sourav ganguly

બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીના પરિવારના સભ્યો બન્યા કોરોનાનો શિકારઃ રિપોર્ટ

સૌરવ ગાંગુલીના ભાઈ, તેમની પત્ની અને સાસુ-સસરા કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. ચારેયનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને તેમને એક ખાનગી નર્સિંગ હોમમાં દાખલ કરવામાં આવ્યા છે. 

Jun 20, 2020, 05:01 PM IST

ફરી બહાર આવ્યું યુવરાજ સિંહનું દુખ, કહ્યું- ધોની અને કોહલી પાસેથી ન મળ્યું સમર્થન

એમએસ ધોનીની આગેવાનીમાં તેણે 2011નો વિશ્વકપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી અને તે પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ રહ્યો હતો.
 

Apr 1, 2020, 03:04 PM IST

આજે મે મારી નજીકની વ્યક્તિ ગુમાવી દીધી, જેને હું ખુબ જ ચાહતો હતો: સૌરવ ગાંગુલી

એશિયન ગેમ્સમાં ભારતને ફૂટબોલને ગોલ્ડ અપાવનારા પ્રદિપ કુમાર બેનર્જીનું શુક્રવારે નિધન થઇ ગયું. તેના કારણે ભારતીય રમત જગત શોકસંતપ્ત છે. પીકે બેનર્જી એવી વ્યક્તિ હતા, જે ફરી ફુટબોલરો સાથે નહી, બીજી રમતનાં ખેલાડીઓને પણ પ્રેરિત કરતા હતા. સૌરવ ગાંગુલીએ સ્વિકાર્યું કે બેનર્જીનું તેમનાં કેરિયર પર ખુબ જ મોટો પ્રભાવ હતો. સચિન તેંડુલકર, બાઇચુંગ ભુટિયા, શ્યામલ થાયાથી માંડીને તમામ દિગ્ગજ ખેલાડીએ પીકે બેનર્જીનાં નિધનને અપુર્ણીય ક્ષતિ ગણાવી છે.

Mar 20, 2020, 09:00 PM IST

4 નેશન સિરીઝ માટે ઈંગ્લેન્ડ રવાના થયા BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી, ઈસીબી સાથે કરશે વાત

ભારતમાં પ્રથમવાર ડે-નાઇટ ટેસ્ટ (પિંક બોલ ટેસ્ટ)નું આયોજન કરાવનાર બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી એક અલગ પ્રકારના કોન્સેપ્ટ પર વિચાર કરી રહ્યાં છે, જે 4 નેશન સિરીઝ છે.

Feb 6, 2020, 03:55 PM IST

IPL 2020: અમદાવાદ નહીં મુંબઈમાં જ રમાશે ફાઇનલઃ સૌરવ ગાંગુલી

બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું કે, આઈપીએલની ફાઇનલ મેચ મુંબઈમાં રમાશે. આ પહેલા અટકળો હતી કે આઈપીએલની ફાઇનલ મેચ અમદાવાદમાં રમાઇ શકે છે. 
 

Jan 27, 2020, 07:48 PM IST

BCCI ની ફરી થઇ ફજેતી, કપડાં પ્રેસ કરવાની ઇસ્ત્રી વડે પિચ સુકવતાં જોવા મળ્યા કર્મચારીઓ

બીસીસીઆઇ (BCCI) દુનિયાની સૌથી અમીર ક્રિકેટ બોર્ડ છે. તેની પાસે સંશાધનોની કોઇ કમી નથી. પરંતુ તેમછતાં તેને ચાર દિવસમાં બીજીવાર ક્ષોભમાં મુકાવવું પડે છે. આ વખતે બીસીસીઆઇને કૂચબિહાર ટ્રોફી (Cooch Behar Trophy)ના એક મુકાબલ પહેલાં એક ફોટાના લીધે શરમમાં મુકાવવું પડે છે. આ તસવીરોમાં ગ્રાઉન્ડસમેન કપડાં પ્રેસ કરનાર કોલસાની ઇસ્ત્રી વડે લીલી પિચને સુકવતાં જોઇ શકાય છે. 

Jan 21, 2020, 02:26 PM IST

ભારત-પાક સિરીઝને લઈને ગાંગુલી કરી શકે છે પીસીબીની મદદઃ રાશિદ લતીફ

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટને કહ્યું કે, આ ગાંગુલી છે, જેણે 2004માં બીસીસીઆઈના આક્રમક વલણ બાદ પણ બંન્ને દેશો વચ્ચે સિરીઝ આયોજીત કરવાને લઈને મહત્વની ભૂમિકા ભજવી હતી. 
 

