Reliance Jio: જિયો યૂઝર્સને મોજ પડી જાય તેવો 'સસ્તો પ્લાન', રોજ અનલિમિટેડ 5G ડેટા અને કિમત તો સાવ....

Reliance Jio: રિલાયન્સ જિયો ત્રણ એવા પ્રિપેઈડ પ્લાન ઓફર કરે છે જેમાં રોજ 2.5 જીબી ડેટા મળે છે. જેમાં સૌથી સસ્તો પ્લાન 399 રૂપિયાનો છે. જાણો પ્લાન વિશે વધુ વિગતવાર માહિતી...

Reliance Jio: જિયો યૂઝર્સને મોજ પડી જાય તેવો 'સસ્તો પ્લાન', રોજ અનલિમિટેડ 5G ડેટા અને કિમત તો સાવ....

મુકેશ અંબાણીની રિલાયન્સ જિયો ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપની છે અને તેણે ભારતીયોના સ્માર્ટફોનના ઉપયોગ કરવાની રીત બદલી નાખી છે. કંપનીનું નેટવર્ક સમગ્ર દેશમાં ફેલાયેલું છે અને દેશના દરેક ખૂણે ઈન્ટરનેટ પહોંચાડવામાં આવ્યું છે. રિલાયન્સ જિયો ત્રણ એવા પ્રિપેઈડ પ્લાન ઓફર કરે છે જેમાં રોજ 2.5 જીબી ડેટા મળે છે. જેમાં સૌથી સસ્તો પ્લાન 399 રૂપિયાનો છે. જાણો પ્લાન વિશે વધુ વિગતવાર માહિતી...

રોજ મળે છે 2.5GB ડેટા
આ પ્લાનમાં તમને સારો એવો ફાયદો થાય છે. જેમાં તમને રોજ 2.5 જીબી ફાસ્ટ 4જી ડેટા મળે છે અને સાથે જ જિયોના વેલકમ પેકેજમાં અનલિમિટેડ 5જીનો પણ ફાયદો મળે છે. એટલે કે જો તમારી પાસે 5જીવાળો ફોન હોય તો તમે જ્યાં રહેતા હોવ ત્યાં 5જી ઉપલબ્ધ હોય તો તમારે ડેટા ખતમ થવાની ચિંતા કરવાની રહેશે નહીં. જો તમારે 4જી ડેટાથી પણ કામ ચાલી જતું હોય તો તમે 349 રૂપિયાવાળો પ્લાન પણ લઈ શકો છો. જેમાં તમને ફક્ત 5જી અનલિમિટેડ મળશે અને તે પણ ઓછા ભાવે. પરંતુ 349 રૂપિયાવાળા પ્લાનમાં રોજનો 2જીબી ડેટા મળે છે. 

399 રૂપિયાવાળો પ્રીપેઈડ પ્લાન
399 રૂપિયાવાળા જિયો પ્લાનની વેલિડિટી 28 દિવસની હોય છે. તમને રોજ 2.5 જીબી 4જી ડેટા મળશે. એટલે કે કુલ 70 જીબી ડેટા. ત્યારબાદ ફેર યૂસેજ પોલીસી (FUP) લાગશે. જેનો અર્થ છે કે તમારી સ્પીડ 64 kbps થઈ જશે. પરંતુ તમારું કનેક્શન કપાશે નહીં. જેમની પાસે યોગ્ય ફોન હશે તેમને 5જી ડેટા ફ્રી અને અનલિમિટેડ મળશે. 399 રૂપિયાવાળી જિયો પ્રીપેઈડ પ્લાનમાં તમને અનલિમિટેડ કોલિંગ, રોજ 100 એસએમએસ પણ મળશે. આ સસ્તા પ્લાનમાં જિયો ટીવી, જિયો સિનેમા (પ્રીમિયમ નહીં) અને જિયોક્લાઉડની સદસ્યતા પણ સામેલ છે. 

જિયોના 2.5 જીબીવાળા પ્લાન
જિયો પાસે બે વાર્ષિક પ્લાન પણ છે જેમાં રોજ 2.5 જીબી ડેટા મળે છે. આ પ્લાનની કિંમત 3599 રૂપિયા અને 3999 રૂપિયા છે. બંને પ્લાનમાં અનલિમિટેડ 5જી, રોજ 2.5 જીબી ડેટા (કુલ 912.5 જીબી), અનલિમિટેડ કોલિંગ અને રોજના 100 એસએમએસ મળે છે. 3999 રૂપિયાવાળા પ્લાનમાં તમને જિયોટીવી એપ દ્વારા FanCode ની સદસ્યતા પણ મળે છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news