remdesivir

હવે ફેબીફ્લૂનો વારો, રાજકોટમાં મેડિકલ સ્ટોર્સમાં ભટકવા પર પણ નથી મળી રહી આ દવા

ગૌરવ દવે/રાજકોટ ;રાજકોટમાં કોરોના દર્દીઓની મુશ્કેલીઓ અટકવાનું નામ નથી લઈ રહી. રાજકોટમાં રોજને રોજ ક્યાંક ઓક્સિજન, ક્યાંક રેમડેસિવિર તો ક્યાંક બેડની અછતની વાતો ચર્ચાય છે. આ વચ્ચે હવે કોરોના દર્દીઓને અપાતી વધુ એક દવાની અછત રાજકોટમાં ઉભી થઈ છે. રાજકોટમાં રેમડેસિવિર બાદ ફેબીફલૂ દવાની અછત સર્જાઈ છે. મેડિકલ સ્ટોરમાં ફેબીફ્લૂ દવાનો જથ્થો ખૂટી પડ્યો છે.

Apr 29, 2021, 03:51 PM IST

રેમડેસિવિર ઈન્જેક્શનની કાળાબજારીના અમદાવાદથી બે કૌભાંડ પકડાયા

 • અમદાવાદ ક્રાઇમ બાન્ચે નકલી રેમડીવીસીર ઈન્જેક્શનનું નેટવર્ક ઝડપી પાડ્યું છે. 8 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી
 • ઈન્જેક્શનનું વધુ એક કૌભાંડ એસઓજીએ ઝડપી પાડ્યું. ઝાયડ્સ બાયોટેક પાર્ક કંપનીના નોકરી કરતા કર્મચારી સહિત 3ની ધરપકડ કરાઈ 

Apr 29, 2021, 12:57 PM IST

કોરોનાની દવા મુદ્દે ધોરાજીના MLA આમરણાંત ઉપવાસ પર બેસે તે પહેલાં જ અટકાયત

જ્યાં સુધી ધોરાજી (Dhoraji) અને ઉપલેટા (Upleta) ની કોરોનાની દવા અને ઈન્જેકશનની જરૂરિયાત પૂરી ન થાય ત્યાં સુધી આમરણાંત ઉપવાસની ચીમકી આપી હતી.

Apr 28, 2021, 03:42 PM IST

હાઈકોર્ટે રૂપાણી સરકારની ઝાટકણી કાઢીને કહ્યું, તમે માત્ર ગુલાબી પિક્ચર બતાવો છો, આ ગ્રાઉન્ડ રિયાલિટી નથી

 • હાઈકોર્ટે સરકારને નિર્દેશ આપ્યા કે, સરકારની ગાઈડલાઈન કરતા અલગ ગાઈડલાઈન ના હોવી જોઈએ. કોઈ વ્યક્તિ નજીકના ગામમાં રહેતું હોય તો કેમ અમદાવાદમાં સારવાર ના કરાવી શકે
 • લોકડાઉન વિશે હાઈકોર્ટે સરકારને કહ્યું કે, લોકડાઉન એ નિરાકરણ નથી. અન્ય દેશ સાથે સરખામણી ન કરો

Apr 27, 2021, 02:34 PM IST

હાઈકોર્ટની સુનવણીમાં એડવોકેટ અમિત પંચાલે કહ્યું, હાથ જોડીને કહુ છું 108 મુદ્દે ઓર્ડર પાસ કરો

 • એડવોકેટ આનંદ યાજ્ઞિકે કહ્યું કે, કોર્પોરેશનની હોસ્પિટલોમાં શહેરીજનોને જ દાખલ કરવામાં આવે છે. આવા કપરા સમયમાં હાઇકોર્ટે એવું ડાયરેક્શન કરવું જોઈએ કે જેમાં કોઈ પરિવર્તન લાવવું જોઈએ

Apr 27, 2021, 01:07 PM IST

14 હજાર રેમડેસિવિર લઈ જવા બિહારનું ખાસ ચાર્ટર્ડ પ્લેન ગુજરાત પહોંચ્યુ

કોરોનાના વધતા પ્રભાવ વચ્ચે બિહારમાં રેમડેસિવિર ઈન્જેક્શનની માંગ વધી રહી છે. સપ્લાયથી વધુ માંગને કારણે દવાની કાળાબજારી શરૂ થઈ ગઈ છે. આ કારણે અનેક મેડિકલ સુવિધાઓની અછત સર્જાઈ રહી છે. ત્યારે હવે ગુજરાતથી 14 હજાર વાઈલ રેમડેસિવિર ઈન્જેક્શન બિહાર મોકલવામાં આવશે. ત્યારે બિહાર સરકારનું વિશેષ ચાર્ટર્ડ પ્લેન ગુજરાતમાં ઈન્જેક્સનની ડિલીવરી લેવા આવી ગયું છે.  

Apr 27, 2021, 09:00 AM IST

ડોક્ટરની અપીલ : 2 ટકા લોકોને જ ICU ની જરૂર, 98 ટકા ઘરે રહીને સાજા થઈ શકે છે

અમદાવાદમાં સતત કોરોના દર્દીઓ માટે બેડમાં વધારો કરવા છતાં પણ અનેક મેડિકલ સુવિધાઓની અછત વર્તાઈ રહી છે. આ મામલે ઝી 24 કલાકે ડોક્ટર મિતાલી વસાવડા સાથે વાત કરી. તેમણે રેમડેસિવિર જરૂરિયાત પર કેટલીક ખાસ માહિતી આપી. દર્દીને રેમડેસિવિર કયા કિસ્સામાં આપવાની જરૂર છે તે તેમણે જણાવ્યું. 

Apr 27, 2021, 08:04 AM IST

સુરતમાં એક્સપાયરી તારીખના રેમડેસિવિર દર્દીને પધરાવનાર ભાજપી નેતાનો પુત્ર નીકળ્યો

સુરતમાં એક્સપાયરી ડેટના ઇન્જેક્શન વેચવાના પ્રકરણમાં પોલીસ કમિશનરે સમગ્ર તપાસ સુરત ક્રાઈમ બ્રાન્ચને સોંપી હતી. જેમાં પોલીસે તપાસ કરતા ઝડપાયેલો આરોપી દિવ્યેશ પટેલ ભાજપના પૂર્વ કોર્પોરેટર સાધના પટેલનો પુત્ર નીકળ્યો છે. તેણે આ ઇન્જેક્શન કેપી સંઘવી હોસ્પિટલના મેડિકલ સ્ટોરના હેડ ઓફ ડીપાર્ટમેન્ટ પાસેથી ખરીદ્યા હતા. જેમાં પોલીસે મેડિકલ સ્ટોર હેડ ઓફ ડિપાર્ટમેન્ટ વિશાલ અવસ્થીની પણ ધરપડક કરી છે. જ્યારે દિવ્યેશને કોર્ટમાં રજુ કરી ૩ દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે. 

Apr 24, 2021, 03:35 PM IST

ઓક્સિજન મેળવવા દર્દીએ વચલો રસ્તો શોધ્યો, ગોદડુ પાથરીને હોસ્પિટલની બહાર ઊંધા સૂઈ ગયા

 • ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં ગઈકાલે રાત્રે એક દર્દી ગોદડું પથરીને વેઇટિંગમાં જોવા મળ્યો
 • કુંડલીયા કોલેજ બહાર રેમડેસિવિર ઇન્જેક્શન લેવા લોકોની લાંબી કતારો લાગી