Jan 3, 2020, 08:39 PM IST

DDCAની સામાન્ય બેઠકમાં મારામારી, ગૌતમ ગંભીરે ગાંગુલીને કહ્યું, તાત્કાલિક ભંગ કરો

દિલ્હી તથા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની વાર્ષિક બેઠકમાં બે પક્ષો વચ્ચે મારામારી થઈ હતી. 

Dec 29, 2019, 09:51 PM IST

નાગરિકતા કાયદો: પુત્રીએ સવાલ ઉઠાવતા વિવાદનો વંટોળ, ગાંગુલીએ વચ્ચે કૂદવું પડ્યું, કહ્યું-'સના નાની છે...'

 નાગરિકતા સંશોધન કાયદા (citizenship amendment act 2019)ને લઈને દેશના અનેક ભાગોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. પૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલી (Sourav Ganguly) ની પુત્રી સના ગાંગુલી (Sana Ganguly) એ પણ આ મામલે સોશિયલ મીડિયા પોસ્ટ કરી. તેની પોસ્ટ નાગરિકતા સંશોધન કાયદાને લઈને સવાલ ઉઠાવનારી હતી. બહુ જલદી આ પોસ્ટ વાઈરલ થઈ ગઈ. વિવાદ વધતો જોઈને સૌરવ ગાંગુલીએ વચ્ચે કૂદવું પડ્યું. તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે સનાને કોઈ વિવાદમાં ન ઢસડો. તેની ઉંમર હજુ બહુ નાની છે. 

Dec 19, 2019, 02:36 PM IST

સૌરવ ગાંગુલીએ ટીમ ઈન્ડિયાના સિલેક્શન મામલે મોટો નિર્ણય લીધો

એમએસકે પ્રસાદની અધ્યક્ષતાવાળી સીનિયર સિલેક્શન સમિતિ હવે ભારતીય ટીમનું સિલેક્શન નહિ કરે. હવે આ સિલેક્શન સમિતિનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે. બીસીસીઆઈની 88મી વાર્ષિક સામાન્ય બેઠક (AGM) બાદ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) એ આ વાતની માહિતી આપી હતી. બીસીસીઆઈ (BCCI) ની એજીએમ રવિવારે મુંબઈમાં થઈ હતી. તેમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. એજીએમએ બીસીસીઆઈના સંવિધાન સંશોધનને પણ મંજૂરી આપી દીધી છે, જેથી સૌરવ ગાંગુલી અને અન્ય પદાધિકારીઓનો કાર્યકાળ વધારી શકાય.

Dec 2, 2019, 10:08 AM IST

ગાંગુલીએ વિરાટ કોહલી વિશે કર્યો મોટો ખુલાસો, માત્ર 3 જ સેકન્ડમાં આ કામ માટે થયો રાજી

ગાંગુલી બીસીસીઆઈ અધ્યક્ષ બન્યા તેના અઠવાડિયાની અંદર ભારતીય ક્રિકેટ બોર્ડના દ્રષ્ટિકોણમાં ફેરફાર લાવવામાં સફળ રહ્યાં. ગાંગુલી જ્યારે ટેક્નિકલ સમિતિના સભ્ય હતાં ત્યારે ત્રણ વર્ષ પહેલા સ્થાનિક સ્તરે પણ ગુલાબી દડાથી મેચ રમાઈ હતી. 

Nov 3, 2019, 11:19 AM IST

Day-Night Test માટે યોજાશે મોટો સમારોહ, દાદાએ PM Modi, સચિનને મોકલ્યું આમંત્રણ

ટીમ ઇન્ડીયા બાંગ્લાદેશ વિરૂદ્ધ (India vs Bangladesh) પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ મેચ  (Day-Night Test) કલકત્તામાં રમશે. આ મેચ 22 નવેમ્બરથી 26 નવેમ્બર સુધી કલકત્તાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં યોજાશે. આ મેચ માટે (BCCI) જોરશોરથી તૈયારીઓ કરી રહી છે. બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourva Ganguly) ના અનુસાર આ મેચ માટે કેટલાક ખાસ લોકોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે.

Nov 1, 2019, 10:08 AM IST

રાહુલ દ્રવિડને મળ્યા બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલી, એનસીએને બનાવશે શાનદાર

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના નવનિયુક્ત પ્રમુખ સૌરવ ગાંગુલીએ ભારતીય ક્રિકેટના ઉજ્જવળ ભવિષ્ય માટે ચર્ચા કરવા રાહુલ દ્રવિડ સાથે મુલાકાત કરી હતી. 

Oct 30, 2019, 10:15 PM IST

ગાંગુલીએ જણાવ્યું, ભારતીય ક્રિકેટ માટે કેટલી અસરકારક હશે ડે-નાઇટ ક્રિકેટની શરૂઆત

Day-Night Test: બીસીસીઆઈના અધ્યક્ષનું માનવું છે કે ટીમ ઈન્ડિયાના ડે-નાઇટ ટેસ્ટની શરૂઆત થવાથી રમતના વિકાસમાં મોટી મદદ મળશે. 

Oct 30, 2019, 04:17 PM IST

સૌરવ ગાંગુલીની સામે 5 મોટા પડકાર, સરળ નથી 9 મહિનાનો કાર્યકાળ

પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ બુધવારે બીસીસીઆઈના 39મા અધ્યક્ષના રૂપમાં પદભાર સંભાળી લીધો છે. ગાંગુલીને આગામી 9 મહિના માટે સત્તાવાર રૂપથી ભારતીય ક્રિકેટના પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે.

Oct 23, 2019, 09:17 PM IST

VIDEO: 20 વર્ષ જૂનું બ્લેઝર પહેરીને પત્રકાર પરિષદમાં આવ્યો ગાંગુલી, કર્યો આ ખુલાસો..

સૌરવ ગાંગુલીએ અધ્યક્ષ બન્યા બાદ પોતાની પ્રાથમિકતા સ્પષ્ટ કરી દીધી છે. તેણે બોર્ડમાં લાગૂ વિવાદિત નિયમો હટાવવાની પણ વાત કરી છે. 
 

Oct 23, 2019, 05:56 PM IST

સૌરવ ગાંગુલી બન્યા 39મા બીસીસીઆઈ પ્રમુખ, આવો જાણીએ અત્યાર સુધી કોણ-કોણ રહ્યું આ પદ પર

ગાંગુલી (47)ને અહીં બીસીસીઆઈની સામાન્ય સભાની આગામી બેઠક સુધી આગામી 9 મહિના માટે સત્તાવાર રૂપે ભારતીય ક્રિકેટના પ્રમુખની જવાબદારી સોંપવમાં આવી છે. આ સાથે સર્વોચ્ચ કોર્ટ દ્વારા નિયુક્ત પ્રશાસકોની સમિતિનો 33 મહિનાનો કાર્યકાળ પણ સમાપ્ત થઈ ગયો છે. 

Oct 23, 2019, 05:10 PM IST

ધોનીની નિવૃતી પર બોલ્યો ગાંગુલી- ચેમ્પિયન પોતાની રમત ઝડપથી છોડતા નથી

બીસીસીઆઈના અધ્યક્ષનો કાર્યભાર સંભાળ્યા બાદ સૌરવ ગાંગુલીએ પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન તેમને એમએસ ધોનીની નિવૃતી અને ટીમમાં રોલ પર સવાલ કરવામાં આવ્યા હતા. 
 

Oct 23, 2019, 03:54 PM IST

BCCIમા નવો અધ્યાય શરૂ, સૌરવ ગાંગુલીએ પોતાની ટીમ સાથે સંભાળી જવાબદારી

પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ ઔપચારિક રીતે બીસીસીઆઈના નવા અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળી લીધી છે. હવે બોર્ડ સાથે જોડાયેલા તમામ કામકાજ બીસીસીઆઈના ચૂંટાયેલા પ્રતિનિધિ સંભાળશે. 

Oct 23, 2019, 03:03 PM IST
Sourav Ganguly Will Take Charge As The New President Of BCCI PT4M43S

સૌરભ ગાંગુલી આજે BCCIના નવા અધ્યક્ષ તરીકે પદભાર સંભાળશે

સૌરભ ગાંગુલી આજે BCCIના નવા અધ્યક્ષ તરીકે પદભાર સંભાળશે. 39 પ્રમુખ તરીકે સૌરભ ગાંગુલી BCCIના નવા અધ્યક્ષ તરીકેનો પદભાર સંભાળશે. અમિત શાહના પુત્ર જય શાહ પણ BCCIના સેક્રેટરીની જવાબદારી સંભાળશે.

Oct 23, 2019, 10:55 AM IST