Google પર બનાવો તમારૂ વર્ચ્યુઅલ વિઝિટિંગ કાર્ડ, લોન્ચ થઈ નવી સર્વિસ

Googleએ પોતાના યૂઝરોનો અનુભવ શાનદાર બનાવવા માટે નવા-નવા ફીચર લાવતું રહે છે. આ કડીમાં કંપનીએ ભારતીય યૂઝરો માટે ખાસ people cards'સર્વિસની શરૂઆત કરી છે.
 

Google પર બનાવો તમારૂ વર્ચ્યુઅલ વિઝિટિંગ કાર્ડ, લોન્ચ થઈ નવી સર્વિસ

નવી દિલ્હીઃ Googleએ પોતાના યૂઝરોનો અનુભવ શાનદાર બનાવવા માટે નવા-નવા ફીચર લાવતું રહે છે. આ કડીમાં કંપનીએ ભારતીય યૂઝરો માટે ખાસ 'people cards'સર્વિસની શરૂઆત કરી છે. આ ફીચર આવ્યા બાદ ગૂગલ સર્ચમાં યૂઝર વર્ચ્યુઅલ વિઝિટિંગ કાર્ડ બનાવવાની સુવિધા મળશે. વર્ચ્યુઅલ વિઝિટિંગ કાર્ડ દ્વારા ગૂગલ યૂઝર ગૂગલ સર્ચમાં પોતાની વેબસાઇટ, સોશિયલ મીડિયા હેન્ડલ અને બીજી જાણકારી શેર કરી શકશે. 

ગૂગલ એકાઉન્ટ છે જરૂરી
આ સર્વિસ ગૂગલની  Knowledge Graphનો ઉપયોગ કરીને આ જાણકારીને ડિસ્પ્લે કરે છે, જે યૂઝરને આપવામાં આવે છે. સર્વિસને યૂઝ કરવા માટે યૂઝરે મોબાઇલ નંબર આપવો પડે છે. ગૂગલ સર્ચ પર people card બનાવવા માટે યૂઝરની પાસે ગૂગલ એકાઉન્ટ થવું જરૂરી છે. 

મોબાઇલ યૂઝર માટે છે સર્વિસ
કંપની આ સર્વિસને બાલ મોબાઇલ યૂઝર માટે ઓફર કરી રહી છે. તેનો મતલબ થયો કે તમારે તમારી પબ્લિક પ્રોફાઇલ બનાવવા માટે પોતાના મોબાઇલ ડિવાઇસથી ગૂગલ એકાઉન્ટમાં લોગઇન કરવું પડશે. આ સર્વિસ હાલ માત્ર અંગ્રેજીમાં ઉપલબ્ધ છે. 

ચીની Shareit વિરુદ્ધ Googleની નવી એપ લોન્ચ, સેકન્ડમાં થશે મોટી ફાઇલ ટ્રાન્સફર

ફેક પ્રોફાઇલ અને ખોટા કન્ટેન્ટ પર લાગશે પ્રતિબંધ
ગૂગલનું કહેવું છે કે આ સર્વિસ દ્વારા તેઓ પબ્લિકને સાચી જાણકારી પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે. આ સર્વિસ આવવાથી ખોટા યૂઝર, ભાષા અને લો-ક્વોલિટી કન્ટેન્ટને ઓળખવામાં મદદદ મળશે. સાથે કંપની આ સર્વિસનો ઉપયોગ કરીને હ્યુમન રિવ્યૂ અને ઓટોમેટેડ ટેકનીકનો ઉપયોગ કરીને ગૂગલની પોલિસીનો ભંગ કરનાર કન્ટેન્ટ પર પણ લગામ લગાવશે.  people cardનો ઉપયોગ ન થાય તેના માટે કંપની એક એકાઉન્ટ માટે એક people card બનાવવાની સુવિધા આપે છે. 

ગૂગલ પર આ રીતે બનાવો તમારૂ people card
તમારૂ people card બનાવવા માટે સૌથી પહેલા ગૂગલ એકાઉન્ટમાં સાઇન-ઇન કરો. ત્યારબાદ તમારે 'add me to search' કરવાનું છે. આમ કર્યા બાદ તમને 'add yourself to google search'નો વિકલ્પ મળશે. આ મેસેજ પર ટેપ કરો. ટેપ કર્યા બાદ ગૂગલ તમારો ફોન નંબર માગશે. નંબરને 6 આંકડા વાળા કોડથી વેરિફાઇ કરવો પડશે જે એન્ટર કરેલા મોબાઇલ નંબર પર આવશે. ત્યારબાદ ગૂગલ તમને એક ફોર્મ આપશે. તેમાં તમારે પબ્લિક પ્રોફાઇલ બનાવવા માટે જરૂરી જાણકારીઓ આપવી પડશે. અહીં તમારે તમારૂ કામ, શિક્ષણ સિવાય અન્ય ડીટેલ એન્ટર કરવાની સુવિધા મળે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news