Apr 22, 2021, 10:31 AM IST

રેમડેસિવિરના સળગતા મુદ્દા પર હાઈકોર્ટે ગુજરાત સરકારને શું નિર્દેશ આપ્યો, જાણો

હાલ ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિમાં સૌથી વધુ સળગતો મુદ્દે રેમડેસિવિર ઈન્જેક્શનો છે. દર્દીઓ માટે આ ઈન્જેક્શન જીવનદાન બની રહ્યું છે. પરંતુ ઈન્જ્કેશનની અછત એટલી છે કે, જરૂરિયાત દર્દીઓ સુધી તે પહોંચી નથી રહ્યાં. આવામાં હાઈકોર્ટ પણ ગુજરાત સરકાર પર લાલઘૂમ બની છે. ગુજરાત હાઈકોર્ટે (gujarat highcourt) મહત્વનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે રેમડેસિવિર મુદ્દે કડકાઈ દાખવી છે. સાથે જ રેમડેસિવિર ઈન્જેક્શન મામલે પણ હાઈકોર્ટે ટકોર કરી કે, ઈન્જેક્શનનો સ્ટોક હોવા છતા કોવિડ હોસ્પિટલમાં ઈન્જેક્શન પહોંચી નથી રહ્યાં.

Apr 22, 2021, 08:58 AM IST

રેમડેસિવિર મુદ્દે ગુજરાત સરકાર પર ગુસ્સે થઈ હાઈકોર્ટ, એમ્બ્યુલન્સ મામલે પણ ઝાટકણી કાઢી

 • હાઈકોર્ટે કહ્યું, જેનો કોલ પહેલો આવ્યો તેને એમ્બ્યુલન્સ પહેલા લેવા જશે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવો
 • ગુજરાત હાઇકોર્ટેનિર્દેશ આપતા કહ્યુ કે, રેમડેસિવિરના વિતરણ બાબતે રાજ્ય સરકાર પોતે જરૂરી નિતિ વિષયક નિર્ણય લે

Apr 22, 2021, 07:51 AM IST

AHNA એ આક્રોશ ઠાલવતા કહ્યું, કયા દર્દીને ક્યારે રેમડેસિવર આપવું તે સરકાર તબીબો પર છોડે

 • આહનાના પ્રેસિડન્ટ ભરત ગઢવીએ આ મામલે કહ્યું કે, આહના એવા દર્દી માટે રેમડેસિવિરની માંગ કરે છે જે હોમ ક્વોરેન્ટાઇન છે તે વાત ખોટી છે. જે લોકોને હોસ્પિટલમાં બેડ નથી મળતા અને ઘરે સારવાર લઇ રહ્યા છે તેમને રેમડેસિવિર આપવી જોઈએ

Apr 21, 2021, 05:02 PM IST

Covid-19 એ ભારતમાં તોડ્યા તમામ રેકોર્ડ્સ, 24 કલાકમાં 2.34 લાખથી વધારે નવા કેસ

ભારતમાં કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણે ફરી એકવાર તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવેલા આંકડા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 2,34,692 નવા કેસ સામે આવ્યા છે

Apr 17, 2021, 10:41 AM IST

Corona ની જે દવાને લઇને દેશભરમાં હાહાકાર, હવે એક ફોન કરવાથી ઘર પર થશે ડિલીવરી

કોરોના પોઝિટિવ (Corona Positive) દર્દીની સારવારમાં રેમડેસિવિર (Remdesivir) દવા અને પ્લાઝમા (Plasma) થેરાપી ખૂબ અસરકારક સાબિત થઈ રહી છે. જો તમને અથવા તમારા કોઈ રિલેટિવ કોરોના સંક્રમિત થઈ ગયા છે તો આ દવાથી તેમની સારવાર પણ કરાવી શકો છો. તમે જાણો છો કે આ દવા અને પ્લાઝ્મા માટે કેવી રીતે ઓર્ડર કરી શકો છો.

Apr 17, 2021, 09:15 AM IST

કમલ ત્રિવેદી, તમને ખબર છે કે ઇન્જેક્શનની ખરી ડિમાન્ડ અને જરૂરિયાત કેટલી છે? : હાઈકોર્ટનો સવાલ

આજે કોરોના મામલે થયેલી સુઓમોટો મામલે gujarat highcourt માં આજે સુનાવણી હાથ ધરવામાં આવી છે. ગુજરાતની હોસ્પિટલમાં બેડની અછત નથી અને પૂરતા બેડ ઉપલબ્ધ છે તેવો સરકારે એફિડેવિડમાં દાવો કર્યો હતો. સરકારના સોંગઘનામાં પર આજે hc માં ચાલેલી સુનાવણીમાં રેમડેસિવિર મામલે hc એ રાજ્ય સરકારનો ઉધડો લીધો છે. સાથે જ હાઈકોર્ટે આકરાપાણીએ આવી કહ્યું કે, ગુજરાતમા રેમડેસિવિર (remdesivir) અને ઓક્સજનની કાળાબજારી બંધ કરો. 

Apr 15, 2021, 01:12 PM IST

સીઆર પાટીલના રેમડેસિવિરનો મુદ્દો હાઈકોર્ટ પહોંચ્યો, પરેશ ધાનાણીએ કરી અરજી

 • કોંગ્રેસના નેતા પરેશ ધાણાનીએ હાઈકોર્ટ (hc)માં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સામે અરજી કરી
 • સી.આર. પાટીલ સામે ઇન્જેક્શનની વહેંચણી બાબતે ફોજદારી ધારા ભંગ અને સરકાર જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધવા માંગ કરી

Apr 15, 2021, 11:59 AM IST

રેમડેસિવિર ઇન્જેક્શનની કૌભાંડમાં આરોપી કૃણાલ પટેલના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર

વડોદરામાં રેમડેસિવિર ઇન્જેક્શનના (Remdesivir Injection) કાળા બજારનો મામલો રાવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં એસઓજી પોલીસે (SOG Police) ત્રણ આરોપીની ધરપકડ કરી છે

Apr 15, 2021, 12:45 AM IST

Remdesivir ની અછત દૂર કરવા કેન્દ્રનો મોટો નિર્ણય, ભાવમાં પણ થશે ઘટાડો

ભારતમાં રેમડેસિવિરના નિકાસ પર લગાવ્યો છે પ્રતિબંધ ભારત સરકારે 11 એપ્રિલે રેમડેસિવિરની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો હતો. સરકારે કહ્યુ કે, રેમડેસિવિર બહાર મોકલવાની જગ્યાએ ઘરેલૂ ઉપયોગ માટે રહેવી જોઈએ.

Apr 14, 2021, 07:14 PM IST

Corona: શું દેશમાં રેમડેસિવિર દવાની અછત છે? કેન્દ્ર સરકારે આપ્યો મહત્વનો જવાબ

હાલના દિવસોમાં ઘણી જગ્યાએ રેમડેસિવિરની અછતના સમાચાર આવ્યા હતા. તેને લઈને વિકે પોલે કહ્યુ, હાલમાં રેમડેસિવિરની કોઈ કમી નથી. 
 

Apr 13, 2021, 08:12 PM IST

રેમડેસિવિર ઇન્જેક્શનની કૌભાંડ: એક્સપોર્ટ ક્વોલિટીનું ઇન્જેક્શન મળ્યું, જે ભારતમાં છે પ્રતિબંધિત

પીસીબી પોલીસે રેમડેસિવિર ઇન્જેક્શન (Remdesivir Injection) ની કાળાબજારી કરી બેફામ લૂંટફાટ ચલાવતાં ડો. ધીરેન નાગોરા તથા મુસ્લિમ મેડિકલ સેન્ટરના નર્સ રાહુલ વાળંદને બે દિવસ પહેલા ઝડપી પાડયા હતા.

Apr 13, 2021, 09:39 AM IST