 કેસ, અરવલ્લીમાં 93 કેસ, મહીસાગરમાં 77 કેસ, તાપીમાં 3 કેસ, વલસાડમાં 18 કેસ, નવસારીમાં 14 કેસ, ડાંગમાં 2 કેસ, સુરનેદ્રનગરમાં 21 કેસ, દેવભૂમિ દ્વારકામાં 12 કેસ, જૂનાગઢમાં 18 કેસ અને અમરેલીમાં 2 કેસ આ સાથે અન્ય રાજ્ય 5 કેસ નોંધાયા છે. આમ ગુજરાતમાં કુલ કોરોના વાયરસના કારણે કુલ આંકડો 13273 પર પહોંચ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે